________________
૧૫ : શ્રી ધર્મનાથ જિન સ્તવન
[ ર૯૯ પ્રભુને મેળવવા માટે તમારી જાતને બરાબર ઓળખો અને પ્રભુને સેવવાની યેગ્યતા સંપાદન કરે.
પ્રભુસેવા કાંઈ બજારુ બાબત નથી અને ગમે તેને તે મળતી નથી, તે માટે પણ યોગ્યતા મેળવવી પડે છે. આવી યોગ્યતા કેમ પ્રાપ્ત થાય તે આ સ્તવનમાં સમજાવ્યું છે. બાકી, ચાલુ પાપ કર્યા કરવા અને અનેક તીર્થોમાં દોડાદોડ કરવી એ રસ્તે પ્રભુ મળતા નથી અને પ્રભુની સેવા થતી નથી. માટે આ તો મેળો છે એમ માની લઈ તું યેગ્ય વર્તન ચલાવ અને પ્રભુસેવાને સ્વીકાર અને તેને યોગ્ય થવા પ્રયાસ કર. પ્રભુસેવાને યોગ્ય કેમ થવાય તે આવતા સ્તવનમાં પણ કહેશે. તેને ગ્ય તું થા અને પછી જોઈ લેજે કે તને આ ધાંધલ, દેડાદોડી અને દેખાવ સર્વ નકામાં જ લાગશે. પોતાની પાસે જ મોટો ભંડાર પડેલ હોય, છતાં એને શધવા દૂર જવું એ બિનજરૂરી છે. માટે આ પ્રભુને શોધવા માટે તારા અંતરમાં જ રહેલ તારી જાતને ઓળખ અને પછી પ્રયાસ કરવા નહિ જ પડે; પ્રભુ તને મળી આવશે. તારી પાસે રહેલ આત્મા મોટો ખજાને છે અને તેને ઓળખવા પ્રયાસ કરવો એ પ્રભુની શેધની બરાબર છે. પણ તું તો દોડાદોડ કરી જ્યાં ત્યાં શોધ કર્યા કરે છે, પણ તારી પાસે રહેલા ઉત્તમ મહા મૂલ્યવાન ખજાનાને જ બરાબર ઓળખી લે અને જ્યાં ત્યાં દોડ્યા જવાની તારી ટેવ છે તે છોડી દે. જેઓ ખજાને શોધવા ઠેકાણે ઠેકાણે જાય છે, તે ભ્રમમાં છે, તેઓએ તે પિતામાં રહેલ ખજાનાને બરાબર ઓળખ જોઈએ. એને જ્યારે તે બરાબર ઓળખશે ત્યારે તેની સેવા-ભક્તિની સર્વ કામના પૂરી થશે અને પછી તે અનંત સુખ પામશે.
પ્રભુને સેવવા માટે તેમના સમયની, તેમનાં માતા-પિતાની, તેમના કુળ-વંશની પ્રશંસા કરવી, એમાં કઈ જાતની ખુશામત નથી. એ પ્રશંસાને લઈને પ્રાણીને પ્રભુ પર રાગ થાય છે અને પિતાની સેવાની ઇચ્છા તમન્નામાં ફેરવાઈ જાય છે. આથી પ્રભુની સાચી સેવા કરવા માટે પ્રભુની સર્વ બાબતેને પોતે વખાણનાર છે એમ કરવું. મનને ભ્રમર એટલા માટે કહેલ છે કે ભમરે જેમ એક ઝાડેથી ઊડી બીજા પર બેસે છે, તેમ ભમરા જેવું મન જ્યાં ત્યાં ગયા જ કરે છે. એને પ્રભુ પાસે રહી ત્યાં સ્થિરવાસ કરવાને ઉપદેશ છે. (૧૫) ફેબ્રુઆરી : ૧૯૫૦]