________________
૩૯૦]
શ્રી આનંદઘન-વીશી
ટબો-જે કોઈ સ્વરૂપધ્યાન કેઈ જે કરે તે ફરીને સંસારમાં એ મતના ભ્રમમાં ન આવે, ન પસે એ વિના બીજે વચનવિલાસ તે જાળરૂપ જાણવો, એ જ તત્ત્વજ્ઞાન ચિત્તમાં–મનમાં વિચારવું. (૯)
વિવેચન–આત્મતત્ત્વનું અહીં જે પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે, તેના ઉપરથી આત્મતત્ત્વ જે કબૂલ કરે તે આત્માને બરાબર ઓળખે છે. તે વાત એમ થઈ કે રાગદ્વેષ અને મેહને તજી દે એ આત્મતત્ત્વ જાણવાની પહેલી શરત છે. અને બીજી વાત શું છે તે કહે છે. આ પ્રાણી (રાગદ્વેષમેહ વર્જિત હોઈને) આત્મધ્યાન કરે એટલે આત્માને જ ધ્યેય બનાવે. પ્રાણ આત્મા સંબંધી વિચારની એકાગ્રતા કરે એટલે પગલિક કઈ પણ ચીજને ધ્યેય ન કરતાં આત્માનું જ ધ્યાન કરે અને બીજી કોઈ લપ્પન-છપ્પનમાં ન પડેઃ આ બીજી શરત છે. આ રાગદ્વેષમહને તજી દેનારે પ્રાણ આત્માનું જ ધ્યાન કરે. તેને આત્માને ઓળખવાની ત્રીજી શરત એ છે કે એક વખત એ પૌગલિક ચીજને સંબંધ મૂકે અને તદ્દન નિઃકર્મા થાય પછી તે કઈ પણ વાર આ સંસારમાં પાછો ન આવે; એને જન્મમરણના ફેરા મટી જાય. તે તદ્દન કર્મ વગરને થઈ આત્માને પામી મોક્ષ નગરે હમેશને માટે જાય છે અને પછી આ સંસારમાં ફરીને કદી પણ આવતા નથી.
આત્માને ઓળખવાની આ રીતે ત્રણ શરતે થઈ - (૧) રાગદ્વેષ અને મોહને તજી દેવા. (૨) આત્માનું ધ્યાન કરવું, તેમાં એકાગ્ર થઈ જવું. (૩) એકવાર કર્મ છોડ્યા પછી સંસારમાં કદી પણ પાછા ન આવવું.
આત્માના આ વર્ણન ઉપરથી આત્મતત્વ કેવું છે તે સમજી લેવું, અને તેવી રીતે આત્માને ઓળખી લેવો. આત્માને વર્ણન દ્વારા ઓળખવાને આ પ્રકાર છે અને તેમાં જ ખરી આત્માની પિછાણું છે. બીજાં સર્વ તે વાણીનાં જાળાં છે, બોલવાની ગૂંચે છે અને સંસારની રખડપાટી છે. એ સર્વ વિચારણા ન સ્વીકારતાં આ ત્રણ શરતવાળે આત્મા પસંદ કરવા લાયક છે. જે આવા પ્રકારના આત્માને બરાબર ઓળખશે અને બીજી આળપંપાળ છોડી દેશે તે બધી રીતે આત્મસુખ પામશે અને નિત્યાનંદ અનુભવી સંસારને હમેશને માટે મૂકી દઈ પરમ મહોદય પામશે. બાકી, સંસારમાં અવતાર લે કે રખડપટ્ટી કરે અને દુનિયાને વ્યવહાર કરે તે રીતને આત્મા જ છે નહિ, એ તે સર્વ વાણીના વિલાસ છે અને બેલવાના ભામાં છે. બાકી, સંસારમાં કદી પણ ફરીવાર આવવાનું કે સંવ્યવહાર કરવાનું ન જ થાય તે પ્રકારે આત્માને ઓળખવા જેવો છે. અને ગમે તે કામે સંસારમાં આવવું ન પડે તેવા પ્રકારની સ્થિતિને સમજી લેવા જેવી છે. તે ખરી છે અને હમેશને માટે સંસારની ઉપાધિ મટાડનાર છે. આવી રીતના આત્માને જે ઓળખ, તેમાં જ મેજ છે, અને તેને ધ્યાનમાં ઇષ્ટસિદ્ધિ છે. (૯)