________________
૨૪ (૩)
શ્રી જ્ઞાનવિમલસૂરિવિચિત
મહાવીર જિન સ્તવન
શ્રી
ભૂમિકા— ।—આ સ્તવન જ્ઞાનવિમળસૂરિએ બનાવેલ છે અને છેલ્લી ગાથામાં તેમનું નામ પણ તેમણે આડકતરી રીતે સૂચવ્યુ છે. સ્તવનની અંદર અનેક પ્રકારની ત્રિભ'ગીએ આવે છે. ત્રિભ’ગીની ખૂબી એ છે કે એમાં ત્રણ વિભાગ બરાબર પાડવામાં આવે તે એક પ્રકારના વિચારરિપૂર્ણ થઇ જાય. આપણે સ્તવનના વિવેચનમાં જોઇશું કે આવી ત્રિભંગીએ જ્ઞાનવિમળસૂરિએ અનેક રીતે પૂરી પાડી છે. એ રીતે આ સ્તવન જુદી ભાત પાડે છે અને તેના લેખકની વિદ્વત્તા બતાવે છે.
આ સ્તવન પર બહુ વિવેચન કરવાની જરૂર નથી. સમજવા પૂરતી અને ત્રિભ'ગી બતાવવા પૂરતી વિવેચના થશે. બાકી, આનંદઘનનું તત્ત્વજ્ઞાન કયાં અને તેના પ્રમાણમાં આ કૃતિ કયાં ?–એ સરખામણી કરવા માટે આ સ્તવન અહીં આપ્યું છે; તે બન્ને કવિએની વિદ્વત્તામાં કેટલે ફેર છે તે નિર્દેશČન કરાવવા પૂરતું ઉપયોગી છે.
આ પ્રાણીનું અભિમાન જોઈએ ત્યારે નવાઈ લાગે છે કે એ છાતી કાઢીને કેમ ચાલતા હશે ? એનાં તાફાન જોઇએ ત્યારે એને કદી મરવાનુ... હાય એમ લાગતું જ નથી. અને એનાં કાવાદાવા અને ધમાલ તા જોવા જેવાં હાય છે. એના મનમાં રમત જુદી, એની સમજાવટ જુદી. અને એના પેાતાના માનેલા અને પારકા માનેલાની સાથેના વર્તાવના તફાવત જોવા લાયક હોય છે. અને મનના વિકારો અને ગાઠવણા મધું જાણે એ અહીં જ બેસી રહેવાના હોય તે રીતે જ કરતા જોવામાં આવે. એ ચારિત્ર અને સદ્ભાવની વાતા કરે, પણ વન વખતે તેના ગોટાળા તપાસ્યા હાય તે તે જુદી જ જાતને મનુષ્ય જણાય. અને એના પ્રચ્છન્ન ભાવે। અને તદ્ન જુદા જ પ્રકારની વ્યક્તિ બતાવી આપે. આવી વ્યક્તિએ વળી મેાક્ષની વાત કરે ત્યારે એ જુદા જ પ્રાણી હાય તેમ ખેલે, પણ એને કામ કરતાં જોયા હોય તેા તેના વિચારો અને વન વચ્ચેના તફાવતને અંગે એક આખું પુસ્તક ભરાઈ જાય ! આ સંસાર આવેા છે, નિઃસાર છે અને એવા સંસારમાંથી રસ્તા શેાધવાના છે, એ રસ્તા જડવા મુશ્કેલ છે. પણ આ જીવનયાત્રાને સફળ કરવા તેવા સાચા માની પ્રાપ્તિની જરૂર છે. આને અંગે ખૂબ વિચાર કરવાના છે. એ વિચાર આ સ્તવનના કર્તા કેવા શબ્દોમાં બતાવે છે તે હવે જોઇએ અને આનંદઘને તત્ત્વજ્ઞાનને કેવી રીતે રમત કરતાં અપનાવ્યું છે, તે સરખાવીએ.