________________
૪૩૨]
શ્રી આનંદઘન ચોવીશી
મોહદશા ધરી ભાવના રે, ચિત્ત લહે તવવિચાર; મન વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર. મન. ૧૪
અર્થ–મેં મોહદશાથી આ ભાવના અત્યાર સુધી ધારણ કરી છે, પણ હવે તત્ત્વનો -મુદ્દાનો વિચાર કરીને જેના સર્વ રાગદ્વેષ ગયા છે એવી સ્થિતિ સ્વીકારી છે. હું મારા પ્રાણનાથ ! આ વાત ચોક્કસ છે. (૧૪)
- ટબે–એમ મોહિની દશા–રાગદશા કંતરૂપ ભાવતાં ભાવતાં ચિત્તમાં તત્ત્વવિચાર ઉપને, તે શે? વીતરાગ નીરાગ અવસ્થા પ્રાણનાથે આદરી તે માટે. (૧૪)
વિવેચન–હવે રાજીમતી ઠેકાણે આવી જાય છે. અત્યાર સુધી રથે પાછો ફેરવવાની વાત કરતી હતી તેને બદલે હવે ભાવના કરે છે, તેમનાથના કામને સમજે છે અને પિતે પણ તે રસ્તે જવાનો નિર્ણય કરે છે. એ નેમનાથને છોડી દઈ બીજાને પરણવાનો નિશ્ચય નથી કરતી; એ તો પિતાની જાતને વાગદત્તા માને છે અને તેમનાથે જે રસ્તે લીધે તે જ લેવાને માર્ગ પિતા માટે પસંદ કરે છે. જેમ ગૌતમસ્વામી-ઈદ્રભૂતિ–પ્રથમ ગણધરને પ્રથમ તે એમ થયું કે લેકવ્યવહાર છે કે મરણ વખતે છોકરા-છોકરીને પાસે બોલાવે; અને મહાવીરસ્વામીએ તે મને બોલાવવાને વ્યવહાર ન જાળવતાં દૂર મોકલ્યા : આ વિચાર ક્ષણવાર આવ્યા પછી એ એકત્વભાવના ઉપર ચઢી ગયા અને પ્રભુ તે ખરેખર વીતરાગ હતા; આ જીવ એકલે આવ્યું છે અને એકલે જવાનું છે એ ભાવના ભાવતાં રાગ તજી બેઠા; તેમ જ રાજીમતી પણ આટલાં મેણું સંભળાવ્યા પછી નેમનાથની વિતરાગતા આરપાર જુએ છે અને તેમનાથી એમ જ કરે એ તત્ત્વવિચાર કરી પિતે પણ નેમનાથનું અનુકરણ કરવા નિર્ણય કરે છે. આ દિશાપલટો અમુક ક્ષણે થાય છે, પિતાની ખરી વસ્તુસ્થિતિને ખ્યાલ થાય છે અને માર્ગદર્શન થતાં તેમનાથને સત્ય સ્વરૂપે ઓળખે છે. તે ફેરફાર સમજવા આપણે પ્રયત્ન કરીએ. તે બોલે છે કે –
મેં અત્યાર સુધી જે વિચાર કર્યા તે રાગના–મેહના વિચારે હતા. હવે તત્ત્વવિચારણા કરું છું ત્યારે મને સમજાય છે કે પ્રાણનાથે તે ખરેખરી વીતરાગતા સ્વીકારી છે. હું તેમની પત્ની ત્યારે જ ખરી કે તેમણે મારે હાથ ન પકડ્યો તે મારા માથા ઉપર તેમના હાથને
પાઠાંતરદશા” સ્થાને પ્રતમાં દસા” પાઠ છે. “ભાવના સ્થાને “ભાવતાં” પાઠ પ્રતમાં છે. “વિતરાગતા” સ્થાને પ્રતવાળા “વિતરાગતા” લખે છે; ભીમશી માણેક “વીતરાગ મન” પાઠ આપે છે. “આદરી’ સ્થાને પ્રતમાં “આદરિ” પાઠ છે. (૧૪)
શબ્દાર્થ–મહદશા = સંસારમાં મૂંઝાવાની સ્થિતિ. ધરી = લઈ પ્રાપ્ત કરી, ધારણ કરી, ભાવના = વિચાર, ચિંતવન. ચિત્ત = દિલ, મન, લહે = લે, કરે તત્ત્વવિચાર = સાત્ત્વિક અંતિમ ધારણા, છેલ્લો નિર્ણય. વીતરાગતા = નિમમત્વીપણું, રાગત્યાગ. આદરી = સ્વીકારી, લીધી, કબૂલી. પ્રાણનાથ = હૃદયનાથ, પતિ. નિરધાર = ચોક્સ જરૂર. (૧૪)