________________
[૩૪૭
૧૮ : શ્રી અરનાથ જિન સ્તવન અંગે જ છે એમ તારે સમજવું. આત્મા દ્રવ્ય એક છે, પણ એના પર્યાયે અનંત છે. આ આત્માના અનંત પર્યાયે હોવા છતાં આત્માને એક જ દ્રવ્ય સમજે એ ચાવી છે. આત્માને બરાબર ઓળખાય તે સર્વ વસ્તુ સહેલાઈથી સમજાઈ જાય છે. મતલબ, એ જ્ઞાન, દર્શન, ચારિત્ર પણ આત્માના જ આવિર્ભાવ છે અને આત્મા એક જીવવાળું માત્ર દ્રવ્ય છે એમ સમજ. આ મુષ્ટિજ્ઞાન બહુ મુદ્દામ છે. આ વાતને આવતી ગાથામાં પણ દાખલે આપી વધારે મક્કમ રીતે સમજાવશે. (3)
ભારી પીળા ચીકણો, કનક અનેક તરંગ રે; પર્યાયદષ્ટિ ન દિજીએ, એક જ કનક અભંગ રે. ધરમ૦ ૪
અર્થ–તેલમાં ભારે, રંગે (વણે) પીળા હળદર જેવા અને ગુણે ચોંટી જાય તેવા સોનાને એકથી વધારે જાતને દેખાવ થાય છે, પણ એ પર્યાય (રૂપ-આવિર્ભાવ)ની નજરે ન જોઈએ તે સોનું એકલું અખંડ દેખાય છે. (૪)
– ભારી–ગુર, પીલે તે પીતવર્ણો, ચીકણો–સ્નિગ્ધ—એ સર્વ અનેક તરંગ-વિલાસ કનકને વિષે એ સર્વ પર્યાયદષ્ટિ; અને તેણે ન જોઈએ તે વારે કનક તે અભંગ દ્રવ્યર્થ છે તેમ ઉપને કરે છે. (૪)
વિવેચન—એક સોનાને દાખલે આપણે લઈએ. એના વિશેષ આકારમાં એ તેલમાં ભારે ધાતુ છે. કલઈ કે મારા જેવી ધાતુના કરતાં તે તેલમાં ભારે છે. એની specific gravity એટલે સ્પષ્ટ ગુરતા સર્વ જાણીતી સાત ધાતુઓથી વધારે છે. આવી તેલમાં ભારે ધાતુને આપણે સોન તરીકે જાણીએ છીએ. એ એને વિશેષ આકાર છે અને બધી જાણીતી ધાતુથી એને જ પાડે છે. અને એનો રંગ પીળું દેખાય છે. ચાંદી સફેદ કે લેતું કાળું પણ સેનું રંગમાં પીળું હોય છે. આ સોનાની પીળાશ એ એને બીજી ધાતુઓથી જુદું પાડે છે. અને એ ગુણે કરીને ચીકાશદાર-સ્નિગ્ધ હોય છે. એના પરમાણુ એકબીજાને વધારે જોરથી લાગેલા હોય છે. સેનાને તમે જરડે ચઢાવે તે તેના પરમાણુઓ એકબીજાને જોરથી વળગી રહેશે, તે તૂટી નહિ જાય, લાંબું લાંબું થયા જ કરશે. આ જાતને ગુણ સેના ધાતુમાં સવિશેષ હોય છે અને સ્નિગ્ધતા-ચીકાશી ગુણ એને એ બધી ધાતુમાંથી જુદું પાડે છે. આવી રીતે સેનાની હરાઠી, મેહનમાળા, કંદરે : એવા એવા સેનાના અનેક પ્રકારે થાય છે, એ એનાં વિશેષણ છે.
- પાઠાંતર-પીળો” સ્થાને પ્રત “પાલી ” લખે છે. “દિજીએ સ્થાને પ્રતવાળા “ દિજિયે લખે છે બીજી પ્રતવાળા “દીજી ” લખે છે. પર્યાયદષ્ટિ” સ્થાને પ્રતમાં “પર્યયદૃષ્ટિ” છે, અર્થ એક જ છે. (૪)
શબ્દાર્થ –ભારી = તોલમાં ભારે, સર્વ ધાતુમાં સુવર્ણ ભારે હોય છે. પીળા = વણે પીળા, રંગે હળદર જે. ચીકણો = ગુણે ચુંટી રહે તેવું. કનક = સુવર્ણ, સોનું. અનેક = બહુ, એકથી વધારે. તરંગ = જાતિનું, જુદા જુદા પ્રકારનું. પર્યાયદષ્ટિ = જુદા જુદા રૂપની અપેક્ષા. ન દિજિયે = ન આપીએ, ન કરીએ તો. એક જ = એકલું. કનક = સુવર્ણ, સેનું. અભંગ = અખંડ, માત્ર, એકલું, (૪)