________________
૩: સંભવનાથ સ્તવન
[ ૬૯ એટલે આદશ દેવને સેવન કરવા માટે એના સેવનના પ્રકાર અને તેનું રહસ્ય અને તેનો અંગેનો તફાવત પ્રથમ જાણી લે. જે આ ભેદ કહ્યા વગર સેવન કરવામાં આવે તે ભૂલા પડી જવાય છે. પણ આ રહસ્યજ્ઞાનની પણ પહેલાં તમારે તઘોગ્ય ભૂમિકા તૈયાર કરવાની જરૂર છે. તમારે સારી છબી ચીતરવી હોય તે કેન્વાસ સારું સાફ અને ડાઘડુઘ વગરનું જેશે. તે પ્રમાણે સંભવદેવથી કે કઈ પણ આદર્શની સેવા કરવી હશે તે તે માટેની ભૂમિકા તૈયાર કરવી પડશે.
કારણ” ત્રણ પ્રકારનાં હોય છે. સમવાયી, અસમવાયી અને નિમિત્ત. સમવાયી કારણ નિત્ય કારણ છે, જટું ન પડે તેવું કારણ છે; અસમવાયી તે સમવાયી કારણની તદ્દન નજીકનું કારણ હોય છે, જ્યારે નિમિત્તકારણ પ્રસંગ ઊભું કરે છે. અહીં સેવન-કારણની હકીકત કહી છે તે નિમિત્તકરણને અંગે છે. તમે જે આદર્શ દેવની સેવા કરવા તત્પર થયા હો તે તદ્યોગ્ય ભૂમિકાની તૈયારી કરવાની ખાસ જરૂર છે એ વાતને બરાબર જાણી લે. સેવનનું નિમિત્ત ભૂમિકા છે, એ વાત તમારા ધ્યાનમાં લઈ લે. ભૂમિકાને સેવન યેગ્ય કર્યા વગર તમે સેવાના કાર્યમાં પ્રવેશ કરશે તે તમે જોઈએ તેવું પરિણામ લાવી શકશે નહિ. માટે સેવનને ભેદ સમજી સેવન યેગ્ય ભૂમિકા તૈયાર કરે. ભૂમિકા બરાબર તૈયાર થઈ હશે તે તેના ઉપર સેવનનું ચિતરામણ થઈ શકશે. ધ્યાનમાં રાખવું કે સેવનનું નિમિત્તકારણ મળવાથી સેવન થઈ જશે એમ સમજવાનું નથી. પણ સેવન થયાનું નિમિત્ત પ્રાપ્ત થશે, સેવન થવાને પ્રસંગ સાંપડશે અને આદશને નિહાળવાના પંથે પ્રગતિ થશે.
આ રીતે સેવનનું નિમિત્ત-ભૂમિકા મેળવવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી મેગીમહારાજ પોતે જ ગભૂમિકાનું વર્ણન કરે છે અને તેને માટે ત્રણ વિશેષણો વાપરે છે : અભય, અષ, અખેર. એટલે તમારે જે ગ–પ્રગતિ કરી પથડે નિહાળો હોય અને દેવદર્શન કરી તેના જેવું થવું હોય તે પ્રથમ આ ત્રણ વિશેષણથી વિશિષ્ટ ભૂમિકા તૈયાર કરે. આ ત્રણ વિશેષણની સમજણ જરૂરી વિસ્તારથી સ્તવનકાર પોતે જ આગળ આપનાર છે. એ વિશેષણોમાં ભારે ખૂબી છે. એમાં ગનું રહસ્ય છે; એમાં ચેતનના ઉત્થાનનાં ઊંડાં તત્ત્વ છે, એમાં પ્રગતિનાં સુનિશ્ચિત સ્થાને છે અને એમાં ચેતન સન્મુખ દશા છે.
જે ભૂમિકા સેવનનું નિમિત્ત થવાની શક્યતા ધરાવે છે તે ઉપર જણાવેલાં ત્રણ વિશેષણોથી વિશિષ્ટ હોવી ઘટે. એ ત્રણેને વિસ્તાર આવતી બીજી ગાથામાં આ જ સ્તવનમાં યોગીકવિ કરવાના છે. એ ભૂમિકા ન હોય તે પ્રગતિ મુશ્કેલ છે, એ વાત કરવા સાથે બીજી પણ એક વાત સ્પષ્ટ કરી દેવાની જરૂર છે કે, આ ત્રણ વિશેષણથી વિશિષ્ટ ભૂમિકા તૈયાર કરવા ઉપરાંત યોગપ્રગતિને અંગે બીજી પણ અનેક પ્રાસંગિક ભૂમિકા તૈયાર કરવાની હકીકત આગળ આવશે. જેમ કે, પ્રગતિ ગ્ય કાળ પરિપકવ થવો જોઈએ; ગદષ્ટિમાંથી પ્રથમની ચાર દષ્ટિ લાધવી જોઈએ; પ્રાણીમાં કાંઈ નહિ તે માર્ગાનુસારીના ગુણ હોવા જોઈએ અને મેક્ષસન્મુખ દશા હોવી જોઈએ. એટલે એ ત્રણ વિશેષણ ભૂમિકા તૈયાર કરવા માટે દાખલારૂપે અથવા અંતર્ગણનારૂપે હોય તેમ જણાય છે, પણ તે પરિપૂર્ણ નથી, છતાં તે એટલાં મહત્ત્વનાં છે કે એ ત્રણ વિશેષણ હોય તે ભૂમિકા લગભગ તૈયાર થઈ જાય તેવું છે.