________________
૧: શ્રી ઋષભદેવ સ્તવન
[૧૩ સમવસરણની રચના કરે, પણ જ્યાં સુધી અંતરના તાંતણા હાલે નહિ, ત્યાં સુધી સુલસા તેને નમવા જાય નહિ. આવા પ્રકારનું નિર્મળ પતિરંજન એ રંજનના સાચા નામને ગણાય, બાકી બધી વાત ઠીક જ છે. માર્ગે ચઢાવનાર કઈ કઈ હકીક્ત બને, પણ શુદ્ધ ચેતના જેવી નિર્મળ ગૃહિણીના મનમાં એવા વેવલાપણાના પતિરંજનને સ્થાન ન હોય. એની નજરે તે સે ટચનું સોનું જ જોઈએ. એમાં ૯૯૯ ટચ પણ ચાલે નહિ.
આ ગાથામાં પતિરંજનની ઉત્કૃષ્ટ દશાની ભાવના છે, શુદ્ધ સ્વરૂપે ચેતન કેવું હોય, તેની પરિણતિ કેવી હોય અને તેને આ ઝોક કેવો હોય તેની રજૂઆત છે. એટલે સુવિહિત સાધનધર્મોને ત્યાગ સમજ નહિ, પણ સાધનને સાધ્ય માની લેવાની ભૂલ ન કરવી. સાધનનું મૂલ્ય સાધન જેટલું જરૂર ગણવું, પણ મૂળ પ્રાપ્ય વસ્તુ તરફ ધ્યાન બરાબર રાખવું. નહિ તે ઘણીવાર સાધનમાં ને સાધનમાં જ જીવતર પૂરું થઈ જાય છે અને એમાં ઇતિકર્તવ્યતા માનનાર ભુલાવામાં રહી જાય છે. ઉચ્ચ વિશિષ્ટ દૃષ્ટિએ બાહ્ય ભાવ, ઉપર ઉપર તપ કે દ્રવ્ય પૂજનને અહીં શું
સ્થાન છે તે વ્યવહાર નજરે સમજવું, નિશ્ચયને લક્ષ્યમાં રાખવે અને સાચું પતિરંજન સાધવાની વિચારસ્પષ્ટતા અને આદર્શ રાખવો, એ માર્ગધનમાં વ્યવહાર અને નિશ્ચયન સમવય છે અને એની આવડત એ જૈન તત્ત્વજ્ઞાનની મહાન ફતેહ છે.
અહીં એક વાત જરા સ્પષ્ટ કરવી જરૂરી લાગે છે. જે આદીશ્વર ભગવાનનું આ સ્તવન છે, તેમણે એક વર્ષ સુધી ઉપવાસ કર્યા એ દેહદમનની કક્ષામાં આવે કે નહિ, કે શ્રી મહાવીર પરમાત્માએ સાડા બાર વર્ષ સુધી ઉગ્ર ઉપસર્ગો સહન કર્યા એમાં પતિરંજન થાય કે નહિ, તે સવાલ વિચારણા માગે છે. અહીં શુદ્ધ ચેતનાની દષ્ટિ છે. એ કહે કે તમારે પતિરંજન કરવું હોય તે ધાતુમેળાપ થાય તેવું કરે. ધાતુને મેળાપ કરવા માટે તમારે તેને ગરમ કરવી પડે કે તેને ૫૦૦ ડિગ્રી તાપ આપવો પડે, તેની સાથે મારે લેવાદેવા નથી. તમારે જોઈએ તે રીતે કામ લે, પણ રંજન એવું કરો કે એકમયતા થઈ જાય. આદિનાથ ભગવાનનું રંજન કે શ્રી મહાવીરનું ઉપદ્રવસહન યોગ્ય માર્ગ હતું. પણ મારે તેની સાથે લેવાદેવા નથી. મારી તે એક જ વાત છે, તમને ગમે તે માર્ગ લે, તમારે ફાવે તેવાં સાધનોનો ઉપયોગ કરો, મારે સાધનની વિચારણાની જરૂર નથી, મારે તે એક જ વાત છે ધાતુમેળાપ થાય, એવો પતિમેળાપ કરે. શુદ્ધ ચેતના અહીં દેહદમનને નિષેધ નથી કરતી, પણ એ વાતને પોતે મોટી માનતી નથી. આ વાત સ્પષ્ટ કરવાની જરૂર એટલા માટે લાગી છે કે વ્યવહાર નિશ્ચયને સમન્વય ન કરનાર કોઈ વખત આ પદનો એકાંત અર્થ કરવા જતાં આડે માગે ચઢી જાય. અહીં તપને નિષેધ નથી, પણ પતિરંજન વિશિષ્ટ નજરે કેવું હોવું જોઈએ, તેનું પ્રતિપાદન છે. મુદ્દો સમજ્યા વગર, પ્રતિષ્ઠા મેળવવા ખાતર કે ચેતનને બરાબર ઓળખ્યા વગર ગમે તેટલાં દૈહિક કષ્ટ સહન કરવામાં આવે કે ભૂખ્યા રહેવામાં આવે, તે શુદ્ધ આત્મદશાને ખ્યાલમાં રાખતાં નિરર્થક છે. આ તફાવત બરાબર લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. અને વ્યવહાર નિશ્ચયને સમન્વય કરવાની આવડત બને તેટલી ખીલવવા યોગ્ય છે.