________________
૩૧૦]
શ્રી આનંદઘન-ચોવીશી અને ભગવાને કહેલા શબ્દો કે તેના ભાવાર્થ સંબંધમાં પણ તેને શંકા પડતી નથી. એ પ્રભુના શબ્દને બરાબર સમજે છે અને તેને અર્થ પણ બરાબર જાણે છે. એને મનમાં આવે અર્થ હશે કે બીજો અર્થ હશે એવી શંકા થતી નથી. એના જે શબ્દો હોય છે અને તેને જે અર્થ હોય છે તે વગર વિરોધે કે વગર વાંધાએ એ સમજે છે અને કબૂલ રાખે છે. અને તેના સંબંધમાં તેને જરા પણ ગોટાળે થતું નથી અને આગળ પાછળ અર્થમાં કે ખૂદ શબ્દોમાં જરા પણ વાંધો ન આવે અને પરસ્પર વિરોધ ન આવે ત્યાં એ સડસડાટ વગર શંકાએ સમાધાન આપે છે અને એ અવિરેધપણું જાણતા હોવાથી એના નિર્મળ માનસમાં શંકા કે કુશંકાને સ્થાન જ હોતું નથી. શાંતિને ઈચછક આ નિર્મળ માનસવાળો હોય છે.
તેથી વધારે તે જાણે છે કે, એ વચને અને તેમના રહસ્ય–અર્થમાં ચિતરફ નયવાદ–અપે. ક્ષાવાદ જામી રહેલ છે. અમુક વસ્તુનું તે તરીકે અસ્તિત્વ પણ જાણે અને બીજી અપેક્ષાએ નાસ્તિત્વ પણ જાણે. એ આખા શબ્દશાસ્ત્રમાં અપેક્ષાવાદ છે તે સમજાવે અને બહલાવે. એના મનમાં મિથ્યા ભ્રાંતિ થતી નથી અને એ અપેક્ષાવાદને વીસરતે નથી. એના મનમાં સર્વ ચોખવટ હોય છે. તે જાણતા હોય છે કે અમુક અપેક્ષાએ ચીજ રહેલી હોવાથી તેમાં અપેક્ષા પ્રમાણે અસ્તિત્વ નાસ્તિવ વગેરે ભાવ ભરેલા હોય છે. આ અપેક્ષાવાદને સમજવો–સમજાવો તે મોક્ષપ્રાપ્તિને અંગે મર્મરથાન છે. એનાથી જરૂર તેને મોક્ષ થાય છે અને મર્મસ્થાને હોવાથી તેના મોક્ષપ્રાપ્તિના સહાયકે તેને મદદ કરે છે. તે અપેક્ષાવાદના જાણકાર અને બહલાવનાર હોય છે; અને દરેક ગૂંચવણ આ અપેક્ષાવાદની મદદથી એ દૂર કરે છે. અને એને અપેક્ષાવાદ એટલે સરસ હોય છે કે તે તેનાથી જરા પણ ચસ નથી. આ જુદાં જુદાં દષ્ટિબિંદુઓ સમજનાર અને સમજાવનાર શાંતિસાધક છે અને શાંતિને ઈચ્છનારે છે એમ સમજણ થાય છે. (૬)
વિધિ-પ્રતિષેધ કરી આતમાં, પદારથ અવિરોધ રે; ગ્રહણુવિધિ મહાજને પરિગ્રહ્યો, ઈ આગમે બેધ રે શાંતિ- ૭
અર્થ—આત્માએ આ કાર્ય આમ કરવું જોઈએ, અને અમુક કાર્ય ન જ કરવું જોઈએ એમ જણાવી પદાર્થને અવિરોધપણે જણાવે છે અને તેમાં વસ્તુને કેમ લેવી તેને વિધિ બતાવે
પાઠાંતર— વિધિ’ સ્થાને પ્રતવાળો ‘વિધી ' લખે છે. “પ્રતિષેધ” સ્થાને પ્રતમાં પ્રતિપેદ” પાઠ છે. આતમાં ” સ્થાને એક પ્રતમાં યાતમા” પાઠ છે. “મહાજને ” સ્થાને પ્રતમાં “મહાજન” પાઠ છે. “ આગમે સ્થાને બન્ને પ્રતમાં આગમ” પાઠ છે. “બાપ રે” સ્થાને પ્રતવાળા “બુધ રે' પાઠ લખે છે. (૭)
શબ્દાર્થવિધિ = આ કાય આમ કરવું તેની સ્થાપના. પ્રતિષેધ = અમુક કાર્ય ન કરવું તે હર્મ. કરી = એ બેથી, એને લઈને. આતમાં = આત્મા. પદારથ = પદાર્થ, વસ્તુ, અવિરોધ રે – તેની સામે ન થાય તેવું. ગ્રહણ = લેવું તે, સ્વીકારવું તે. વિધિ = કરવું તે, તેની રીતિ. મહાજને = મોટા માણસોએ. પરિચહ્યો = લીધે, સ્વીકાર્યો. ઈસ્ય = એ પ્રકારનો. આગમે = મૂળ સૂત્રમાં. બેધ = જાણવું તે, સમજાવટ. (૭)