________________
ર૩ (૧) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ભૂમિકા–આ સ્તવનના કર્તા આનંદઘન નથી એ સર્વસ્વીકૃત વાત છે, પણ ઘણું અટપટુ હોઈ એ ખાસ વિચારણે માગે છે. તેને સમજવા માટે ખાસ તકને અભ્યાસ જોઈએ. મારા ધારવા પ્રમાણે આ સ્તવનને આખો ઝેક “ધ્રુવ” શબ્દ પર છે. આત્મા દ્રવ્યરૂપે ધ્રુવ છે, અને આત્મિક દ્રવ્યરૂપે ધ્રુવ રહેનાર છે. એના પર્યાયે ગમે તેટલા ફરે, તે ગતિઓમાં ફર્યા કરે, ત્યાં એનાં નામ-રૂપમાં ફેરફાર થયા કરે, પણ આત્મારૂપે તે એક સ્થાયી–ધ્રુવ દ્રવ્ય છે. આ એની ધ્રુવતા સમજવી અને સાથે પર્યાયપલટન ભાવ સમજો. આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયદષ્ટિએ અનિત્ય છે. આ રીતે આત્માને નિત્યાનિત્ય ભાવ શીખવનાર એક જૈન દર્શન જ છે. અને જૈન દ્રવ્યાનુયોગનું-તત્વજ્ઞાનનું રહસ્ય એ નિત્યનિત્યભાવ સમજવામાં જ છે. આત્માને અમુક અપેક્ષાએ નિત્ય પણ કહેવાય અને તે સાથે જ અમુક અપેક્ષાએ તેને અનિત્ય પણ કહેવાય. આ ચાવી જે એક વાર બરાબર બેસી જાય તે આખી જૈન ફિલસૂફી (philosophy) સમજવામાં બહુ મુસીબત નહિ પડે. અન્ય મતમાં Àત અને અદ્વૈત મતે અને અદ્વૈતમાં વળી વિશિષ્ટાદ્વૈત અને શુદ્ધાદ્વૈત વગેરેમાં જે ગૂંચવણ પડે છે, તે જૈન તત્વજ્ઞાન સમજનારને નથી પડતી. એ નિત્યપક્ષ પણ સ્વીકારે છે અને અનિત્યપક્ષ પણ સ્વીકારે છે એમાં જરા પણ અનિશ્ચિતતા નથી; માત્ર ઢાલની ડાબી અને જમણી બાજુ જોવાનું દષ્ટિબિન્દુ છે. હાલની એક બાજુ સોનાની હોય, બીજી બાજુ રૂપાની હોય, તે સેનાની બાજુ જેનાર ઢાલને પીળી કહે અને રૂપાની બાજુ જોનાર ઢાલને સફેદ કહે. પણ જૈન તત્વજ્ઞાન કહે છે કે તમે ઢાલની બને અને સર્વ બાજુઓ જુઓ. એ જ સ્યાદ્વાદ છે. અને તે સમજવો અને પચાવવો ઘણો કરે છે. પણ એક વાર તે સમજાઈ જાય તે એ દીવા જેવી વાત છે અને અનિશ્ચિતતા વગરનું એ વસ્તુધર્મનું સત્ય નિરૂપણ છે. આ સ્તવનને મુખ્ય સૂર આ છે.
બાકી, પ્રાણી જનાવર થાય, પક્ષી થાય, મગરમચ્છ થાય અને માછલું પણ થાય. એ તે એમ ને એમ ફરતે આવે છે, દરેક સ્થાને મા-બાપ, ભાઈ-ભાંડુ કરે છે અને થોડા વખતમાં ત્યાંથી બીજા ભાઈ-ભાંડુ કરે છે. આ સર્વ ફેરફારને પર્યાયપલટન કહે છે. એવાં અસંખ્ય સગાંસંબંધીઓ આ પ્રાણીએ કર્યા પણ તે તે એક જ રહ્યો. આ નિત્યાનિત્ય ભાવ સમજ એ ચાવીરૂપ છે. એ ખૂબ સાદો છે, પણ ભારે ઝીણવટથી ભરેલું છે. અને એક વાર એની ઘડ બેસી જાય તે આખા જૈનધર્મના તત્ત્વવિભાગને સમજવામાં જરા પણ મુસીબત - ૧. જ્ઞાનવિમળસૂરિએ આ સ્તવનને અર્થ કર્યો હોય તે તે મારી પ્રતમાં આપેલ નથી, તેથી મને સૂઝળ્યો તેવો અર્થ કર્યો છે.