________________
૨૯૪ ]
શ્રી આનંદઘન વીશી ટબ–પરમ ઉત્કૃષ્ટ નિધાન પ્રકટ મુખ આગળ દેખીને, જેમ દર્શન, તે રૂપ મહાનિધાન દેખીએ; જગત-અજ્ઞાની લેક–તે ઉલંઘી જાય, દેખે નહિ. નિધાન જગદીશની તિ વિના તે દેખે નહિ, અધે જેમ પીલાય તેમ અજ્ઞાની અજ્ઞાને કરી પલાય છે. (૬)
વિવેચન–તે વાત એ છે કે ભારે મૂલ્યવાન સુંદર પ્રજાને તે આ પ્રાણીના મેં આગળ પડેલે છે અને તેને શોધવા એ આખા જગતને શોધવા ફર્યા કરે છે પણ તે જાણ નથી કે એ ખજાને તે પિતાનામાં અંદર ભરેલે પડેલે છે, પિતામય છે, પિતે જ છે. અને તે જાણતા નથી કે એ ભંડાર શેધવા માટે દૂર જવાની કે પરદેશ જવાની કે રખડપાટો કરવાની જરૂર જ નથી. આત્મિક જ્ઞાન મેળવવા માટે દૂર દેશ જવું પડે તેમ નથી. તે ખજાને તે પિતે જ છે, એનું બરાબર જાણકારપણું થાય અને તે પિતાને બરાબર ઓળખે, એટલું જ બસ છે. એ જે આત્માને–પિતાના મહામૂલ્યવાન ખજાનાને-જાણે, ઓળખે તે પછી આ જ્યાં ત્યાં રખડવાની તેને જરૂર પડતી નથી. ખજાને શોધવા માટે દીવાના તેજની જરૂર પડે છે, કારણ કે કોઈ પણ વસ્તુની શોધખોળ કરવા માટે પ્રકાશની જરૂર પડે જ છે; પ્રકાશ વગર કઈ પણ ખજાને હાથ લાગતું નથી અને હાથ લાગે તે ખજાનાને જાણી શકાતું નથી. અંધારામાં કોઈ વસ્તુ જડે નહિ અને અંધારામાં વસ્તુ શેધવા પ્રયાસ કરે તે તદ્દન નકામું છે. અંધારામાં વસ્તુ હોય તે પણ તેને પત્તે લાગે જ નહિ. અહીં વીતરાગ ભગવાન જે સ્વયં પ્રકાશ ન આપે તે આંધળાની પાછળ આંધળે ચાલે અને તેની હાર લાગે તેવી સ્થિતિ થાય છે. તેટલા માટે આંધળાની પાછળ આંધળે ચાલે તેવી આપણી સ્થિતિ થઈ છે. આંધળે વસ્તુને દેખે જ નહિ તેવી મારી સ્થિતિ થઈ છે. હું વીતરાગ ભગવાન, જે મારા સાચા પરમેશ્વર છે, તેની દોરવણી વગર જ્યાં ત્યાં આંધળાનું અને કરણ કરી રહ્યો છું, પણ એ આંધળાની હારની હાર ચાલે તેમાં મારે શું શુક્રવાર વળે ? અત્યારે તે હું આંધળાનું અનુસરણ કરી રહ્યો છું. જેઓ પોતે સ્વયંજ્ઞાની ન હોય તે મને શું દોરવણી આપે? પ્રભુની તિ વગર મારી સર્વ શોધખોળ નકામી છે, હવે તે કઈ પણ રીતે મને પ્રભુ તરફને પ્રકાશ મળી જાય અને હું મારામાં રહેલ અચિંત્ય મૂલ્યવાન ખજાનાને જાણી જોઈ, પિછાની લઉં એવી મારી ભાવના, સાચી સેવાના કેની કરવી તેની શુધને અંગેની છે.
આત્મિક જ્ઞાન એટલે પોતાના આત્માની પિછાણ. તે થઈ જાય તે કામ સરેડે ચઢી જાય તેમ છે. તે એક વસ્તુને બરાબર ઓળખવા માટે પ્રયાસ કરે તે મારું અત્યારનું કર્તવ્ય છે. અને તે માટે મારા આંટાફેરા નકામાં છે. મારે તે હવે શાંત બેસી રહી મારા આત્માને ઓળખે અને તે માટે પ્રયાસ કરે એ એક જ મારું કામ છે. અંધારામાં કઈ વસ્તુ શોધાય નહિ અને શોધાય તે તેના ઉપર પગ પડે છતાં બીજે જ્યાં ત્યાં શેધવાનું ચાલ્યા જ કરે. આત્મિક અને પ્રભુના પ્રકાશ વચ્ચે અભેદ છે, એક હોય ત્યાં બીજાની હાજરી જરૂર હોય. તે પ્રમાણે પ્રભુની તિના પ્રકાશમાં જે પરમ નિધાનને શોધીને મેળવવો હોય તે તે કામ કરવા જેવું છે અને તેને માટે અજવાળું જોશે જ, માટે એ મેળવવા પ્રયાસ કરે. એમ કરવામાં