________________
રર : શ્રી નેમિનાથ જિન સ્તવન
૪૩૧ અર્થ—–જે નજરે હું આપને જોઉં તે જ નજરે, હે રાજકુમાર, તે જ જવાની પદ્ધતિઓ, એકવાર આપ મને જુઓ ! જે એમ કરે તે મારા સર્વ કામ સિદ્ધ થઈ જાય. (૧૩)
– જે રીતે તમને હું જોઉં છું, એક તમે જ સ્વામીનાથ ! તે રીતે જુઓ જે મને હે રાજ ! એકવાર પોતાના દાસભાવપણે જે નિરખો તે વંછિત કાર્ય સીજે મારાં સર્વે (૧૩)
વિવેચન–રાજીમતીએ તે જે એક આગ્રહ નેમનાથને રથ પાછો ફેરવવાની વિનંતિને અંગે લીધે છે તેમાં જ એ આગળ વધે છે. જે જોવાની રીતે હું તમને નેમનાથને) જોઉં છું, તેવી જ તમે મને હે રાજન ! જુઓ, આખો વખત નહિ તે છેવટે એક વાર મને એ રીતે જુઓ. એમ કરશે એટલે મારાં કામ સરશે. અને આપ રથ પાછો વાળશે જ એમ મારી વિનંતિ છે.
જોવાની રીત એ જણ”, ગુજરાતી ભાષામાં જેણે અથવા જોણી એ લેવાની રીત સૂચવે છે. જેથી શબ્દકોશમાં નથી, પણ ભાષામાં વપરાતે મેં અનેક વાર સાંભળે છે. તમારી તેણી જ એવી છે કે એમાં સર્વ વિકૃત દેખાય, જોણું–જેવું તે, પ્રકાશ; એ શબ્દ કોશકારે વાપર્યો છે, જેણ” અને “ણું”ને અર્થ સમાન છે.
હું આપને જે પ્રેમની નજરે જોઉં છું તે રીતે આપ મારી સામે જુઓ, આપ રાતદિવસ મારી સાથે પ્રેમદષ્ટિએ નજર કરો તે બહુ સારું, પણ છેવટે એક વાર નજર કરે, તે પણ મારાં કામ સરે, મારી ઈચ્છા પૂરી થઈ જાય. પછી તે હું છું અને આપ છો, આગળ કામ કેમ લેવું તેની મને ખબર છે. એક વાર પ્રેમ નજરે મારી સામું જુઓ અને તે માટે આપને રથ પાછે ફેર, એટલે મારું કામ થઈ જશે. નેમનાથને મનાવવા રાજીમતી અહીં ખુશામત કરતાં તેને “રાજ' કહીને બોલાવે છે. એ માને છે, તેમનાથ એક વાર પ્રેમ કરશે તે પછી છટકી શકશે નહિ. એને પિતાની આવડત ઉપર એટલે બધે ભરે છે કે પછી કેમ કામ લેવું એ પિતાને આવડે છે. આ જાતની માગણી તેની એક વાર માટે છે, એ પિતાની શક્તિ ઉપર એને કેટલે વિશ્વાસ છે તે બતાવે છે. તેમના આ વાત ન સમજે એવા નથી; એક વાર પ્રેમ નજર કરવાનું શું પરિણામ આવે છે તેઓ સારી રીતે સમજે છે. એ આવી ગૂંચમાં પડી જાય તેવા નથી. (૧૩) | શબ્દાર્થ—જિણ = જે. જેણી = જોવાની રીત, “જેવું ' ધાતુ ઉપરથી થયેલ નામ જોણું –જેવું તે પ્રસિદ્ધ છે. યોનિ સાથે સંબંધ નથી. તમને = આપને, તમને, આપશ્રીને. જેઉં = નિહાળું છું, અવલેણું છું. તિણ = તે, એ, પેલી. જેણી = જોવાની રીત, પદ્ધતિથી. જુવો = જુઓ, દેખે, નીરખો. રાજ = રાજકુટુંબના નબીરા. એક વાર = એક વખત. મુજને = મને, રામતીને. જુઓ = દેખશે, જોશો, નજર કરશો. સીજે = જામશે, થઈ જશે. મુજ = મારાં, મારું. કાજ = કામ, મનોકામના. (૧૩)