________________
૩૪૪]
શ્રી આનંદઘન–વીશી થાય તે પરસમય-મારા સિવાયનો ધર્મ છે. (એમ તારે સમજવું), ત્યાં પરસમય (તારે જાણવું). (૨)
ટબો–શુદ્ધ નિરુપાધિક જે આત્માનો સ્વભાવ, સદા-નિરંતર અહી જ સ્વસમય-જૈન આગમ તે જ; વિલાસ-લીલા છે. પર કહેતાં પુગળની વડાઈની છાંડી-છાયા તથા પરબડિ કહેતાં સ્વ ઇચ્છા જ્યાં પડે તે જ પરસમયને વિલાસ, એટલે જે ઇચ્છાચારી અશુદ્ધ અનુભવ તે જ પરસમય. (૨)
વિવેચન-અહીં ભગવાન પિતે જવાબ આપે છે. આ જવાબ ઘણો જ ટૂકે છે. આખા શાસ્ત્રનું એ રહસ્ય બતાવે છે આવો એ મહત્ત્વને જવાબ છે. વિશુદ્ધ આત્માનો-કર્મ મેલથી રહિત આત્માને-જ્યાં અનુભવ થતો હોય, જેમાં આત્માનુભવની વાત કરેલ હોય, ત્યાં સ્વસમય છે, એમ તારે સમજવું, આત્મિક દશા મોક્ષમાં કેવી હોય એટલે આત્મા મોક્ષમાં એની અસલ સ્થિતિએ કેવો વતે છે, એને અનુભવ કરવાની જે વાતે હોય તે સર્વ સ્વસમયની વાત છે. એટલે આત્માને સ્વભાવ ઊર્ધ્વગામી હોવાથી એના અનુભવની વાત હોય. આત્માની જુદી જુદી દશાએ કેવી વર્તતી હોય છે અને મૂળ સ્વભાવે એ કેવો વર્તતે હોય છે એ ઉન્નતગામી ઊર્ધ્વ વાતે સર્વ સ્વસમયની છે. આત્માનુભવ એની મૂળ વિશુદ્ધ અવસ્થામાં કે થાય, તેનું
જ્યાં જ્યાં વર્ણન કરવામાં આવેલ હોય ત્યાં પોતાના સમયની વાત છે એમ જાણવું. શુદ્ધ નિર્મળ આત્માના સંબંધી સર્વ વાતે સ્વસમયમાં આવે છે. આત્મા એની કર્મમલરહિત દશામાં કે નિર્મળ હોય, એ કેમ વતે, એ સંબંધી થયેલ અનુભવની વાત જ્યાં હોય ત્યાં સ્વસમય -જૈનધર્મ છે એમ તારે જાણવું.
આત્માનો સ્વભાવ ઊર્ધ્વગામી છે અને પુદ્ગલને સ્વભાવ અધોગામી છે. જ્યાં આત્માના મૂળ ગુણને અનુભવ થતું હોય, તેવી વાતે જૈન ધર્મમાં છે. આ જૈનધર્મના તત્વજ્ઞાનની ચાવી સમાન વાત છે અને બરાબર સમજવા યોગ્ય છે. તમે જસવિલાસ, જ્ઞાનવિલાસ કે વિનયવિલાસ જેશે તો તેમાં આત્માના નિર્મળ ગુણની વાત કરેલ છે. આત્મા નિર્મળ હોય ત્યારે કેવો હોય અને શું કરે તેની વાત એ સ્વસમયની વાત છે. આ “વિલાસ’ શબ્દ બહુ સમજવા યોગ્ય છે. ખેલ” અથવા “કીડા” એને પર્યાય છે. માણસ આનંદ કરે ત્યાં પણ આવા પ્રકારને આત્માનુભવ કરે અને એમાં મોજ માણે. આ વિલાસ વિનયવિલાસ, જસવિલાસ કે જ્ઞાનવિલાસમાં તમે જોશે. આનંદઘનજીનાં પદોમાં અને અનેક સ્તવન–સઝા (સ્વાધ્યાય)માં એ જ વાત છે.
અને પરબના દિવસે, વાર-તહેવારે, કઈ કઈ વાર છાંયડીની જેમ જે આવી ચઢે તે પારકાના શાસ્ત્રનું નિવાસસ્થાન–રહેવાની જગ્યા છે એમ તમારે જાણવું. એટલે, કોઈ કોઈ વાર એવી છાયા આવે, ઘણી વાત તે બીજી-ત્રીજી હોય, પણ જયારે આત્માનુભવની કથા કઈ વાર જ આવતી હોય તે તે પરસમયસ્થાન છે એમ વિચારણામાં લેવું. સમય કે પારકાના