________________
૧૬ : શ્રી શાંતિનાથ જિન સ્તવન
[ ૩૧૧
છે. અને એને માટા માણસોએ સ્વીકારેલ છે. આવા પ્રકારના મૂળ સૂત્રોમાં ખુલાસે આપવામાં આવ્યા છે. (૭)
ટબા—વિધિ અને નિષેધ, તેણે કરી આત્મપદા' તે અવિધી છે એટલે વિધિકરણના વિધિ આચાર વિધિ; અનાચાર પ્રતિષધ; એક જીવ પદાર્થીને બેઉ ધ રહ્યા છે—અન્યાન્ય રહ્યા છે. અને મહારાજ તે સજ્જન લેાકે પરિગ્રહ્યો-આદર્યાં જે ગ્રહણવિધિ છે, એવા જે આગ મના બેધ એટલે શૅયપણે સર્વ આશ્રવ સંવર, હેયપણે વિધિ-પ્રતિષેધના પરસ્પર, ઉપાદેયપણે વિધિ-ગ્રહણ એહુવા જે બેષ જાણા, ભાષણશુદ્ધિ-શાંતિ પદ. (૭)
6
વિવેચન—અને શાંતિવાંછક પ્રાણી કે હાય તેનું વર્ણન કરતાં આગળ વધારે જણાવે છે કે અમુક કા આમ જ કરવું જોઇએ તેને વિધિ’ કહેવામાં આવે છે; અને અમુક કાર્ય ન જ કરવું જોઇએ એને ‘ પ્રતિષેધ ’ કહેવામાં આવે છે. આવા વિધિ અને નિષેધમાં એ અપેક્ષાવાદને કારણે જરા પણ વિરોધ દેખાતા નથી. એની શાણી નજર વિધિને સ્વીકારે છે અને પ્રતિષેધ અથવા નિષેધને ત્યાગી દે છે. એને વિધિ-પ્રતિષેધમાં દૃષ્ટિબિંદુના જ્ઞાનથી જરા પણ ગૂંચવણ થતી નથી, શાસ્ત્રમાં ગરમ પાણી (જળ) પીવાનું કહ્યું હાય, એ વિધિ છે, અને રાત્રે કોઈ પણ પદાર્થ ન લેવાનું કહ્યું હાય, એ પ્રતિષેધ છે. એ બન્ને વાદ એના શાંતિવાંકના અપેક્ષાવાદને કારણે તેને બરાબર 'ધબેસતા લાગે છે. એક વાતમાં આમ કરવું જોઇએ અને ખીજી વાતમાં આમ ન કરવું જોઈએ એના ગેાટાળા એને થતા નથી. શાંતિના ઇચ્છકની આવી સ્થિતિ હોય છે. શાંતિના ઇચ્છક કેવા હોય તે ઉપરથી શાંતિનું સ્વરૂપ જાણવું. અત્ર તે શાંતિઇચ્છકના વર્ણનથી શાંતિનું સ્વરૂપ સમજાયું તે મનમાં શાંતિ ઇચ્છનારે ધરવાનું છે.
એને લેવાના વિધિ મેાટા માણસો અગાઉથી સ્વીકારતા આવ્યા છે અને આગમ ગ્રંથામાં મૂળ સૂત્રોમાં ઉપદેશ છે. એ ઉપદેશ પ્રમાણે ચાલનાર આ શાંતિવાંછક જન હાય છે.
આગમ ગ્રંથામાં—સિદ્ધાંતમાં અમુક બાબત ગ્રહણ કરવા યેાગ્ય એમ કહ્યું હાય, તે શાંતિઇચ્છક સ્વીકારે અને તે પ્રમાણે પેાતાના જીવનને ગેાઠવી દે. એ બાબતમાં તેને ફેરફાર કરવાને નથી તે વાત તે જાણે છે. અને જે વાત કરવાની ના કહી હોય તે કરે નહિ. આવા ઉપદેશને તે ખરાખર શબ્દશઃ અને અત: અનુસરે છે અને તેમાં જરા પણ ફેરફાર હોય એવું તેના મનમાં પણ આવતું નથી.
પ્રકારના
આપણામાં એક જાણીતા નિયમ છે કે મહાનનો ચેન તઃ સ પન્થાઃ (મોટા માણસે જે રસ્તે જાય તે મા` ). મોટા માણસોએ સ્વીકારેલા અને આદરેલા તે રસ્તે છે, એટલે આપણે પણ તે માર્ગે વળીએ અને દરેક વિચાર, વચન કે ક્રિયાને, દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખી, ગ્રહણ કરીએ. આ શાંતિવાંછકના માર્ગ છે અને મહાજન-માટા માણસોએ તેને પોતાના કરી લીધા છે. તેથી શાંતિવાંછક હુમેશાં દૃષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરે. અને વસ્તુતઃ તે કોઈ પણ વાત સ્વતઃ સારી કે ખરાબ નથી—વાતને સારી કે ખરાબ દૃષ્ટિબિંદુ અપેક્ષા બનાવે છે. આ અપેક્ષા સમજાય તે ઘણા ઝઘડાનો અંત આવી જાય. આ શાંતિને સમજવાનો માર્ગ છે. (૭)