________________
પ્રકાશકનું નિવેદન
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના નામ અને કમને વિચાર કરીએ અને સ્વર્ગસ્થ સ્વનામધન્ય શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાનું પુણ્યસ્મરણ ન થઈ આવે એવું બને જ નહીં : એવા ગાઢ આત્મીય ભાવે તેઓ વિદ્યાલય સાથે સંકળાયેલા હતા. વિદ્યાલયની સ્થાપનામાં, એના કારોબારને સુવ્યવસ્થિત બનાવવામાં, એને આર્થિક દૃષ્ટિએ પગભર કરવામાં, ઝંઝાવાત જેવી મુસીબત વખતે એના અસ્તિત્વને ટકાવી રાખવામાં અને સ સ્થાના વિદ્યાથીઓના સંસ્કાર ઘડતરમાં તેઓએ જે લાગણી અને નિષ્ઠાભરી કામગીરી બજાવી હતી તે બેનમૂન અને અન્ય સંચાલકોને માટે ઉત્તમ આદર્શની કે પ્રકાશની ગરજ સારે એવી હતી. સાચે જ, તેઓ સંસ્થાના પ્રાણ હતા, અને એમના રમામમાં સંસ્થાના હિત અને વિકાસની તમન્ના ધબકતી હતી.
શ્રી મોતીચંદભાઈના જીવનમાં જેમ સમાજ કલ્યાણની ભાવના ઓતપ્રેત બનેલી હતી, તેમ ધર્માનુરાગ અને વિદ્યાનુરાગ પણ એમના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયા હતા. એમની ધર્મભક્તિ બાહ્યાડંબરી કે ઉપરછલ્લી રહેવાને બદલે જીવનસ્પશી બની હતી; અને તેથી એ એમને ધર્મશાસ્ત્રોના અવલોકન-અધ્યયન -ચિંતન તરફ દોરી ગઈ હતી : શાસ્ત્રીય વિષયોનું અધ્યયન અને આલેખન એ એમને નિત્ય ક્રમ બની ગયું હતું. સંખ્યાબંધ પ્રવૃત્તિઓ વચ્ચે પણ તેઓ સ્વસ્થ ચિત્તો સમાયિક કરવાનું ન ચૂકતા, અને એમાં શાસ્ત્રીય વાચન-મનન અને લેખનનું કાર્ય અવિરતપણે કરતા. ઉપમિતિભવપ્રપંચાકથા, અધ્યાત્મકલ્પદ્રુમ કે શ્રી આનંદધનજીનાં પદો જેવા પ્રાચીન, દુર્ગમ ગ્રંથનું સરળ-સુગમ-રોચક ભાષાંતર કે વિવેચન, એ એમના સામાયિકનું જ ફળ લેખી શકાય. પ્રાચીન ધર્મગ્રંથનાં ભાષાંતર વિવેચન ઉપરાંત તેઓએ કેટલીક સ્વતંત્ર કૃતિઓ પણ ચી છે. આ ઉપરથી એમ કહી શકાય કે ધર્માત્મા પૂણિયા શ્રાવકનું સામાયિક એક રીતે અમર બની ગયું, તે શ્રી મોતીચંદભાઈ સામાયિક સાહિત્યસનરૂપે, બીજી રીતે, યાદગાર બની ગયું ! “શ્રી આનંદધનપદ્યરત્નાવલી” (બીજી આવૃત્તિ “શ્રી આનંદધનજીનાં પદો” ભાગ પહેલે)ની પ્રસ્તાવનામાં તેઓએ પોતે જ કહ્યું છે કે “દરરોજ સવારના સામાયિક કરવાના નિયમનું આ પરિણામ છે.”
આજે “શ્રી આનંદધન ચોવીશી”ને આ દળદાર ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે તે પણ શ્રી મોતીચંદ ભાઈના સામાયિક અને શાસ્ત્રાભ્યાસનું જ સુપરિણામ છે. પિતાના અવસાનના છ-સાત મહિના પહેલાં– સને ૧૯૫૦ ના ઑગસ્ટ માસમાં–જ શ્રી મોતીચંદભાઈએ આ ગ્રંથ પૂરો કર્યો હતો અને પ્રકાશન માટે વિદ્યાલયને સોંપ્યો હતો. આજે વીસે વર્ષ એ ગ્રંથ પહેલી જ વાર સંસ્થા તરફથી પ્રગટ થાય છે. અને વિદ્વાનો અને જિજ્ઞાસુઓ સમક્ષ આ કૃતિ રજૂ કરવાનો સુઅવસર અમને સાંપડે છે, એને એમને ખૂબ સંતેષ અને હર્ષ છે. આવા પ્રસંગે શ્રી મોતીચંદભાઈની વિશિષ્ટ શક્તિઓ અને અનેકવિધ સેવાઓને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ થઈ આવે એ સ્વાભાવિક છે. અમે તેઓના પવિત્ર આત્માને અમારી ભાવભરી અંજલિ અર્પણ કરીએ છીએ.
આ ગ્રંથમાં, શ્રી મોતીચંદભાઈએ યોગીરાજ શ્રી આનંદધનજીએ રચેલ તાત્ત્વિક અને આધ્યાત્મિક સ્તવનના પાઠાંતર, અર્થ, શબ્દાર્થ તથા શ્રી જ્ઞાનવિમલસૂરિકૃતિ ટકાને સાર આપવા સાથે, બધાંય સ્તવનોની એકએક કડીનું સવિસ્તર વિવેચન કર્યું છે. અને તેથી આ ગ્રંથ પણ, એમના બીજા કેટલાક ગ્રંથની જેમ.