________________
૧૬
શ્રી શાંતિનાથ જિન સ્તવન
સંબંધ—આ સોળમા સ્તવનમાં શાંતિનું સ્વરૂપ વર્ણવ્યું છે, તે ઘણી અગત્યની બાબત છે. આ જીવે સેવાભાવના નક્કી કરી, ભગવાનના આદશ ચેસ કર્યાં, પણ કામ ઉપર શાંતિ ન આવે તો વિનયવિજય ઉપાધ્યાયે કહ્યું છે તે પ્રમાણે
:1
સમતા વિષ્ણુ જે અનુસરે, પ્રાણી પુન્યનાં કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ.
જેવું ખને છે. પ્રાણી શાંતિ રાખ્યા વગર જો સારાં કામ કરે, સુખનો અનુભવ થાય તેવું પુણ્યનું કામ કરે, પણ તેની દોડાદોડી ઊભી હાય, તેના મનમાં સ્થિરતા જામી ન હોય, તે તે ગટ્ટી ભૂમિ ઉપર ગાર કરવા જેવું કે ઝાંખરા ઝંટીઆની ભૂમિ ઉપર ચિત્ર દોરવા જેવું કામ થાય છે, તે નકામુ છે, તેનું કાંઈ મૂલ્ય નથી. વાસ્તે સમતા-શાંતિ ઘણી અગત્યની વાત છે, અને તે ઉપર આ ઘણું લખાણ સ્તવન વિવેચન કરે છે, તે ઘણું મહત્ત્વનું હાવાથી તે પર ખાસ ધ્યાન આપવા યોગ્ય છે.
ખાકી, આ પ્રાણીની વાત જોઇ હોય તો નવાઇ લાગે તેવું છે. તે તો ટ્રૂક વખતના કુટુંબના વેધ-વચકા કરવામાં, પારકી નિંદા કરવામાં, પોતાનાં-પારકાં કરવામાં, રાગદ્વેષ કરવામાં તથા પેશુન્યમાં અને ખાટાંસાચાં કરવામાં એટલે બધા મશગૂલ રહે છે કે એનું કદાચ મોટામાં મેટુ આયુષ્ય હાય તાપણુ તે નિષ્ફળ જાય છે અને આ ભવ તેને માટે માત્ર એક ફેરા સમાન જ થઇ પડે છે. તમે એને નકામી વાતેા કરતાં કે ગપ્પાં મારતાં જોશે તે જાણે અહીથી એને કહીં જવાનું જ નથી, એ તે પાકે ગરાસ લખાવી લાવ્યો હાય, તેટલા બધા તેને આગ્રહ, મમત્વ અને તંત હોય છે એમ તમે જોઇ શકશે. અને પ્રાણી ચાલે છે પણ કેવા ? એની અભિમાની અને ધમાલીઆ વૃત્તિ, એની દાંભિક વૃત્તિ અને એના ક્રોધી સ્વભાવ એની ચાલમાં જ જણાઇ આવે છે. અને એ વાતો કરવા બેસે, ત્યારે એ કઈ દિવસ મરવાના જ નથી એવું બતાવી આપે છે; એનામાં સ્થિરતા કે શાંતિ શી ચીજ છે એ દેખાશે નહિ. અને એના વેપાર કે નાકરી જોયાં હાય તો તો તેની કાંઈ વાત કરવી નહિ. તેમાં એ અનેક કૌભાંડો, સાચાંજૂઠાં કરશે. એ વેપાર નોકરી કરતી વખતે એ કદી મરવાના છે એ એના ધ્યાનમાં પણ નડુિ રહે. આવા પ્રકારની સ્થિતિમાં શાંતિ કેવી ? અને તેની વાત કેવી ? પણ પ્રાણી વાત કરે ત્યારે આવતી કાલને પણ ભરોસે નથી એવી ચગાવીને વાત કરે; અને વન કરે ત્યારે તેનું કાંઈ ઠેકાણું જ નહિ. આ વાતના અને વનના મેળ મળતા નથી અને શાંતિ વગરનું એ જીવન એને પોતાને આકરું પડી જાય છે અને અનંતા ભવ કર્યો તેમાં માત્ર એકને