________________
૪૬૮]
શ્રી આનંદઘન-ચાવીશી સુખની પાછળ દુઃખ ડોકિયું કરી રહેલ હોય, તેને ક્યા અર્થમાં સુખ કહેવાય? આવી બેટી માન્યતાનાં સુખ પ્રાપ્ત કરવા માટે તે ખટપટ કરે છે, અને પિતાની હોંશિયારી બતાવે છે. પણ માંડેલ બાજીને પલટાતાં વખત લાગતું નથી. અને પછી એકના એક છોકરાના મરણ વખતે કે વહાલાં સગાંઓના વિલય વખતે પિતાનું જીવન પણ અકારું લાગે છે. માન્યતાનાં સુખની આવી સ્થિતિ હોવાથી એ સુખને મેળવવા પ્રયાસ કરો, અને કદાચ થોડા વખત માટે સુખ મળે તે તેમાં રાચવું, એ વસ્તુસ્થિતિનું અજ્ઞાન બતાવે છે. એટલા માટે આત્મિક સુખ પ્રાપ્ત કરવા ઉદ્યમ કરવો તે આ સ્તવનને ઉદ્દેશ છે. તેમાં બહુ વિવેચન આવશ્યક નથી, કારણ, અર્થ સમજાય તેવો ઉઘાડે છે. એટલા માટે આ સ્તવન પર જરૂરી વિવેચન કર્યું છે.
સ્તવનની આખરે જ્ઞાનવિમળસૂરિએ પિતાનું નામ પણ આડકતરી રીતે બતાવી દઈ એ કોની કૃતિ છે તે સ્પષ્ટ કર્યું છે. તેઓ સુંદર અર્થ કરનાર અને જાતે કવિ થઈ ગયા. તેમને ધર્મ પ્રેમ વિશાળ હતો અને તપગચ્છની પાટને પિતાના જીવનના સમયમાં દીપાવી ગયા હતા. તેમની કૃતિઓ ઉપલબ્ધ થઈ તે પ્રકટ કરવામાં આવી. તેઓનું નામ અવિચળ રાખવાને યોગ્ય પ્રયત્ન થયે છે તે સુંદર વાત છે. તેમના આદર્શ ચરિત્રની પણ લોકહિતાર્થે જરૂર છે. તેમની કૃતિનું એક મહાવીરસ્વામીનું સ્તવન રજૂ કરી આ આનંદઘન ચોવીશીને અત્યંત રસિક વિષય પૂર્ણ કરવામાં આવશે. (૨૩-૩) જુલાઈ : ૧૯૫૦ ]