________________
૧૯ : શ્રી મલ્લિનાથ જિન સ્તવન
[ ૩પ૦
સ્તવન (રાગ કાફી, સેવક કિમ અવગુણીએ—એ દેશી) સેવક કિમ અવગણીએ, હે મહિલજિના એહ અબ શોભા સારી;
અવર જેહને આદર અતિ દીએ, તેહને મૂલ નિવારી. હે મહિલ૦ ૧
અર્થહે મલ્લિનાથ ! આપ આ સેવકને કેમ અવગણે છે? એમ કરવામાં આપની આબરૂ શું વધશે? આપની પ્રતિષ્ઠા અત્યારે ઘણી જામી ગયેલી છે. આપ તો એવું કરે છે કે બીજા લે કે જેને આદરસત્કાર કરે, માને તેને તદ્દન વિસારી મૂકે છે! એ તે કાંઈ સારી વાત કહેવાય? આપે એમ ન કરવું ઘટે. અથવા જે આશાતૃષ્ણાને બીજા લેકે સમાને છે, તેને તો આપે મૂળથી અટકાવી દીધી છે. આપે આશા પર વિજય મેળવ્યું છે. (૧)
ટબો-જ્ઞાનવિમળસૂરિ આ સ્તવનને અર્થ નીચે પ્રમાણે કરે છે. (ભાષાને વર્તમાન લીમાં મૂકવા પ્રયત્ન મેં કર્યો છે.) એવા ધર્મ મહામહ મલ્લને જીત્યા તે માટે મલ્લિનાથ જિન ભગવાનની સ્તુતિ કહીએ છીએ. હે શ્રી મલ્લિજિન! એ તમારી હમણું અજબ-ભલી શોભા દીસે છે. સદા સંસારી અવર-સહુને અત્યંત આદર દીજીએ બહુજનને, તે તો તમે મૂળથી નિવારી, તે કોણ તે કહે છે. (૧)
વિવેચન–હે મલ્લિપ્રભુ જિન ! આપ આ સેવકની કેમ અવગણના કરે છે? આપ એને કશા લેખામાં પણ કેમ લેતા નથી? આપ જાણો છો કે બેદિલ સેવક હોય તે તો દલ્મનની ગરજ સારે. આપ આવા સુજ્ઞ હોવા છતાં આ સેવકની–મારા જેવા સેવા ઉઠાવનારની– અવગણના કેમ કરી રહ્યા છો ? એમાં આપની ભા–મે કાંઈ વધે છે? એ સારી વાત કરો છો? એ આપ જેવા મોટા માણસને ઉચિત છે? હું આપની સેવા ઉઠાવું અને આપના ધ્યાન પર પણ એ વાત ન લે એમાં આપની મહત્તા વધે છે? અથવા આપ કેવળલક્ષમીને વર્યા અને સારી સારી શભા થઈ તે વિચારતાં આપ મુજ સેવકની કેમ અવગણના કરે છે? આપ તો એવા છે કે બીજા લેકે જે આશાને અતિ આદરસત્કાર આપે તેને મૂળથી જ અટકાવી
પાઠાંતર–સેવક કિમ અવગણીએ ” એ પાઠ પ્રત લખનાર મૂકી દે છે (બંને પ્રતમાં). જેને સ્થાને પ્રતમાં જેહનિ’ પાઠ લખે છે. * અબ’ સ્થાને ‘જબ” પાઠ છે પ્રતમાં. “અવર જેહને’ સ્થાને પ્રતમાં “અવસર જાણી” પાઠ છે. “આદર અતિ ને સ્થાને પ્રતમાં “આદર દહિ જે પાઠ છે; ભીમશી માણેક મારા પાઠને મળતો પાઠ છાપે છે. “દીએ સ્થાને પ્રતવાળા “દિઈ' પાઠ લખે છે. (૧)
શબ્દાર્થ–સેવક = ભક્તિ–નોકરી કરનાર, સેવા ઉઠાવનાર. કિમ = કેમ ? શા માટે ? અવગણીએ = તિરસ્કારીએ, બેદરકાર રહીએ, આપ અવહેલના કરે છે. મહિલજિન = ઓગણીસમા તીર્થંકર-પ્રભુત્વનાથ. અબ = હવે, હાલ, હમણાં. શોભા = મહત્તા, આબરૂ. સારી = સરસ, મજાની; એ આપને ધટે છે ? અવર = બીજા માણસ, અન્ય લે, ગમે તેવા સાધારણ વહેવારુ માણસ. જેહને = જેને, જેમને. આદર = માન, સન્માન, આવો પધારે કરી રિઝ, માન સન્માન. અતિ = ઘણે, ઘણું. દીએ = આપે છે. તેને = તેને, તેવા માણસને મૂલ = મૂળથી, પહેલેથી પાયેથી. નિવારી = અટકાવી, પ્રતિબંધ કરી. (૧)