________________
૨૪-૧: શ્રી મહાવીર જિન સ્તવન
[૪૭૩ ઉત્કૃષ્ટ વીરજને વેસે, યોગક્રિયા નવિ પેસે રે,
ગતણી ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન બેસે રે. વીર. ૪
અર્થ—ઊંચામાં ઊંચા પ્રકારના વીર્યને આધારે મન-વચન-કાયાના ગેની ક્રિયા અંદર દાખલ જ થતી નથી, પિસતી જ નથી. વેગની નિશ્ચળતા આત્મશક્તિને જરા પણ ડગાવી શકે નહિ. (૪)
વિવેચન–જ્યારે ચેતન પિતાનું ઉત્કૃષ્ટ વીર્ય ફેરવે-વાપરે, ત્યારે મન-વચન-કાયાના ગો કાંઈ કર્મબંધન કરે નહિ. વેગની ધ્રુવતાનું એ લક્ષણ છે કે એ જ્યારે ઉત્કૃષ્ટ દશામાં હોય ત્યારે મને ગમે તે કામ કરે, વચન બોલે કે કાયા કામ કરે તે કોઈ જાતનું કર્મ બંધન કરાવતાં નથી. તેથી સર્વ કિયાએ અટકી જાય છે. જેમ આત્માના આઠ ફુચક પ્રદેશને કર્મ લાગતાં જ નથી, તેમ આત્મા જ્યારે ઉત્કૃષ્ટ વીર્ય ફેરવે છે તે વખતે ત્રણે પ્રકારના યોગ કઈ કર્મબંધન કરતા નથી, આ ઉત્કૃષ્ટ વીર્યનું પરિણામ છે અને આત્મા જ્યારે ઉત્કૃષ્ટ વીર્ય ફેરવે છે ત્યારે કઈ પ્રકારનું કર્મબંધન થતું નથી, અને આત્મશક્તિ જરા પણ મચક આપતી નથી. પણ તેણે તેનું ઉત્કૃષ્ટ વિર્ય ફેરવવું જોઈએ. આવી રીતે પ્રાણી સર્વ કર્મને ક્ષય કરી મોક્ષમાં જાય છે. એવા વીર્યને પ્રગટ કરવાની મારી ભાવના છે. તેને હે પ્રભુ! પ્રકટ કરો અને હું મારું ઉત્કૃષ્ટ વીર્ય વાપરું એવું આપ મારા સંબંધમાં કરી આપે એવી મારી આપને વિજ્ઞપ્તિ છે. આત્માની ધ્રુવતા કેવી લાક્ષણિક છે તે આપણે આગળ જોઈ આવ્યા છીએ અને તેવા ઉત્કૃષ્ટ વીર્યમાં જ્યારે ચેતન પડે છે ત્યારે ગો મુદ્દલ નવીન કર્મબંધ કરતા નથી, એ સ્થિતિ પ્રાપ્ત કરવાની આ જીવની ભાવના છે. (૪)
કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે;
સૂરપણે આતમ ઉપયોગી, થાય તેહ અયોગી રે. વીર. ૫
પાઠાંતર–વીરજ' સ્થાને ભીમશી માણેક “વીસ્ય’ છાપે છે. “નવિ” સ્થાને ભીમશી માણેક “નવી ” પાઠ છાપે છે. “શક્તિ” રથાને ભીમશી માણેક “શગતી ” પાઠ છાપે છે, (૪)
શબ્દાર્થ–ઉત્કૃષ્ટ = સારામાં સારું, વધારેમાં વધારે, સરસમાં સરસ. અચળ. વીરજ = વય, શક્તિ, બળ. વેસે = હોય ત્યારે, વેશમાં, આવેશમાં. ગક્રિયા = મન-વચન-કાયાની હિલચાલ. નવિ = નહિ, (નકારાત્મક ). પેસે = દાખલ થાય. યોગતણ = મન-વચન-કાયાના યોગોની. ધ્રુવતા = નિશ્ચલપણાને લીધે. લેશે = જરા પણ, લેશમાત્ર પણ. આતમશક્તિ = આત્મશક્તિ, પિતાના આત્માની શક્તિ. ખેસે = ચલાવે, ગતિમાં મૂકે. (૪).
પાઠાંતર– “હ” સ્થાને ભીમશી માણેકે “તેહને ' પાઠ છાપ્યો છે. (૫).
શબ્દાર્થ-કામ = પુરુષને સ્ત્રીની ઈચ્છા, સ્ત્રીને પુરુષની ઇચ્છો. વીર્ય = ભોગવવાની મરજી, વલણ, વશે = વશ પડીને, તાબે થઈને. જેમ = યથા, જે પ્રમાણે ભોગી = સંસારી પ્રાણી, સાંસારિક જન. તેમ = તથા, તે પ્રમાણે. થ = નીપજ્ય. ભોગી = તેનો અનુભવ કરનાર. સૂરપણે = બહાદુરીથી. આતમ = આત્મા, નિજ ઉપયોગી = ઉપયોગમાં વતી થાય = નીપજે. તેહ = તે, એ જ, યોગી = વેગ વગરનો, ગહીન. (૫)