________________
૧૪: શ્રી અનંતનાથ જિન સ્તવન
[ ર૭૩ વિવેચન—તરવારની અણી ઉપર નાચવું ઘણું મુશ્કેલ છે. એમાં જરા ભૂલ થાય તે જીવને દો જ થઈ જાય. એને કદાચ પ્રયાસથી અને પ્રયોગથી બરાબર કરી શકાય તેવી એને સહેલી ચીજ ગણવામાં આવે, તે એ સામાન્ય થઈ જાય. તમે કઈ બાજીગરને જોશે તે ચારે તરફ તે તરવારને ગઠવી તરવારની વચ્ચેથી એવા આબાદ નીકળી જાય છે કે તમને તે હર્ષનાં આંસુ આવે. અત્ર કહેવામાં આવે છે કે તરવારની ધાર પર નાચવું તે સહેલું છે, પણ ચૌદમા જિનેશ્વરદેવની સેવા કરવી એ ખાંડાની ધાર ઉપર ચાલવાથી પણ વધારે મુશ્કેલ છે. એ સવાલ અહીં રજૂ કરવાનું કારણ એ છે કે આગલા સ્તવનમાં છેવટે સેવાને મહિમા કહ્યો, હવે અહીં કહે છે કે સેવા એ રમતની વાત નથી. તરવારની ધાર ઉપર રમત કરવી કે નાચવું એ તે પ્રમાણમાં સહેલી વાત છે, પણ ચૌદમા તીર્થ પતિની સેવા ઉઠાવવી તે તરવારની ધાર ઉપર નાચવાથી પણ વધારે મુશ્કેલ બાબત છે, જે દેવતા જેવા અનુકૂળતાવાળા પણ કરી શકતા નથી. દેવતાઓ તે અવ્રતી હોય છે, તેઓને વ્રત નિયમ ઉદયમાં આવતાં જ નથી. તેઓને કહેવામાં આવે કે નિયમ કરે તે એક નવકારશી જે નિયમ પણ કરી શકતા નથી. તેઓ સેવાની આવી આકરી અણી પર કેમ રહી શકે? સેવા એ તે સમજીને ઈરાદાપૂર્વક કરેલ ભક્તિ છે. તે અતિ સુખમાં ચમન કરતા દેવતાઓને અશક્ય લાગે, તે સમજી શકાય તેવી હકીકત છે અને મુખે બોલી ન શકે તેવાં અવાચક તિર્યંને સેવા બનવી લગભગ અશક્ય છે. અને નારકે તે સદા અનેક પ્રકારનાં દુઃખમાં નિમગ્ન છે. તેઓને સેવાની ધાર પર નાચવું મુશ્કેલ છે. એટલે સેવાની શકયતા માત્ર મનુષ્યગતિમાં જ છે. આવી દેવતાને પણ મળવી દુર્લભ સેવા મનુષ્યને મળે, એ જેવો તે લાભ નથી. (૧)
એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે. ધાર૦ ૨ પાઠાંતર–“ કહે” સ્થાને એક પ્રતમાં “કહૈ” પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી પાઠ છે. વિવિધ’ સ્થાને એક પ્રતમાં “વિવધ” પાઠ છે તે અશુદ્ધ જણાય છે. “કિરિયા” સ્થાને પ્રતમાં “કીરીઆ પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. “ન દેખે માં એક પ્રતમાં “ન” છોડી દીધો છે. “કિરિયા ' ત્રીજા પાદમાં કરીયા” શબ્દ લખે છે તે અશુદ્ધ જણાય છે. “રવડે’ સ્થાને એક પ્રતમાં રડવર્ડ' પાઠ છે, એ જૂની ગુજરાતી છે. “ચાર” સ્થાને અને પ્રતમાં “ચ્ચાર” પાઠ છે, તે જૂની ગુજરાતી છે. “ગતિમાંહે' સ્થાને પ્રતમાં “ગતમાહે” એવો પાઠ છે તે શુદ્ધ લાગતો નથી, એક પ્રતિકાર ગતિમહી” પાઠ આપે છે તે અશુદ્ધ જણાય છે. “લેખે ' સ્થાને એક પ્રતમાં “લેબં” પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. (૨) | શબ્દાર્થ_એક = કોઈક, some. કહે = જણાવે છે, બોલે છે. સેવિયે = અમે પૂજીએ છીએ, ભજીએ છીએ. વિવિધ = જુદી જુદી જાતની. કિરિયા = ક્રિયા (માત્ર) કરી = કરીને, અમલમાં મૂકીને. ફળ = પરિણામ, અનેકાંત = ફળ થાય તે ચેકસ નહિ, તે પ્રમાણે લાભ થાય કે ન પણ થાય. લોચન = નયન, આંખો. ન દેખે. = જેનાર નથી. ફળ = પરિણામ. અનેકાંત = જેનું ફળ થાય અને ન પણ થાય. કિરિયા = ક્રિયા કરી = બનાવી, અમલમાં મૂકી. બાપડા = મૂખ માણસો, અણસમજુ લેકે. રડવડે = રખડે, આથડે. ચાર ગતિ = દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી. માહિ = માં, તેમાં લેખે = ચાર ગતિમાં રખડે, હિસાબે. (૨)
૩૫