________________
પુરવણી*
તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૩ સ્તવના તથા ચાવીસમા તી કર શ્રી મહાવીરસ્વામીનાં ૩ સ્તવને
બાકીનાં સ્તવના આનંદઘનજીના નામનાં છે તેથી તે પણ આખી ચોવીશી પૂ કરવા વિચારી જઈએ. એ આનંદઘનજીની કૃતિ નથી જ, એ તે સવસ્વીકૃત વાત છે. જ્ઞાનસાર ખાવીશ સ્તવનનો અર્થ લખી વિ. સં. ૧૮૬૬ ના ભાદરવા સુદ ૧૪ ને રોજ જણાવે છે કે આ પછવાડેનાં એ સ્તવના આનંદઘનજીનાં જ કરેલાં છે અને પછવાડેથી હાથ લાગેલાં છે : એ રીતે એ સ્વીકૃત વાત પણ અસ્વીકૃત થઇ જાય છે. જ્ઞાનસારે ત્રીસ વર્ષ સુધી આનંદઘનજીનાં સ્તવને પર વિચારણા કરી હતી. તેમના મતને મહત્ત્વ આપવું જોઇએ, પણ કૃતિ અન્યની છે એમ, એમના તરના માન સાથે, જણાવવું જોઇએ. ભાષા અને વિષય જોતાં એ સ્તવના આનંદઘનજીનાં બનાવેલાં લાગતાં નથી, પછી તે તત્ત્વ તુ ાિમ્ય ગણીને તેને અથ સમજવા આપણે યત્ન કરીએ. જ્ઞાનવિમલસૂરિએ રચેલાં બે સ્તવના પર જ્ઞાનવિમલસૂરિના અથ` પણ છે, તે પણ અગાઉ પ્રમાણે આપણે વિચારીશું.
* યોગીરાજ શ્રી આન ંદધનજી મહારાજનાં મૂળ સ્તવનાવાળી તેમ જ શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત ટાવાળી જે હસ્તપ્રતા જુદા જુદા ભંડારામાંથી મળે છે, તે ઉપરથી એટલું તેા નિશ્ચિત થઈ જ શકે છે કે શ્રી આનંદ ધનજીએ શ્રી નેમિનાથ ભગવાન સુધીના બાવીસ તીથ' કરાનાં સ્તવને રચ્યાં હતાં, નહીં કે ચાવીસ તીથ કરાનાં. એટલે ચેવીશીમાં ખૂટતાં છેલ્લા બે તીથ કરા–૨૩મા શ્રી પા*નાથ અને ૨૪ મા શ્રી મહાવીરસ્વામી-નાં સ્તવને ખીજા ાંએ રચીને ચોવીશી પૂરી કરવાના પ્રયાસ કર્યાં છે. આ સ્તવનેાના વિવેચનકર્તા શ્રીયુત મેાતીચ ંદ ભાઈ ગિરધરલાલ કાપડિયાએ ૨૩મા તી કર શ્રી પાર્શ્વનાથનાં ૩ સ્તવને અને ૨૪મા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીનાં ૩ સ્તવને મૂળ, પાઠાંતર, શબ્દાર્થ, અથ' અને વિવેચન સાથે, આ ગ્ર ંથમાં ઉમેર્યા છે, તે અહી પુરવણીરૂપે આપવામાં આવ્યાં છે—સપાદક