________________
૨૩ (૨) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
ભૂમિકા–આ સ્તવન જ્ઞાનસારના ટબામાં છે, પણ જ્ઞાનવિમળસૂરિને જે સ્તવન આનંદઘનનું પોતાનું કરેલું સાંપડ્યું તેમાં આ સ્તવન આવતું નથી. તેથી આ સ્તવન પર જ્ઞાનવિમળસૂરિને અર્થ-દબો જણાતું નથી, પણ તે અર્થ વગર મેં સ્તવન પર અર્થ લખે છે તે જ્ઞાનસારના અર્થને અનુસરીને લખે છે, આનંદઘનજીએ બાવીશ સ્તવનમાં બતાવેલ તત્વચર્ચા કેવી પ્રૌઢ અને રમતી ભાષામાં કરેલ છે તે સરખામણું કરવાની વાચકને અનુકૂળતા આવે તે માટે આ સ્તવન પણ મેં આ ગ્રંથમાં આનંદઘનજીની કૃતિ તરીકે, માત્ર સરખામણીની દષ્ટિએ, સ્થાન આપ્યું છે, પણ તે આનંદઘનજીની કૃતિ નથી એ તે ઉપલક ભાષા દૃષ્ટિએ પણ અનુમિત થાય છે. આ સ્તવન પર બહુ વિવેચન કે વિસ્તાર કરવાની જરૂર નથી, પણ તે સરખામણી કરવા યોગ્ય છે અને આનંદઘનજીની ભાષાથી તેની ભાષા તદ્દન જુદી પડી જાય તેવી છે, તે નોંધ કરવા લાયક બીના છે.
આ સ્તવનમાં “સત્તા’ શબ્દ ઘણે ઉપયોગી અને કેન્દ્રસ્થાને છે એમ મને લાગે છે. સત્તા એટલે અંગ્રેજીમાં જેને potentiality કહે છે તે છે. એટલે પૂર્વકાળમાં જે કર્મ બાંધ્યાં હોય તે આત્મા સાથે લાગેલાં રહે અને તે તથા સંક્રમણ પામીને ફરી ગયેલાં કર્મો હોય તે આત્મામાં રહે તેનું નામ “સત્તા” કહેવામાં આવે છે. એટલે ઉદયમાં કર્મ ન આવે અને આત્મા સાથે સ્થિતિની રાહ જોતાં પડ્યાં રહે તે સત્તાગત કર્યો છે. એ કર્મો કયાં કયાં હોય એ વગેરેની વિગતવાર હકીક્ત બીજા કર્મગ્રંથમાં વિસ્તારથી ચર્ચવામાં આવી છે.
તેવી જ રીતે સત્તાગત આત્મરિથતિ કેવી ભવ્ય છે, અને તેને પ્રયાસથી ઉદયમાં લાવી શકાય છે અને તેને પ્રતિભાસ પ્રાદુર્ભાવ થઈ શકે છે, એ સ્થિતિનું આ સ્તવનમાં વર્ણન છે. પોતાની વાત સત્તા ગતે છે, ભવિષ્યમાં પ્રયાસે પ્રાપ્ત થઈ શકે તેવી તે સ્થિતિ છે. અને એ સ્થિતિ કેવી રીતે પ્રતિભાસમાં લઈ આવવી તેને માટે આ મુમુક્ષુ જીવને સવાલ છે. પોતાની સત્તાગતભવિષ્યમાં પ્રાપ્ત કરવાની–સ્થિતિ અને ભગવાને પ્રાપ્ત કરેલી સ્થિતિ સત્તા અને પ્રાદુર્ભાવથી એકસરખી જ છે એમ આ સ્તવનમાં બતાવવા પ્રયાસ કર્યો છે, અને વ્યવહાર અને નિશ્ચયનયને એક ગણવામાં આવે તે ભગવાન અને આ જીવ એક સરખા જ છે એમ આ સ્તવનમાં બતાવવામાં આવ્યું છે. “આવિર્ભાવથી તેહ સયેલ ગુણ માહરે,' એટલે જ્યારે ભવિષ્યકાળમાં યોગ્ય પ્રયાસથી તે ગુણે મારામાં પ્રકટ થશે ત્યારે નિશ્ચયદષ્ટિએ સર્વ ગુણ મારામાં જ છે, મારા જ છે એમાં તફાવત એટલે જ છે કે તમારા ગુણે પ્રકટ થયેલા છે અને તે જ ગુણે મારામાં અંદર પડી રહેલા છે. આ છુપાયેલા અને પ્રગટ કરેલા ગુણોને મારે અને ભગવાનને આંતરે છે,