________________
૨૦: શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
૩૯૧ જેણે વિવેક ધરી એ પખ ગ્રહિયો, તે તતજ્ઞાની કહિયે; શ્રી મુનિસુવ્રત કૃપા કરો તે, “આનંદઘન પદ લહીએ. મુનિ ૧૦
અર્થ—જેણે સાચા ખોટાની સમજણ કરી એ અભિપ્રાયને ધારણ કર્યો, ઝીલ્યો તેને સાચે તત્ત્વજ્ઞાની કહે; તે તે અભિધાનને યોગ્ય છે. હે શ્રી મુનિસુવ્રતનાથ ! આપ દયા કરે, મહેર કરે, તે આમ સમજીને અમે ખૂબ આનંદસમૂહના સ્થાનને–ઠેકાણને પ્રાપ્ત કરીએ. (૧૦)
ટો—જે પ્રાણીઓ વિવેક ધરીને એ પક્ષ-જ્ઞાન, દર્શન, ચારિત્રનું સ્વરૂપ-ગ્રહિયે, આદર્યો તે જ પ્રાણ તત્ત્વજ્ઞાની કહીએ. તે શ્રી મુનિસુવ્રત સ્વામી ! જે કૃપા કરે–નિમિત્ત સહાયી થાઓ તે આનંદઘન પરમાતમ તત્ત્વપદ લહીએ–પામીએ. એટલે વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીનું સ્તવન થયું. (૧૦)
વિવેચન—જે વ્યક્તિએ વિવેક રાખીને એ આત્માનું તત્ત્વ ધારણ કર્યું અને જેની માન્યતા એવી છે કે મોક્ષમાં ગયેલ પ્રાણ કદી સંસારમાં આવતા નથી તે સાચે તત્ત્વજ્ઞાની કહેવાય. વિવેક એટલે સાચા-ખોટા બન્નેમાંથી સાચાને તારવવું અને સ્વીકારવું. આ વિવેક તે દશમે નિધિ કહેવાય છે. સાચા ને ખાટા બન્ને સાથે ચાલતા હોય તે વખતે સાચાને આદરવાની અને તેને શોધી સ્વીકાર કરવાની જરા મુશ્કેલી છે, પણ જેણે એ મુશ્કેલી પસાર કરી સાચા પક્ષને પકડી લીધું છે તે સાચો તત્ત્વજ્ઞાની છે, અને તે સાચા માર્ગ ઉપર છે; એટલે વિવેકપૂર્વક સાચા પક્ષનો સ્વીકાર કરે એ અત્યુત્તમ અને આદરણીય વાર્તા છે. દુનિયામાં આત્મા સંબંધી અનેક મંતવ્ય ચાલે છે. તે બધાંમાંથી વિવેકબુદ્ધિને ઉપયોગ કરી જે સાચું તત્ત્વ
સ્વીકારે, જે વિષે તીર્થંકરદેવે પોતે જ ઘણા સંક્ષેપમાં વાતને સાર જણાવી દીધું છે, તે સાચો તત્વવેત્તા છે એમ જણાવ્યું છે.
અને હે મુનિસુવ્રત મહારાજ ! હે તીર્થંકરદેવ! જે આપ મારા ઉપર મહેર કરે તે હું આનંદઘનપદ એટલે અનંત આનંદના રથાનના પદને પ્રાપ્ત કરું. એટલે હું આ સ્તવન બોલનાર–મોક્ષ નગરના પદને પ્રાપ્ત કર્યું. આ પદ એવું સરસ છે કે ત્યાંથી કદી કોઈ પણ વખતે પાછા આવવાનું થાય જ નહિ. અને એવા આનંદમાં દાખલ થઈ જવું કે પછી આ ચક્રગતિવાળા સંસારમાં આવું જ નહિ. આ પદ પ્રાપ્ત કરવા મારા સર્વ પ્રયત્ન છે અને તે
પાઠાંતર-જેણે ' સ્થાને પ્રતમાં “જિણિ” પાઠ છે (બને પ્રતમાં) “ખ” ને બદલે પ્રાચીન પ્રત “પ” આપે છે. “તતજ્ઞાની ને સ્થાને “તત્ત્વજ્ઞાની પ્રતિમાં છે. ‘પદ’ સ્થાને બંને પ્રતમાં “મત” પાઠ છે. (૧૦)
શબ્દાર્થ-જેણે = જે પ્રાણીઓ, જે વ્યક્તિએ. વિવેક = સાચા ખોટાની પરીક્ષા. ધરી = ધારણ કરી. એ = સદરહુ. ખ = પક્ષ બાજૂ. ગ્રહિ = લીધો, ધારણ કર્યો. તે = તે વ્યક્તિએ, તે મનુષ્ય. તતજ્ઞાની = તત્ત્વજ્ઞાની, સાર જાણનાર. કહીએ = સમજવો, જાણો, સ્વીકાર. શ્રી = લક્ષ્મીવંત. મુનિસુવ્રત = વશમા તીર્થપતિ. કૃપા = દયા, મહેર. કર = અમલમાં મૂકો. આનંદધન = મોક્ષ, અનંત આનંદથી ભરેલ સ્થાન. પદ = પદવી. લહીએ = લઈએ, મેળવીએ. (૧૦)