________________
૧૮ : શ્રી અરનાથ જિન સ્તવન
[૩૪૩ વિવેચન--અરનાથ ભગવાનને ઉત્કૃષ્ટ ધર્મ શું છે તે છે મોટા ભગવાન ! આપ મને સમજાવે. આપને પિતાને ધર્મ શું છે અને પારકાને ધર્મ શું છે, તે મને આપ કૃપા કરીને કહો. આ સવાલના જવાબમાં ઘણું સંક્ષેપથી પોતાના અને પારકાના ધર્મને સાર શો છે તે કહે છે. અહીં પ્રાણું પિતાની અજાણ દશા બતાવે છે. તે કહે છે કે હું તે સંસારમાં ફસાઈ ગયેલ છું અને ધર્મનું રહસ્ય શું હશે તે હું કાંઈ જાણી શકતો નથી, તો આપ મને સમજાવો કે આપને પિતાને ધર્મ શું છે અને પરધર્મ શું છે ? જ્ઞાન પ્રાપ્ત કરવાને અંગે સવાલ પૂછીને તેના જવાબ મેળવવાની રીતિ બહુ પ્રચલિત છે. ભગવતીસૂત્રમાં જાણે ભગવાનને ગૌતમસ્વામીએ સવાલે પૂછયા હોય અને ભગવાને તેના જવાબ આપ્યા હોય તે રીતે લગભગ છત્રીસ હજાર સવાલજવાબ આપ્યા છે. જેનની આ જ્ઞાન મેળવવાની રીતિ સુપ્રસિદ્ધ છે. આનંદઘને પણ એ પદ્ધતિ સ્વીકારી છે.
આપ પિતે મહિમાવાળા મેટા માણસ છે તેથી કૃપા કરીને આપ સ્વ અને પરસમયને મુદ્દામ રીતે બતાવશે અને આ સેવકનું આટલું કામ જરૂર કરી આપશે. આપના પ્રતાપની તો હે મહંત પુરુષ ! વાત શી કરવી ? જે દેવાધિદેવ ઇંદ્રને કે ચક્રવર્તીને પૂજિત છે તે બધી રીતે મોટા છે એ વાત હું જાણું છું. મનને વશ કરવાની વાત પછી સ્વસમય અને પર સમયને સવાલ ઊઠે તે તદ્દન સ્વાભાવિક છે. ભગવાન આ અગત્યના સવાલને શું જવાબ આપશે. તે આગમી ગાથામાં આવશે. (૨)
શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમય એહ વિલાસ રે; પરબડી છાંહડી જે પડે, તે પર સમય નિવાસ રે. ધરમ૦ ૨
અર્થ તેના જવાબમાં ભગવાન ઉત્તર આપે છે–જ્યાં પવિત્ર આત્માને અનુભવ થાય ત્યાં હમેશાં સ્વસમય-મારે ધર્મ છે અને તે ત્યાં જ કરે છે, એમ (તારે) સમજવું. અને જ્યાં વાર તહેવારે કઈ કોઈ વાર મેડી મેડી છાયા પડે, એને આત્માનુભવ કોઈક જ વાર
પાઠાંતર–શુદ્ધાતમ’ સ્થાને પ્રતમાં “ સુધાતમ’ પાઠ છે. “પરબડી’ સ્થાને પ્રતવાળો “પરવડે ” પાક લખે છે. જે ” સ્થાને પ્રતમાં “જિહાં ” લખે છે; એક પ્રતમાં “જિહ” પાઠ છે. “પડે ' સ્થાને પ્રતવાળા પ” લખે છે. (૨)
શબ્દાર્થ –શુદ્ધ = પરમ પવિત્ર, એકલે, જેમાં માત્ર આત્માનુભવ થાય છે. આતમ અનુભવ = આત્માને અનુભવ, જેમાં એક્લી આત્માના અનુભવની વાત કહેલી હોય તે. સદા = સર્વદા, એક્લી, માત્ર, સ્વસમય = પતાને સમય-ધર્મ, સ્વસમય-મારા ધર્મનું એ લક્ષણ છે. એહ = તે જ, તે એલી. વિલાસ = મેજ, કીડા, આનંદ, પરબડી = ડુંગરની, કેઈક વારે આવે તેવી, મોડી મોડી કોઈ વાર થાય તેવી. છાંહડી = છાયા. , કોઈ વાર અને મોડી મોડી આવે છે. જે = જે કઈ કઈ કઈ વાર આવી ચઢે. પડે = ઓચિંતી આવી પડે, કઈ કઈ વારે થાય, મોડી મોડી થાય. તે = ત્યાં, તેવી જગાએ. પરસમય = પારકાના ધમને. પિતા સિવાયના ધર્મને. નિવાસ = સ્થાન છે, ત્યાં પરધર્મ રહે છે એમ જાણવું. (૨)