________________
૨ઃ શ્રી અજિતનાથ સ્તવન
| [૩૧ ચેતનના સુખમાં શા માટે?—કોઈ વિવેચનકારે આ સ્તવન શુદ્ધ ચેતનાના મુખમાં મૂક્યું છે, પણ આ રતવનની પ્રથમ ગાથામાં “પુરુષ” શબ્દ અને છેલ્લી ગાથામાં “જન” શબ્દ એમ કરવામાં આડા આવે છે, એટલે આ આખા સ્તવનને, પ્રથમ સ્તવનને અંતે કરેલા નિર્ણયને પરિણામે, ચેતનરાજના મુખમાં મૂકવું એ મને વધારે વાસ્તવિક લાગે છે. ચેતનાના મુખમાં એને મૂકીએ તે કાવ્યનું ગેયતત્ત્વ કવિનાં ઉડ્ડયન અને કલ્પનાને ભવ્યતર બતાવે છે; માર્ગ પ્રતીક્ષા પ્રેમી સ્ત્રી કરે, વિરહી સ્ત્રી પતિના માર્ગની અવલેકના કરે, એ વાત સમુચિત લાગે છે, પણ એમ કરવા જતાં પ્રથમ ગાથાનું આખું વાક્ય અને વિચારધારા અપ્રસ્તુત થઈ જાય છે, એટલે ચાલુ પરિસ્થિતિમાં વર્તતા પણ વિકાસ સાધવાને ઉઘુક્ત થયેલા ચેતનરાજના મુખમાં મૂકવું એ વધારે વાસ્તવિક લાગ્યું છે. અને આખા સ્તવનમાં વિરહી સ્ત્રીની માર્ગ પ્રતીક્ષાને બદલે મુમુક્ષુની માનસિક તાલાવેલી વધારે કામ કરતી જણાય છે અને છેલ્લી ગાથામાં “જન ' શબ્દને ઉપયોગ એ વાતને વધારે સ્પષ્ટ રીતે દર્શાવે છે. એટલે હું આ સ્તવનને ચેતનરાજના મુખમાં મૂકવાની હકીકતને વધારે સાર્થક અને સંબંધને અનુરૂપ માનું છું.
આ ચેતન હજુ સંસારી છે. સંસારમાં હરતે ફરે છે, મને વિકાર પર સામ્રાજ્ય મેળવવાની ઇચ્છાવાળો છે, પણ શુદ્ધ ચેતનાના સ્વામીત્વ ભાવને સંપૂર્ણ ભાવે વરેલ નથી, પણ એ લાયકાતવાળે થતું જાય અથવા તે માગે છે, એટલી વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ચેતનનું અત્યારે શું સ્થાન છે એ પ્રથમ ગાથામાં પિતાના શબ્દોમાં જ બતાવનાર છે, ત્યાં એને પરિચય થઈ જશે. એ દૃષ્ટિએ વર્તમાન જિજ્ઞાસુ અને મુમુક્ષુ સ્થિતિમાં મધ્યમ કક્ષાના મારા-તમારા જેવા વહેવારુ મુખમાં મૂકયું છે.
માગપ્રાપ્તિની વિષમતા–વીતરાગભાવને પ્રાપ્ત કરવાની અને તેને સાચે માગે ચઢવાની વિષમતા કેટલી છે, તેને પૂરો ખ્યાલ ઊડી વિચારણા વગર આવે તેમ નથી. વિચાર કરતાં જણાશે કે પ્રાણી અનેક વાર પિતાની જાતને છેતરે છે, વધારે પડતું ડહાપણ કરવા જતાં આડે માગે ઊતરી જાય છે અને માત્ર બુદ્ધિ પર આધાર રાખવા જતાં કથેરે ચઢી જાય છે કે ઠોકર ખાઈ બેસે છે. તેથી વિશુદ્ધ પતિદેવના માર્ગની ગવેષણ કરવાના અદ્ભુત આંતર નિષ્ઠાવાળા આ સ્તવનને ઊંડે ભેદ સમજવા પ્રયત્ન કરવા યોગ્ય છે. એમાં વ્યવહારને ભેગે નિશ્ચયની પોષણ નથી, પણ વાસ્તવિક પરિસ્થિતિનું સ્પષ્ટ લાક્ષણિક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. એને સમજવાના પ્રયત્નમાં પણ એક પ્રકારને આનંદ થાય તેમ છે અને ચેતન પોતે ઊભે છે તેને ખ્યાલ આવે તેમ છે. એક વાત પર ધ્યાન ખેંચવાની જરૂર ગણાય છે. માત્ર બુદ્ધિના માર્ગો અને પ્રગત ગીની આત્મિક વિચારણાના ઝોકમાં તફાવત તે રહે જ, પણ એને સમન્વય કરવાની કળા પ્રાપ્ત થઈ જાય તે પછી જે વાસ્તવિકતાનું સહજ ભાન થાય છે, તેની મોજ ઔર પ્રકારની છે. એ આંતર દષ્ટિએ પ્રેરક બને છે અને સહજભાવે ચેતનને વિકાસને પંથે આગળ ધપાવે છે. માર્ગ પ્રાપ્તિની વિષમતા જોઈ જાણી ચેતનરાજ ગભરાઈ જાય તેવા તે કાચાપોચા નથી, પણ એની બુદ્ધિજન્ય જિજ્ઞાસાવૃત્તિ એને વાસ્તવિક વિચારણાને પંથે લઈ જઈ એને કેવા સુંદર નિર્ણય પર લઈ આવે છે તે ખાસ વિચારવા જેવું છે.