________________
૧૨]
શ્રી આનંદઘન-ચાવીશી વિવેચન–આત્માની શુદ્ધ દશા, જેને આપણે શુદ્ધ ચેતના”ના નામનું રૂપક આપ્યું છે, તે કહે છે કે વીતરાગદશાનો સાક્ષાત્કાર કરનાર, વ્યવહારદશામાંથી ઊંચે ચાલી જનાર અને નિરંજન નિરાકાર ભાવને સાક્ષાત્કાર કરનાર ઋષભ જિનેશ્વર જ મારો પતિ છે. મારે એની સાથે એક્તાન જમાવવું છે. મારે મોહ-માયામાં મસ્ત થનાર, થોડા વખતના સ્નેહમાં પણ અનેક પલટી મારનાર દુન્યવી પતિને પ્રેમ ન ખપે, સર્વ કાળ મને સહકાર આપે, અનંત કાળ સુધી મને પિતામય બનાવી દે, અને કદી પણ મને વિયેગનું દુઃખ ન આપે એ જ મારે હૃદયેશ્વર છે.
શુદ્ધ ચેતના વ્યવહારુ દાખલા આપી પિતાને નિર્ણય મક્કમપણે જણાવે છે. એ કહે છે કે વ્યવહારમાં કે વનવાસમાં તમે પતિરંજનના અનેક દાખલાઓ જેશે. કેટલીક સ્ત્રીઓ પતિને પ્રસન્ન કરવા નાનાં-મોટાં બાળ–અજ્ઞાન તપ કરે છે, સૌભાગ્ય માટે સધવા સ્ત્રીઓને ચાંડલા કરે છે, રાત્રિ જાગરણ કરે છે–એ દેહદમનનો તપ થાય. અને કેટલાંક પ્રાણીઓ પરબ્રહ્મને પામવા કાયાકષ્ટ કરે છે, ભૂખ્યાં રહે છે, મહિના મહિનાના ઉપવાસ કરે છે અને વનવાસ વેઠે છે, વનમાં મળતાં ફળ-કંદ પર ઉદરનિર્વાહ કરે છે, અને એવી રીતે અનેક પ્રકારનો શરીરને તાપ ખમે છે. આવા પ્રકારનું સ્ત્રીઓનું અજ્ઞાન તપ કે આત્માની બરાબર ઓળખાણ કર્યા વગર તનતાપ મેં મારા મનમાં મોટો માન્ય નથી. મારી નજરમાં તે ધાતુએ ધાતુનો મેળાપ થાય તેવા પ્રકારનું પતિરંજન હોય, તેને હું સાચો મેળાપ કહું છું. ધાતએ ધાતને મેળાપ થાય ત્યારે ત્યાં એકરસ જામી જાય છે, એકતા થઈ જાય છે. તેવા મેળાપ તે સાચે મેળાપ કહેવાય. સેના અને રૂપાને કે સેને સેનાને કે લેહ સાથે કાંસાને મેળાપ થાય ત્યારે એક જીવ થઈ જાય છે, એમાં સોનું જુદું તરી આવે અને કથીર જુદું રહી જાય, એ ઉપર ઉપરને મેળ હેતો નથી. ચેતના કહે છે કે હું તે ખરો મેળાપ એને જ કહું કે જેમાં તદ્રુપતા થઈ જાય, છે એકવાક્યતા થઈ જાય, પ્રેમ કરનાર અને પ્રેમપાત્રમાં અભેદ થઈ જાય.
અંબડ તાપસે એટલી મોટી તપસ્યા કરી હતી કે એનું વર્ણન વાંચતાં માંચ થઈ આવે, પણ એને સમ્યજ્ઞાન થતાં એ સાચું પતિરંજન શીખે અને જ્યારે ભગવાન શ્રી મહાવીરે એની મારફત સુલતાને ધર્મલાભ કહેવરાવ્યા ત્યારે એને વિચાર થયે કે ભગવાન નાગસારથિ (ગાડી હાંકનાર)ની પત્નીને ધર્મલાભ કહેવરાવે, તેને બોલાવજે એમ કહે, એ તે ભારે નવાઈની વાત કહેવાય ! આ સુલસાના આખા ઇતિહાસની પાછળ સાચા પતિરંજનનું આબેહૂબ ચિત્ર છે. એના દેવદત્ત બત્રીસ છોકરાઓ એકસાથે નાશ પામી ગયા, ચિલ્લણને મેળવવામાં શ્રેણિકે બત્રીશને ભેગ આયે, ત્યારે પણ એ પતિરંજન કરનાર માતાનું હૃદય ધડકયું નહિ, તેનું કારણ એનામાં વાત્સલ્યને અ૫ ભાવ કે અભાવ નહોતું, પણ એ ખરું પતિરંજન સમજતી હતી. અંબડ પરિવ્રાજકે એની પરીક્ષા કરી ત્યારે તપથી થતા દેહદમન અને સાચા પતિરંજન વચ્ચેનો તફાવત તેને સમજવામાં આવ્યો. સાચા પતિરંજનમાં આનંદના તાંતણ ચાલે છે, અંતરને વિકાસ થાય છે અને નિરંતરની પ્રીતિ જામે છે. તુલસીને લલચાવવા અંબડ મહાવીરનું રૂપ ધારણ કરે કે