________________
ર૩-૨: શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[૪૫૩ અને એ છેટાપણાને દૂર કરવાને જ આ પ્રયાસ છે. આ કેન્દ્રસ્થ વિચારને જુદી જુદી ભાષામાં અને જુદી જુદી પરિસ્થિતિમાં બતાવવામાં આવેલ છે. આ કેન્દ્રસ્થ વિચારને વિકાસ આ સ્તવનમાં કરવામાં આવેલ છે. તેના પર બહુ નેંધ કરવાની જરૂર નથી. આ મુદ્દાની વાત ધ્યાનમાં રહે અથવા ભૂમિકા તરીકે અગ્રવચનમાં ગણવામાં આવે તે આખું સ્તવન બરાબર સમજાઈ જાય તેવું છે. તેથી તે પર પ્રથમ ધ્યાન આપવું અને પ્રભુમાં અનેક ગુણો પ્રાદુર્ભાવ પામેલા છે અને આ પ્રાણીમાં તે સર્વ ગુણે પ્રચ્છન્ન ભાવે છે તે ધ્યાનમાં રહે તે આ સ્તવનને બાકીને ભાવ સ્પષ્ટ થઈ જશે; એ પ્રાથમિક વાત તરફ આ ઉપદ્રઘાતમાં ધ્યાન ખેંચવાની જરૂર જણાઈ છે. આ વાત ધ્યાનમાં રાખી આ સાદા સ્તવનને વિકાસ કરીએ તે માગ ઘણો સરળ થઈ જશે.
સ્તવન (શાન્તિ જિન એક મુજ વિનતિ—એ દેશી) પાસ જિન તાહરા રૂપનું, મુજ પ્રતિભાસ કેમ હોય રે, તુઝ મુજ સત્તા એકતા, અચલ વિમલ અકલ જોય રે, પાસ) ૧
અથ_શ્રી પાર્શ્વનાથ ભગવાન ! તારા રૂપને મારામાં સાક્ષાત્કાર કેમ થાય? એક રીતે સત્તાએ તે તારામાં અને મારામાં અભિનપણું છે–એક્તા છે. આપ આપના સ્વરૂપથી ચલાયમાન થાઓ તેવા નથી, તેમ હું પણ સત્તાતે ખસું તે નથી. તમે કર્મરહિત છે, તેમ સત્તાએ મને કર્મ લાગતાં નથી (નિશ્ચયનય). અને આપ કેઈથી કળી–જાણી શકાએ તેવા નથી, તેમ હું પણ અકળ છું તે દેખીને-વિચારીને હું આપને પૂછું છું કે આપનું સ્વરૂપ હું પ્રત્યક્ષ કેમ કરી શકું? (૧)
વિવેચન–હે શ્રી પાર્શ્વનાથ પ્રભુ! તારું રૂપ જે છે તેનું જ્ઞાન-આવિર્ભાવ મને કેમ થાય? તે રૂપ ચલાયમાન થતું નથી, તું તે એકસરખે અચલાયમાન-સ્થિર રહે છે, તે તદ્દન નિર્મળ છે-કર્મમેલથી અલિપ્ત છે અને સમજી ન શકાય તેવે છે. અને મારે અને તારે સત્તાએ તે એકતા છે. તે તારું જે સ્વરૂપ છે તેવું મારે કેમ આવિર્ભાવ પામે?—એ મારે આપને સવાલ છે. સત્તાગત કર્મ એ પૂર્વે બાંધેલાં કર્મો પૈકીનાં કર્મો ઉદય અથવા ઉદીરણ પામે, પણ જેને કાળ ન પાક્યો હોય તે સત્તામાં પડ્યાં રહે. પણ સત્તાની નજરે જોઉં અને તમારા અને
શબ્દાર્થ–પાસ જિન = તેવીસમા તીર્થંકર, જિનદેવ. તાહરા = તારા, આપના. રૂપનું = સ્વરૂપનું. મુજ = મને. આ જીવને. પ્રતિભાસ = સાક્ષાત્કાર, દેખવું તે. કેમ = શી રીતે. હાય = થાય, બને. તુજ = તમારી, આપની, તારી. મુજ = મારી. સત્તા = Potentiality, હોવાપણું. એકતા = એકત્વ, સરખી. અચલ = ચાલે નહિ તેવી, ખસે નહિ તેવી. વિમલ = નિમળ, મેલ વગરની. ( નિશ્ચયનયે શુદ્ધ.) અકલ = સમજ્યામાં ન આવે તેવી, જાણી ન શકાય તેવી. જેય = જોઈને, દેખીને, જાણીને. (૧)
૧. આ સ્તવન ભીમશી માણેકના પુસ્તકમાં છપાયેલ છે, તે પરથી લીધું છે. બીજી કોઈ પ્રતમાં આ સ્તવન મળ્યું નથી, તેથી આ સ્તવનને કોઈ પાઠાંતર ન નથી.