________________
eo ]
શ્રી આનંદઘન-ચાવીશી
:
:
આ ગાથામાં દેવત' પાઠાંતર છે તેને અથ જ્ઞાનવમળસૂરિએ ‘ ધૈ ' કર્યો છે, તે જરા તે તાણીખેંચીને કર્યો હાય તેમ જણાય છે; અને દેવ તે’ પાઠ બરાબર બેસતા આવે છે; અને; ઘણીખરી પ્રતામાં એ જ પાઠ છે, એટલે ‘· દેવત' પાઠને વિચારવાની બહુ જરૂર રહેતી નથી. ‘ધુર ’ શબ્દ ખડું સૂચક છે. એનો અર્થ · સ`થી પહેલાં' એમ થાય છે; એટલે તમારે યોગપ્રગતિ કરવી હાય તે સથી પહેલાં તે તમારે આદશ દેવની સેવા કરવી, આ પ્રમાણે આદેશ આપીને પછી સેવન યેાગ્ય ભૂમિકા તૈયાર કરવાની વાત કરે છે; ત્યાં પણ · પહિલી શબ્દ વાપરીને આ ભૂમિકા તૈયાર કરવાના ભાવને ખૂબ ભાર આપે છે.
સુદ્દાની વાત એ છે કે યાગવાંચકપણું પ્રાપ્ત કરવા પહેલાં ભૂમિકા તૈયાર થવાની જરૂર છે. અ યેાગાવ’ચકપણાની હકીકત આગળ આઠમા રતવનમાં કહેવાની છે. તે પહેલાં તેની પ્રાથમિક તૈયારી કરવા માટે અને આદશ દેવનાં દન કરવા માટે આ સ્તવનમાં મુદ્દામ છ માખતા પૂર્વ પીઠ તરીકે બતાવી છે, તેને અનુક્રમે આપણે વિચારીશું. મારા આ સ્તવનના વાચન અને વિચારણાને અંગે નીચે પ્રમાણે પીઠિકા મને લાધી છેઃ—
૧. ભૂમિકા—સમાન : અભય, અદ્વેષ, અખેદ.
૨. પિરાંતના રિપાક (કાળકારણની પ્રાપ્તિ ). ૩. પ્રવચનની પ્રાપ્તિ. યાગાવ ચકતા.
૪. સંત–સાધુપુરુષોના પરિચય.
૫. અકુશળ ચિત્ત પર વિજય.
૬. અધ્યાત્મગ્રંથાનું પરિશીલન.
પૃથક્કરણ કરતાં આ પીઠિકારૂપે છ બાબતે આ સ્તવનમાંથી પ્રાપ્ત થાય છે. બાકી તા, પાંચે સમવાયી કારણેાને પણ તેમાંથી તારવી શકાય તેમ છે. આ રીતે પીઢરચના થઈ જાય, પછી પ્રભુદનની તીવ્ર લાલસા જાગે, પછી તેવા થવાથી તમન્ના થાય અને એ રીતે ક્રિયાવ ચકપણું અને છેવટે ફ્ળાવ'ચકપણું પ્રાપ્ત થતાં આત્મદર્શન થતું જાય અને અંતે પરમાત્મભાવ પ્રાપ્ત થાય. આ આખા ક્રમ પદ્ધતિસર આ સ્તવનોમાં યાગીરાજે બતાવ્યા છે, તે આપણે વિવેચનમાં જોતા જઈશુ.
રખડતા રઝળતો આત્મા પાતે અંતરાત્મભાવમાં વિલીન થઇ પરમાત્મા થઇ શકે છે અને આપણે સર્વ પ્રયાસ પરભાવમણુતા છેોડી ચેતનના સ્વભાવ પ્રાપ્ત કરવાના છે : આટલી વાત સમજાય તે આખું યાગનું રહસ્ય પ્રાપ્ત થઈ જાય છે. તે શેાધીને સમજવાના માર્ગ અત્ર બતાવ્યા છે. ઉત્કૃષ્ટ પરમાત્મદશામાં પશુ તેનું વ્યક્તિત્વ રહે છે તે ભાવ સમજવા માટે ખૂબ વિચારણા થશે પ્રયાસનું પરિણામ અનુકૂળતાના ઉપયોગને લઇને એ ભાવ પ્રાપ્ત કરવામાં આવશે. એ વિચારણાથી પરિણામધારા મજબૂત થશે. આપણે તેટલા માટે આદશ-સેવનની ભૂમિકાને વિચારીએ. એ સેવાનું રહસ્ય જાણવા અને સ્વીકારવાની જરૂર આત્મપ્રગતિને અંગે પ્રથમ સ્થાન ધરાવે છે. (1)