________________
શ્રી આનંદઘન-વીશી આની સાથે એક બીજી અગત્યની વાત એ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે અનંત કાળચક્રમાં ફરતાં–રખડતાં પ્રાણી જ્યારે છેવટના ભ્રમણ-પરાવર્તામાં આવે છે, ત્યારે સ્વભાવકારણ નિમિત્તે એનામાં મહાન ફેરફાર થાય છે. અને તે માટે પાંચ સમવાયી કારણોને એને આશ્રય કરવો પડે છે. એની આત્મપરિણતિમાં પ્રગતિની સ્વાભાવિકતા હોવી જોઈએ; એ માટે સમય પાકેલ હોવો જોઈએ; તદ્યોગ્ય ભવિતવ્યતા હોવી જોઈએ; કર્મ પર સામ્રાજ્ય મેળવવાની યોગ્યતા આવવી જોઈએ અને તે પુરુષાર્થ હોવો જોઈએ. આ પાંચે સમવાયી કારણને સગ કેટલે જરૂરી અને ઉપયોગી છે, તે ઝીણવટથી સમજી લેવાની જરૂર છે. જ્યાં સુધી સંસારને સદ્ભાવ લાંબે હોય, મલિનતાની અતિશયતા હોય, અને અતત્વને અભિનિવેશ હોય, ત્યાં સુધી ગપ્રગતિ થતી નથી. એટલા માટે આ કાર્યકારણભાવ સૂમ બુદ્ધિથી સમજી લેવાની જરૂર છે. આ સમવાયી કારણે સામાન્ય બોધ મેં કર્મના પરિચયમાં આવે છે, તેને માટે વિનયવિજય ઉપાધ્યાયનું પંચ કારણનું સ્તવન વાંચવા ગ્ય છે; અને વિસ્તારથી સમજવા માટે
ગબિન્દુ અને શાસ્ત્રવાર્તાસમુચ્ચય (હરિભદ્ર) જેવા યોગ્ય છે. અત્રે પ્રસ્તુત વાત પ્રસ્તાવનારૂપે એટલી કરવાની છે કે ભૂમિકાશુદ્ધિ જેટલી જ અગત્યની વાત પાંચ કારણોની અનુકૂળતા થઈ જવાની છે. કારણ-કાર્યસંબંધ સમજી પંચ કારણનો સહયોગ મેળવવાની અને તેને માટે યોગ્યતા પ્રાપ્ત કરવાની તાલાવેલી ઉત્પન્ન કરવાની કેટલી જરૂર છે, તે આ સ્તવનના વિવેચનમાં વિચારવાનું પ્રાપ્ત થશે.
અને સેવાનું કામ ઉપરચેટિયું યા ઔપચારિક હોય, તે વાત જલદી જામે તેવી સહેલી નથી. દેખાવ કે આડંબરને અવકાશ નથી. આ આખી સેવનની ભૂમિકા તૈયાર કરવાને, તૈયાર કરવા માટે તેને સમજવાનો અને સમજીને તેને વ્યવહારમાં મૂકવાનો આ સ્તવનને આશય છે. એ ગપ્રગતિની ભૂમિકા માટેની ભૂમિકા તૈયાર કર્યા પછી આપણે હવે એ સ્તવનના હાઈમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરીએ.
અહી એક હકીકત, પુનરાવર્તનને ભેગે પણ, સ્પષ્ટ કરવાની જરૂર છે જ્યાં જ્યાં અમુક તીર્થકરનું નામ આવે ત્યાં ત્યાં આદર્શ મહાન યોગી, સ્વપરઉપકારી, ભવ્ય આદર્શ સમજી લેવો. એમાં અમુક વ્યક્તિ સાથે સંબંધ નથી, અમુક નામ સાથે સંબંધ નથી કે અમુક ઇતિહાસ (વૈયક્તિક) સાથે સંબંધ નથી. એટલે તીર્થંકરનાં નામ ઔપચારિક હોવા છતાં આદર્શ રજ કરે છે, એ હકીકત સર્વદા મન પર રાખવી.
ઉપરના મુદ્દાને ધ્યાનમાં રાખીને અત્ર વક્તવ્ય એટલું છે કે સંભવનાથ ચાલતી વીશીમાં ત્રીજા તીર્થકર થયા. પિતા જિતારિ, માતા સેના રાણી અને જન્મસ્થાન શ્રાવસ્તી નગરી, એને સાવથીનું નામ પણ અપાય છે; કુણાલ દેશની એ રાજધાની હતી. ગંડા જિલ્લામાં અકીનાથી પાંચ માઈલ દૂર અને બલરામપુરથી પશ્ચિમે બાર માઈલ દૂર રાપતી નદીના પશ્ચિમ તટ પર આ શહેર હતું. અત્યારે સહેઠમહેઠના નામથી એ ગામ પ્રસિદ્ધ છે અને એ શ્રાવસ્તીનું અવશેષ