________________
૧૫: શ્રી ધર્મ નાથ જિન સ્તવન
[ ૨૯૫
નહિ આવે તે આંધળાએની હારનું અનુકરણ જ થશે. આંધળા પાતે દેખે નહિ અને ખીજાને શું દોરવણી આપી શકે ? તમારે પ્રભુની સેવા કરવી છે તે તેને બરાબર ઓળખા. તેને કેમ એળખાય તેના મા આવતી ગાથામાં બતાવશે. (૬)
નિરમળ ગુણમણિ રોહણુ ભૂધરા, મુનિજન માનસ હંસ, જિનેશ્વર;
ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી, માત-પિતા કુળ વંશ, જિનેશ્વર. ધ ૦૭
અ—તદ્ન ચાખ્ખા, મેલ વગરના ગુણુરૂપ રતનની ઉત્પત્તિભૂમિ રાહણાચળ પંત છે અને મુનિ મહારાજના મનરૂપ માનસરોવરને કાંઠે હુસ ખેડેલ છે. તે નગરી નસીબદાર છે, તે વખત અને તે સમય ભાગ્યવાન છે, અને તે માબાપ, જેમને ત્યાં એમના જન્મ થયા છે, તે તથા તેમનું કુળ અને વંશ નસીબદાર છે, જ્યાં તેમના જન્મ થયા છે. (૭)
ટબા—હે નિ`ળ ગુણરત્નના રોહિણાચળ–રત્નાપત્તિ-સ્થાનક ! મુનિજનના માનસરોવરને વિષે હંસ સમાન ! ધન્ય-પ્રધાન તે નગરી, તે વેળા—અવસર, ઘડી તે ધન્ય, જ્યાં તમે જગત્ ઉપકારી ઉપન્યા, માત-પિતા કુળ વંશ ગોત્ર-તે પણ ધન્ય. (૭)
વિવેચન—એક રાહણાચળ નામના સિલેનમાં પંત છે. એ પતમાં અનેક રત્ના થાય છે અથવા એ પત રત્નમય જ છે, પ્રભુ તે અનેક ગુણાનું સ્થાન છે. જેમ રોહણાચળમાં અનેક રત્ના થાય છે, તેમ પ્રભુ પોતે અનેક ગુણુરૂપ રત્નાના રાહણાચળ પર્યંત જેવા છે. પ્રભુમાં એ ગુણા ભરેલા જ છે. એમના અનેક ગુણાની ગણતરી કરવી એ બહુ મુશ્કેલ બાબત છે, પણ તમે દુનિયાના અનેક સદ્ગુણાની ગણતરી કરે; એના સર્વાં ગુણેા પ્રભુરૂપ રાહણાચળમાં સમાઈ જાય છે. તેથી પરમાત્મા આપણી સેવા-પૂજા-ભક્તિને પાત્ર છે એ નિઃસદેહું વાત છે. આવા અનેક ગુણુના ઉદ્ભવસ્થાન પ્રભુરૂપ રાહણાચળને હું નમું, સેવું છું અને મુનિઓના મનરૂપ માનસ હું તે પર્યંત પર કલ્લેાલ કરે છે. મુનિએનાં મન તદ્ન પવિત્ર છે, જેવા માનસરોવરના હુસા હોય તેવા માનસરોવરને કાંઠે ક્રીડા કરે છે અને ખૂબ આનંદમાં મસ્ત ખને છે. આવા નિળ ગુણ્ણાના રાહુણાચળ અને મુનિઓના મનરૂપ હુંસેા જેમાં કલ્લાલ કરી રહ્યા છે એટલે અનેકણા અને પવિત્રતાના ધામ રૂપ બની ગયેલા આપ પ્રભુ મારે તે આધારભૂત છે, મારે મન સર્વસ્વ છે, મારી ઇચ્છાના આદશ છે. આવા પ્રભુની
પાઠાંતર—— નિરમળ ’પ્રથમ પાદમાં ‘ નિર્બંધ મલ ગુણુ મણિ' પાઠ પ્રતમાં છે. (૭)
શબ્દા —નિરમળ = નિ`ળ, મેલ વગરની પવિત્ર. ગુણ = સદ્દગુણ, ઉચ્ચ ચારિત્ર. મણિ = રત્ન. રાહણ = રાહણાચળ પર્વત, જ્યાં મણિ થાય છે તે રાહણાચળ પ`ત. ભૂધરા = પર્યંત, ડુ ંગર. મુનિ = સાધુ, યોગી પુરુષ. મન = તેમનું ચિત્ત માનસ = માનસરોવરમાં, જ્યાં એકલા હંસા જ વસે છે તે સરોવર. હંસ = હંસ પક્ષી, જે એકલા મેતીના ચારા કરે છે તે પક્ષી. ધન્ય = નસીબદાર, ફાવેલી, ભાગ્યવાન. નગરી = શહેર. ધન્ય = નસીબદાર, સરસ, સુંદર. વેળા = વખત, ટાઈમ. ધડી = ૨૪ મિનિટ, તે સમય. માતપિતા = માબાપ, કુળ = કુટુંબ, જે કુળમાં તેના જન્મ થયા તે. વંશ = વિસ્તાર, પરિકમ્મા. (૭)
=