________________
ઠીક ઠીક માટે બને છે. શ્રી મોતીચંદભાઈના “શ્રી આનંદધનજીનાં પદો” ભાગ બીજે નામે વિવેચન ગ્રંથની જેમ, આ ગ્રંથનું સંપાદન પણ ભાઈ રતિલાલ દીપચંદ દેસાઈને સોંપવામાં આવ્યું હતું. એ કામ તેઓએ પૂરું કરી આપ્યું, તેને અમને આનંદ છે, અને તે માટે એમને ધન્યવાદ ઘટે છે. શ્રી આનંદઘનજીનાં સ્તવને તેમ જ શ્રી મોતીચંદભાઈના વિવેચન વગેરે અંગે કે સમગ્ર રીતે આ ગ્રંથ અંગે જે કંઈ કહેવા જેવું છે તે વિશે તેઓએ એમના સંપાદકીય નિવેદનમાં લખ્યું છે, એટલે એ બાબતમાં અમારે કંઈ કહેવાનું રહેતું નથી.
આ ગ્રંથનું સ્વચ્છ–સૂધડ મુદ્રણ અમદાવાદના સુપ્રસિદ્ધ મધુરમ ટાઈપ સેટિંગ્સ કરી આપ્યું છે. અને એનું બાઇડિંગ સાંભારે એન્ડ બ્રધર્સે કરી આપ્યું છે. એ બન્નેને અમે આભાર માનીએ છીએ.
શ્રી આનંદઘનજીની ખૂબ જાણીતી છતાં અત્યાર લગી અલ્પવિચિત આ કાવ્યકૃતિઓ જેટલી દુર્ગમ અને અર્થગંભીર છે, એટલી જ, એને અર્થ ફુટ થતાં, નિજાનંદ ઉપજાવે એવી હૃદયસ્પર્શી છે. શ્રી મોતીચંદ ભાઈની જ્ઞાને પાસનાની પ્રસાદીરૂપ આ વિવેચનથી આ કૃતિઓ સુગમ અને વિશેષ આસ્વાદ્ય બનશે, એવી અમને ઉમેદ છે. ઓગસ્ટ ક્રાંતિ માર્ગ
ચંદુલાલ વર્ધમાન શાહ મુંબઈ-૨૬
જયંતીલાલ રતનચંદ શાહ વિ. સં. ૨૦૨૬, જેઠ વદિ ૯
બાલચંદ જી. દોશી તા. ૨૭-૬-૧૯૭૦
માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય