________________
૩૪૬]
શ્રી આનંદઘન-વીશી અથ–આકાશમાં (અનેક) તારાઓ છે તથા (કૃત્તિકા, રહિણી આદિ) નક્ષત્ર છે તેમ, જ ગુરુ, શુક વગેરે ગ્રહો છે તથા ચાંદે છે. તે સર્વની તિ–સર્વને પ્રકાશ-સૂર્યના પ્રકાશ પાસે કાંઈ નથી, એમાં સર્વ ઝળકાટને સમાવેશ થઈ જાય છે. તેમ જ વિશેષતા વગરનું જાણુપણું, વિશેષતાવાળી સમજણ અને ચર્યાની શક્તિ-બળ પિતાના આત્મામાં છે એમ તું જાણીસમજી-વિચારી લે. (૩)
ટબે–તારા, નક્ષત્ર, ગ્રહ, ચંદ્રમાની તિ દિનેશ-સૂર્યમાં સમાણી, પણ સૂર્યતેજ નિજ જાતિ વિના ન રહે, તેમ દર્શન, જ્ઞાન, ચારિત્રની શક્તિ શુદ્ધાતમ અનુભવ સ્વસમયમાં, પણ અપર જ્યોતિ પરસમય, તેમાં ન માને. (૩) - વિવેચન—તારાઓ, નક્ષત્ર, ગ્રહો અને ચંદ્ર–એ સર્વનું તેજ સૂર્ય આગળ ઝાંખું થઈ જાય છે. એક સૂર્યના પ્રકાશમાં તે સર્વને પ્રકાશ સમાઈ જાય છે. ગ્રહો અને ચંદ્રને પ્રકાશ સ્વતંત્ર નથી, પણ તેઓ સૂર્યના પ્રકાશને જેરે પ્રકાશે છે એમ આધુનિક વિજ્ઞાન કહે છે. પણ સ્તવનકર્તાને આશય એ છે કે એ તારા વગેરે સર્વને પ્રકાશ સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય છે, સૂર્ય ઊગે ત્યારે તેને પ્રકાશ દેખાતું નથી. આ અર્થ બરાબર છે. જ્ઞાનવિમળસૂરિ કહે છે કે તારા વગેરેને પ્રકાશ સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય છે તે અર્થ મને વધારે બંધબેસતે લાગે છે. બાકી તે એને માટે જે શેધળ થવી જોઈએ તે હજુ થઈ નથી. એટલે એની વાત તે જ્ઞાનીગમ્ય જ રહેશે. કહેવાની વાત, દાખલા તરીકે, મને એમ લાગે છે કે સૂર્ય ઊગે ત્યારે તેના પ્રકાશ પાસે તારા, ચંદ્ર, ગ્રહો અને નક્ષત્રો એટલા બધા ઓછા ઝળકે છે કે તેને પ્રકાશ સૂર્યના પ્રકાશ વખતે નકામા થઈ જાય છે; સૂર્યના પ્રકાશમાં સર્વ પ્રકાશને સમાવેશ થઈ જાય છે. એ વાતને હવે આત્માનુભવ સાથે સરખાવે છે. તે દાખલાને કેવી રીતે લાગુ કરે તે હવે આપણે જોઈએ. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરેના અનેક પર્યાયે થાય છે. દર્શનથી નિરાકાર સામાન્ય જ્ઞાન થાય છે. માણસ છે કે હેર છે વગેરે વિગતે જ્ઞાનથી જાણે. ચારિત્રના સામાયિક ચારિત્રથી માંડી યથાખ્યાત ચારિત્ર સુધી અનેક પર્યાય જાણે. આ જ્ઞાન-દર્શનના અને ચારિત્રના અનેક પર્યાય જાણે પણ તે સર્વ એક આત્મિક દ્રવ્યને બતાવે છે, તેને ઉદ્દેશીને થાય છે. જેમ પર્યાયે અનેક છે, પણ આત્મિક દ્રવ્ય એક જ છે, તેમ અનેક તારા, નક્ષત્ર, ચંદ્રનું તેજ હોય, પણ સૂર્યના તેજ પાસે તે ઝાંખું થઈ જાય છે. આત્મા તે એક જ દ્રવ્ય છે, તેના જ્ઞાન, દર્શન, ચારિત્ર અનેક પર્યાયે થાય, પણ તે આત્માને ઉદ્દેશીને થાય અને તે અંતે એ આત્મામાં સમજાઈ જાય છે.
આ સર્વ આત્માના ગુણ છે એમ હે પ્રાણ ! તું ધાર-સમજ. આ સર્વ એક આત્મિક દ્રવ્યનાં પરિણામ છે તેમ તું જાણુ. આત્મા ન હોય તે તેને પર્યાયે પણ ન હોય એમ સમજી એક આત્મિક દ્રવ્યની મહત્તા તું સમજ. એટલે આ સર્વ પર્યાયે આત્માના છે. એટલે સર્વ પ્રકારનાં તેને—પછી તે તારાનાં હોય કે ચંદ્રનાં હોય, તે સર્વ–સૂર્યના તેજમાં સમાઈ જાય છે તેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રના અનેક જુદા જુદા પર્યાયે થાય, પણ તેને સર્વને સમાવેશ એક આત્માનુભવમાં થાય છે. પર્યાયે ગમે તેટલા થયા કરે, પણ તે મૂળ દ્રવ્ય એક આત્માને