________________
૩૨ ]
શ્રી આન ઘન-ચાવીશી
ગેયતા—સ્તવન પરનું સીધું વિવેચન શરૂ કરવા પહેલાં તેને અંગેના જરૂરી ખુલાસા કરવા પ્રાસ્તાવિક છે. આનંદઘનમાં સ` સ્તવનોની ગેયતા અદ્ભુત હાય છે, પણુ તેમાં પણ આ સ્તવનની ગેયતા તા કાંઇ અનેરી છે. દરેક ગાથાને છેડે ‘ પથડો નિડ્ડાળુ` રે ખીન્ન જિન તણેા ૨’–એ ખેલતાં મનમાં ભારે લહેર આવે છે. જાણે વાયુવાન (એરોપ્લેન)માં બેઠા બેઠા રેલમા, નદીમા, સમુદ્રમાર્ગ, ગાડાના ચીલા અને ખેતરની કેડીએ નિડ્ડાળતા હોઇએ એવા ભાવ આવે છે; પણ જ્યારે બીજી વ.૨ ‘વાટડી વિલેાકુ રે બીજા જનની ૨' તેની પછી તુરત ગાવામાં આવે છે, ત્યારે તેા અતરની માજ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. જો આ સ્તવન પદ્ધતિસર ગાવામાં આવે તે અંદરથી ભારે હલક લાગે તેવું છે, એને હૃદયમાં ઉલ્લાસ જાગે તેવી એની પદ્ધતિસર આગળ ધપતી રચના છે, અને છતાં એમાં કવિની રચના કરતાં ચેગીના હૃદયના આલાપાનું એકત્રીકરણ હૃદયંગમ થયા વગર રહે તેમ નથી. આ · વાટડી મિલેકવા ’ની ટેક (આંકણી ) પ્રતેામાં જ છે, પણ ભારે અસરકારક છે અને પ્રભુમ`દિરમાં કે એકાંત સ્થાનમાં શાંતિ વચ્ચે બેલવામાં આવે ત્યારે ભારે સુંદર વાતાવરણ જમાવે છે.
6
રે ’કાર કોઈ પણ
વધારો કે ઘટાડો
· રે ’કારને અંગે પાઠાંતરોમાં ઘણા ભેદ્ર છે. કોઇ કોઇ પ્રતમાં તે ‘ સ્થાને નથી. રે 'કાર ગાવાની પદ્ધતિ પર આધાર રાખે છે અને એને કરવામાં આવે તે તેથી પાઠની અશુદ્ધિ થતી નથી. એનું કારણ એ છે કે આ કાવ્ય કાંઈ માત્રામેળના છંદ્ર નથી. અતે દેશીના રાગેામાં‘રે’કે ‘લાલ ’વધારી-ઘટાડી શકાય છે. આ સ્તવન ખૂબ અનુભવને અંતે લખાયેલું જણાય છે અને એમાં ઊંડી વિચારગ઼ા અને લાંબી દૃષ્ટિની નજર તારવી શકાય તેમ છે. આ સ્તવન ખૂબ વિચારણા માગે છે અને પૃથક્કરણ કરી સમજવા યાગ્ય છે.
એક વધારે ખુલાસો પણ પ્રસ્તુત છે. આ સ્તવનામાં તીર્થંકરદેવનું નામ આવે ત્યારે તેના અર્થ અંતરાત્માને ગમતી પરમાત્મદશા અથવા વીતરાગભાવનું રૂપક સમજવું. એ દૃષ્ટિએ સર્વાં જિનેશ્વરે એકસરખા છે, સ`માં અનંત ગુણ ભરેલા છે, સ વીતરાગ, વીતદ્વેષ છે, અઢાર દૂષણાથી રહિત છે અને વિષય-કષાય પર વિજય મેળવી હિરાત્મભાવ છોડી, અંતરાત્મદશા પ્રાપ્ત કરી છેવટે પરમાત્મદશાએ પહેોંચેલ હેાય છે. આ દૃષ્ટિએ સવીતરાગેામાં સમાનતા છે; એ આદશ ગુણ્ણાને અજિતદેવને નામે ઓળખીએ કે શાંતિનાથને નામે વર્ણવીએ, તેમાં જરા પણ ફેર પડતો નથી. એટલે આદિનાથની મૂર્તિ કે ચિત્તમૂર્તિ સામે આપણે અજિતનાથનું સ્તવન ખેલીએ તે તેમાં જરા પણ વાંધો નથી; કારણ કે વીતરાગદેવ કાંઇ લેતા નથી, દેતા નથી; એ તે પાતે જન્મ-જરા-મરણથી મુક્ત થયેલા, રાગદ્વેષ વગરના, કોઈ પર ઉપકાર-અપકાર ન કરનાર, માત્ર આદર્શ છે અને પરમાત્મભાવની સમજણુ દ્વારા અંતરાત્મદશા તરફ પ્રેરક છે, એટલે જ્યાં જ્યાં અમુક એક તીર્થંકરનું નામ આવે ત્યાં આદર્શ પરમાત્મા વીતરાગ છે એમ સમજવું. એટલે આ ખીજું સ્તવન અજિતનાથ ભગવાનને ઉદ્દેશીને લખાયેલું છે, છતાં એ વીતરાગભાવને પામેલ મહાઉપકારી ભાવત્યાગી કોઇ પણ વીતરાગને લાગુ પડી શકે.