________________
૬૦ ]
શ્રી આનંદઘન-ચાવીશી
6
મહાપુરુષને બરાબર પિછાની શકાય છે. એ જ મહાપુરુષ સ્પર્શીનની સાથેના ભવજ તુને સ ંબંધ મુકાવે છે તે વખતે જે ભારે કુનેહથી કામ લે છે,૧ તે સદાગમ અને તે ખરેખરા · મેધ ’ છે; બાકી ચારિત્રરાજના પરિવારમાં સદ્બેધ મંત્રીના પાંચ મિત્રો પૈકી આ બીજા મિત્ર સદાગમનું જે વન રજૂ કરવામાં આવ્યું છે, તે પરથી જણાય છે કે ચારિત્રરાજના આખા પરિવારમાં એનું અતિભવ્ય સ્થાન છે. સદ્મધ મંત્રીના આ સદાગમ મિત્ર એલકે છે; બાકીના ચારે મિત્રો ( આભિનિબોધ, અવધિ, મન:પર્યાય અને કેવળ) તે મૂંગા છે.૨ આવી રીતે પરિચિત થયેલા એધ આ કાળમાં તે ખાસ મહત્ત્વનું સ્થાન ભોગવે છે. અને એ સદાગમને બરાબર એળખવા માટે શ્રી સિદ્ધર્ષિં મહારાજના સદર પુસ્તકના આઠમા પ્રસ્તાવ વાંચવા જરૂરી છે. કહેવાની વાત એ છે કે આ કાળમાં તે વત્તા-ઓછા યાગને આધારે જે સુવાસના થાય તેની ફોરમથી થતા મેધ જ આધારભૂત છે અને એ માગે` ચઢેલ પ્રાણીના સંબંધમાં ભવિષ્યમાં પથને જરૂર નિહાળવાના સભવ ગણાય, એ આશા પર મુમુક્ષુનુ જીવન છે. આ પ્રમાણે આ ખીજા સ્તવનમાં સંક્ષેપામાં તાત્પર્યા જણાયા છે.
પ્રથમ સ્તવનમાં સાધ્યને અંગે કેને અનુસરવું એની જિજ્ઞાસા થતાં વીતરાગદેવને સાધ્ય તરીકે સ્વીકારવા નિણ ય કર્યા અને એની સાથે પ્રીતિ કરવી તે કેવી કરવી, એના નિણ્ય-સાથે એ આરાધ્ય માર્ગે આગળ ધપવાને પરિણામે ચેતનરાજ આનંદમય થઈ જાય એમ જણાવ્યું. આ બીજા સ્તવનમાં એ ઈષ્ટ-વલ્લભ શ્રી વીતરાગદેવના માર્ગને નિહાળવામાં ભાસતી અડચણા અને ભવિષ્ય સાટે રહેતી આશાઓનુ અવલખન સ્વીકારવાનુ. લક્ષ્ય-ધ્યેય સ્વીકાર્યુ. આ રીતે ચેતનરાજની પ્રગતિ થતી જાય છે. હજુ એના પ્રગતિપથમાં અનેક પ્રકારની વિચારણાએ અને ગૂંચવણેા છે, તેને કેવી રીતે વટાવવી તે આગળ ઉપર વિચારાશે. ભગવદર્શીન થતાં પહેલાં કેવી ભૂમિકા તૈયાર કરવી જોઇએ, તે પર પણ વિચાર થશે. સમર્પણ અને આત્માણુને સિદ્ધાંત પણ વિચારવામાં આવશે. આ સવ વિચારણાની ભૂમિકા હજુ તેા તૈયાર થાય છે.
આ પ્રાણી પથ નિહાળવાના વિચાર કરે છે. અહી નિહાળવું એટલે, ઉપર જણાવ્યું તેમ, માત્ર જોઇ જવું એ અર્થ નથી,પણ આ નિહાળવાનું કાર્ય એટલે એને જોઈ-જાણી-વિચારી-સમજી એના મય થઇ જવાનું કાર્યં સમજવું. એને અંગે આ પ્રાણીને જે જે અડચણા નજરમાં આવી તે તે એણે પ્રભુ પાસે ગાઇ બતાવી છે; તેનો આશય એ અગવડોને આગળ કરી તેમાંથી નીકળી જવાનેા મા શેાધવાની વાત નથી; હૃદયથી યાગગાન કરનારને એવા આશય હાય પણ નહીં. પણ એ હકીકતને આકાર આપી તેમાંથી માત્ર શેાધવાની એની તમન્ના છે. આ આશય જો બરાબર ધ્યાનમાં ન આવે તે વસ્તુવિચારણાના આખા પ્રસ ́ગ માર્યો જાય તેમ છે. કારણ વ્યવહાર અને નિશ્ચયના સમન્વય સાધવાની ભારે વિશિષ્ટ આવડત શ્રી આનંદઘનજીના સંબંધમાં દેખી-દેખાડી શકાય છે. અને કોઈ તેમને નિશ્ચયવાદી કહેવા લલચાઈ જાય છે, તે તેમને પૂરા ન સમજવાનુ જ પરિણામ છે.
૧. જુએ સદર, પ્રસ્તાવ ૩, પ્રકરણ ૩, પૃષ્ઠ ૩૭૬ થી આગળ (ભાષાંતર )
૨. જુઓ સદર ભાષાંતર, પ્રસ્તાવ ૪, પ્રકરણ ૩૬, પૃષ્ઠ ૧૦૯૧–૨.