________________
૨૨ : શ્રી નેમિનાથ જિન સ્તવન
[૪૨૩ ત્યારે પશુના પિકારની વાત કરશે? આપ મટે ઉપાડે જાન જોડીને રથમાં બેસીને પરણવા ગયા અને વગર પરણ્ય પાછા ફર્યા તેને આપના રાજદ્વારી મંડળમાં શું ખુલાસો આપશે? આપ ચાલી-ચલાવીને, જાન જોડીને રથમાં બેસીને, મને પરણવા આવ્યા અને રથને ફેરવી પાછા ગયા, તે કોઈ બહુલા આપની મશ્કરી કરશે અને આપને સીધો સવાલ પૂછશે કે આપનું વગર પરણ્ય પાછા ફરવાનું કારણ શું છે, ત્યારે આપ અકકલમાં ઊતરે તે કાંઈ ખુલાસો કહીને આબરૂ વધારશે કે નહિ? આપના ખુલાસા ઉપર આપની આબરૂને સવાલ રહે છે. આપને હું વિનંતી કરું છું કે રથને પાછો ફેર અને આબરૂની ખાતર પણ મને પરણીને સિધા. રાજીમતીની આ વાત વ્યવહારુ છે અને દુન્યવી માણસને ખૂબ સરસ લાગે તેવી છે. રાજેમતી હજુ વ્યવહારમાં છે અને વહેવારુ વાત કરે છે. (૬)
પ્રેમ કરે જગજન સહુ રે, નિરવાહે તે ઓર, મન, પ્રીત કરીને છોડી દે રે, તેનું ન ચાલે જોર. મન૦ ૭
અર્થ_આ દુનિયાના માણસો બધા સ્નેહ તે જરૂર કરે છે, પણ સ્નેહને ટકાવી રાખનાર તે તદ્દન જુદા જ માણસો હોય છે અને એવા પ્રેમ કરીને છેડી દે–તજી દે–તેના ઉપર કોઈ બળ વપરાતું નથી. (૭)
ટબો-પ્રેમ-પ્રીત સહુ જગમાં કરે છે, પણ જે જનમ લગે નિર્વાહે તે ઓર, બીજા જે પ્રીત કરીને છોડી દે તેની સાથે કોઈ જોર ચાલે નહિ. (૭).
વિવેચન-રાજેમતી એ જ સ્થૂલ રાગમાં આગળ ચલાવે છે. આ દુનિયામાં બધા માણસે પ્રેમ તે કરે છે, પણ કર્યા પછી તેને જાળવી રાખે છે તે તદ્દન અલગ માણસો જ હોય છે. બાકી, પ્રેમ કરીને તેને છોડી દે તે તેની સાથે કાંઈ બળાત્કાર થતું નથી અને કરવામાં આવે તે તે ચાલતે પણ નથી. પ્રેમ એ આંતર હેતુ છે. તે પ્રેમપાત્રોને જોડે છે. આવા પ્રકારને પ્રેમ તે ઘણા માણસો કરે છે, પણ પ્રીતિ કરીને તેને જાળવી રાખે તે તો તદ્દન અલગ માણસો હોય છે. તમે મારી સાથે પ્રેમ કર્યો, પણ તેને નિભાવી રાખનાર તમે નથી, નિભાવનાર માણસે જુદા જ હોય છે. પ્રેમ સ્વાર્થ સાથે અંગત સંબંધ રાખે છે અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં જ પ્રેમ હોય એટલે એકવાર પ્રેમ કરીને તેને ટકાવી રાખનાર તે કોઈક જ માણસો હોય છે. તમે પ્રેમ કર્યો તે ખરે, પણ તેને ટકાવી ન રાખે. એટલે તમે “ઓરેના નાના વર્ગમાં ન આવ્યા. સાંસારિક પ્રેમ તે સર્વ કરે છે, પણ તેને જાળવનારા તે કઈક જુદા જ વિલક્ષણ માણસો
પાઠાંતર–સહુ” સ્થાને પ્રતમાં “સદ્દ ” લખેલ છે. (૭)
શબ્દાર્થ–પ્રેમ = સ્નેહ, હેત કરે = અનુભવે જગજન = દુનિયાના માણસો, સાંસારિક. સહુ = સર્વ બધા. નિરવાહે = ચલાવે, જાળવે. ઓર = બીજા, પૃથક પ્રકારના. પ્રીત = પ્રેમ, આકર્ષણ કરીને = બતાવીને, અમલમાં મૂક્તી વખતે. છોડી દે= મૂકી દે. તેનુ = તેના સંબંધી, તેની સંગાથે. ચાલે = ઉપયોગમાં આવે. જોર = બળ. (૭)