________________
૨ : શ્રી અજિતનાથ સ્તવન
[૬૧ જૈન મત એટલે જ વ્યવખ્તાર અને નિશ્ચયને સમન્વય, જેને એ સમન્વય કરતાં ન આવડે, તે જૈન ધર્મ કે જૈન તત્વને અધૂરે અભ્યાસી છે એમ જાણવું. અને આનંદઘન જેવા મહાન યોગીએ આ સમન્વયની ચાવીઓ પ્રાપ્ત કરી છે એવું એમના ઊંડા અભ્યાસને પરિણામે લાગ્યા વગર રહે તેમ નથી.
આટલી ચોખવટ ખાસ કરીને પુરુષ-પરંપરાને અંગે “અંધ અંધ પિલાય’ના સંબંધમાં કરી નાખવાની જરૂર છે, માત્ર કિયામાં રાચનારની નજરમાં આ શબ્દો આકરા લાગે તેવા છે. એને ક્રિયામાં જરા ફેરફાર થાય, ત્યાં આખું શાસન જોખમાઈ જતું લાગે છે, અને એવા ફેરફારને અંગે મોટા મરચા બાંધવાના આવેશમાં એ ખૂબ જહેમત ઉઠાવીને પિતાના અભિપ્રાયને અંગે જંગ જમાવી બેસે છે. મહાન ત્યાગી, આત્માથી ચેતનને આ બાબતમાં ભારે આઘાત થાય તે હકીકત સમજાય તેવી છે અને તેથી તે “અંધ પરંપરા” શબ્દ વાપરે તે તેમાં જરા પણ વાંધા જેવું નથી. આને મળતી હકીક્ત હજુ બે-ત્રણ સ્થાન પર આગળ જતાં આવવાની છે, ત્યાં અને ઉદ્દઘાતમાં એની સ્પષ્ટતા થશે. એમાં કઈ પર આક્ષેપ નથી, એમાં મરચા સામે મોરચા બંધવાની વાત નથી, પણ એમાં સાપેક્ષવૃત્તિ તરફ લક્ષ્ય ખેંચી ભાવનાશીલ થવાની અને ખેંચતાણ છેડી દઈ આત્મવિકાસ પર એકલક્ષી થઈ જવાની સૂચના છે. આ હકીકત પર પ્રસંગે ઘણું કહેવા યોગ્ય પ્રાપ્ત થયું છે અને થશે. વાત કહેવાની એ છે કે આત્માથી યોગી ભાવનાશીલ અને આંતર વિકાસને ઈચ્છક હોઈ, એને આવા પ્રકારની ચર્ચામાં કે સંપ્રદાયવાદમાં ખેંચતાણ અને શક્તિનો દુર્વ્યય જ લાગે. આ પ્રસંગ આત્મદ્રષ્ટિએ અવધારી રાખવા જેવો છે અને ગચ્છ-મત-વાદમાં ન પડેલા યોગીને માટે સુલભ છે; જ્યારે ચાલુ પ્રવાહમાં રાચનારને માટે દુર્ઘટ છે.
આ બીજા સ્તવનને સર્વથી રોચક અને મેહક ભાવ આશાના અવલંબનને છે. પંથને નિહાળવાનું અત્યારે સંપૂર્ણ અંશે બને તેમાં અનેક મુશ્કેલી દેખાણી છે, પણ તેથી ચેતનરાજ હિંમત હારી જાતે નથી; એ પ્રયત્ન છોડી દેતું નથી. એનું યોગજીવન કે ધર્મજીવન સાધ્યપ્રાપ્તિ તરફ જ દોરાયેલું છે. એને પિતાના પ્રીતમને પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગી છે અને એને અંદર ઊતરી આનંદઘનપદ પ્રાપ્ત કરવું છે. તે માટે એ પંથનું અવલેકન કરે છે, ત્યારે તેને એમાં વિશિષ્ટ જ્ઞાનને અભાવે અડચણો દેખાય છે, પણ ભવિષ્યમાં એ ગૂંચ પણ નીકળી જશે અને પિતે પંથનું નિહાલન બરાબર કરશે, એવી આશા એ સેવી રહ્યો છે. આ આશા અને આશા એરનકી કયા કીજે ?” એ અફૂાવીશમાં પદમાં બતાવેલી આશામાં ઘણે ફેર છે. સ્થૂળ, પગલિક, સાંસારિક આશાને એમણે ઘર ઘર ભટકનાર કૂતરાની સાથે સરખાવી છે, ત્યારે તે જ પદમાં અનુભવની લાલી કયારે અને કેમ જાગે એ બતાવી આપ્યું છે. એવા અગમ “પિયાલાને પીવો” એ તે જીવનને લહાવે છે, પ્રગતિને પંથે છે. અને એમાં ચેતનના ખેલ છે. એ ખેલ ચેતન ખેલે છે, જ્યારે દુનિયા તમાસે જોયા કરે છે. આવા પ્રકારના જીવનને જીવવું એ આનંદઘનને વિલાસ છે અને એની આશા પર જીવવું એ આખા સ્તવનને સારે છે. એ આશા અને