________________
૩૬]
શ્રી આનંદઘન–વીશી દીધી છે. આપને કેઈની આશા નથી. આશાનું સૂત્ર શું છે તે આપણે અઠ્ઠાવીશમા પદમાં જોઈ ગયા છીએ. આ આશાને બીજા લે કે તો ખૂબ વધાવી લે છે, તેને આપે મૂળથી અકટાવી દીધેલ છે.
પ્રભુના જે અઢાર દોષને ત્યાગ આ સ્તવનમાં બતાવે છે, તેમાં આશાને ત્યાગ કરે એ પ્રથમ દોષને ત્યાગ છે. પારકાની આશા રાખવી તે સદા નિરાશામાં જ પરિણમે છે. આપણામાં જે કાંઈ પણ સત્ત્વ હોય તો આપણે બરાબર તેને બહલાવવું ઘટે; પણ પારકો આપણું કામ કરી આપશે તે વાત જ બેટી છે. અને આપે તો એ આશાદાસીને ધરમૂળથી સર્વથી પ્રથમ ત્યાગ કર્યો છે, તે એટલે સુધી કે આપ બારમે ગુણસ્થાનકે ચડ્યા ત્યારે તો આપે મોક્ષની પણ આશા છોડી દીધી છે. આવા મૂળથી આશાને ત્યાગ કરનાર આપને હું વિચારું છું અને દુનિયાને જોઉં છું ત્યારે મને સવાલ પૂછવાનું મન થઈ જાય છે કે આપ આ સેવકને કેમ અવગણે છે? ક્યાં આપને આશાત્યાગને ગુણ અને ક્યાં લેકની આશા ! એ બે વાતને મેળ જ મળતો નથી. એટલા માટે આપની આશા પરની જીત મને કુતૂહળી બનાવે છે કે આપની શોભા મારા જેમ નમ્ર સેવકને ત્યાગ કરવામાં નથી. પણ એને આપના જેવો બનાવવામાં છે.
સેવક તો પ્રભુને આ વિજ્ઞપ્તિ કરી દૂર રહે છે અને પ્રભુ તે વિનંતી સ્વીકારે છે કે નહિ તે જાણવાનો કે જવાનો એ પ્રયાસ પણ નથી કરતો. એ પણ એની વિનંતીમાં વિશ્વાસ રાખે છે અને તે સ્વીકારાઈ ગઈ જ હશે એમ ધારીને ચાલે છે.
આ પ્રથમ ગુણના સંબંધમાં જરા મતભેદ છે કેટલાક ટીકાકારે તેને આશા-તૃષ્ણાના ત્યાગને ગુણ બતાવે છે ત્યારે કેઈ એકાદ ગુણ વર્ણવનાર એને આશાતના-ત્યાગને ગુણ બતાવે છે. તેઓ દેવવંદનભાષ્યમાં પ્રભુ પાસે તજવાની ચોરાશી આશાતના વર્ણવે છે. એ તો દેવવંદન ભાષ્ય અને ભાષ્યત્રયંમાં છપાઈ ગયેલ છે. તેઓ એક સૂત્ર લખે છે. તે સૂત્રમાં જણાવે છે કે આશાતનાની હાણ.” આ પાઠ કોને છે કે ક્યાં છે તે જણાવવામાં આવ્યું નથી. ભગવાન કેવળજ્ઞાન પામ્યા પહેલાંના વખતમાં કેટલાક મત્સરી જીવ ભગવાનના અવર્ણવાદ બેલતા હોય છે. તે વખતે ચેતન પિતાની શક્તિ ફેરવીને પેલા ગમે તેવું બોલનારને અટકાવે અથવા દર કરે તેને સમજાવીને તેને સ્થિર કરે અને દેવવંદનની રાશી આશાતના ટાળે એવો વિચાર બતાવે છે. અહીં આશા અને આશાતનાને ગોટાળો થયે છે એમ જણાય છે અને નિર્ણય આપણે આપી શકતા નથી.
આ ગાળામાં પ્રભુના અઢાર પૈકીના પ્રથમ દોષના નિવારણની વાત કરવામાં આવી છે. હવે આપણે બીજા દોષે વિચારીએ. જ્ઞાનવિમળસૂરિ આશા-તૃષ્ણાના અર્થમાં તેને સમજ્યા છે. જ્ઞાનસાર પણ આશા–તૃષ્ણના અર્થમાં તેને સમજે છે. મને તે અર્થ સ્વીકારવામાં જરા પણ વધે લાગતો નથી. ગાથાને અર્થ સુગમ છે. લેકે જે આશાને આદર દે છે તેને તે આપે મૂળથી છોડી દીધી છે તેવા પ્રભુ! મારી અવગણના કેમ કરે છે ? (૧)