________________
૪૮૬]
શ્રી આનંદઘન-વીશી ઓળખવા પ્રયત્ન કરે અને ઓળખીને ન અટકતાં પિતે પરિપૂર્ણતામય થવા બનતે પ્રયાસ કરે. અને તે વાતમાં આ ભવમાં પરિપૂર્ણતા ન મળે તે તેની નજીક જેટલા જવાય તેમાં આપણા પ્રયાસની સિદ્ધિ છે; કારણ કે જેમ રસ્તે નજીક થાય તેમ આપણા મુદ્દાની નજીક જવાય તેટલે રસ્તો કપાય છે. અને એ આત્મસ્વરૂપ તે અંતિમ-છેલ્લા ભવમાં મળે તેવું છે, પણ તેની નજીક જવાય તે પણ જીવન સફળ છે. કારણ કે ખૂબ વિચાર કરતાં આ નિજસ્વરૂપ, એ એક જ વસ્તુ મેળવવા યોગ્ય છે. બાકી છોકરાં, બૈરી, ઘરબાર કે પૈસા અહીં ગમે તેટલાં મળે તે સર્વ અહીં જ રહી જવાનાં છે. તેને મૂકીને જવાનું છે અને તે મૂકવાના છે તે ચોક્કસ છે. પછી વહેલાં કે મોડાં–જેટલું આયુષ્ય હોય તેના પ્રમાણમાં–આ વાત સ્વીકારવા યોગ્ય છે.
આ જીવ તે એવો છે કે એ સ્વરૂપને સમજાતું નથી, અને સમજે તે પણ પડશે એવા દેવાશે,’ એમ માની અત્યારે તે પરભાવમાં રમણ કરે છે. આ દીર્ઘદૃષ્ટિની કે ડહાપણની વાત નથી, આ સમજણનું સ્પષ્ટ પરિણામ નથી. એ જેટલે અંશે જલદી સ્વીકારવામાં આવશે તેટલે અંશે લાભ થશે અને તે સ્થાયી લાભ છે; અને સ્થાયી લાભ તે જ ખરેખરો લાભ છે. આજે મેટર પિતાની હોય અને ઘરનાં ઘર હોય, પણ અંતે તે સર્વ અહીં રહી જનાર છે, અસ્થાયી છે, તેથી હંમેશને–સ્થાયી લાભ થાય તેવા નિજ પદાર્થ તરફ જવાની અને તેને પોતાના બનાવવવાની જરૂર છે, અને તે પિતાના હિત માટે છે. આવી રીતે આત્માને એના શુદ્ધ સ્વરૂપે ઓળખવા અથવા તેની નજીક જવા માટે પ્રયાસ કરી આ ભવને સફળ કરે. (૨૪–૨) જુલાઈ : ૧૯૫૦ ]