________________
ર૭૨]
શ્રી આનંદઘન વીશી કિયા આવા નિરવધિ આનંદનું કારણ નથી, પણ સમજણપૂર્વકની ક્રિયા છે. સમજ્યા વગર તે પ્રાણીઓ અનેક ક્રિયા કરી, તેથી સારું કુળ, દેવનિ, વગેરે મળે, પણ એ સર્વ સંસારવૃદ્ધિનાં કારણ છે, અને સંસાર વધારનાર હોઈ અનિષ્ટ છે. એમ કહેવાય છે કે આ જીવે મેરુ પર્વત જેવડો મોટો ઢગલે થાય તેટલાં ઓઘા-મુહપત્તિ ક્ય, પણ આત્મિક દષ્ટિએ હેતુ-રહસ્ય વગર કર્યા, એમાં એની ઉપાધિને અંત આવ્યો નથી. જ્યાં સુધી કોઈ પણ ક્રિયા સમજીને ન થાય, ત્યાં સુધી સર્વ કામ યંત્રવત્ થાય છે તેનું ફળ સંસાર છે, તે આપણે તદ્યોગ્ય સ્થાનકે વિચારશું. આવા અનેક પ્રશ્નો આ સ્તવનમાં વિચારવામાં આવ્યા છે.
સ્તવન (રાગ રામગિરિ, કડખાની દેશી વિમલ કુલકમલના હંસ તું જીવડાએ દેશી.) ધાર તરવારની સેહલી દોહલી, ચઉદમાં જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના-ધાર પર રહે ન દેવા. ધાર૦ ૧
અર્થ—તરવારની ધાર સહેલી છે, પણ ચૌદમા તીર્થંકરના ચરણકમળની સેવા એ તેથી વધારે મુશ્કેલ છે. તરવારની અણી પર રમત કરનારાઓને જોઈને મજા આવે છે, પણ એ ભગવાનની સેવાની અણી ઉપર દેવતા પણ રહી શકતા નથી, સેવા કરી–આચરી–આદરી શકતા નથી. (૧)
ટબ-જ્ઞાનવિમળસૂરિ આ સ્તવનના અર્થમાં જણાવે છે કે—એ આગલા તેરમા સ્તવનમાં પ્રભુ પાસે સેવના માગી, તે હવે ચઉદમાં શ્રી અનંતનાથ ભગવાનના સ્તવનમાં તે સેવા, તેનું ટક્કરપણે દેખાડી કહે છે, તે પૂજા કેવી છે? તરવારની ધાર સહવી તે સોહીલી-સુગમ, પણ તેથી દોહિલી-દુર્ગમ ચૌદમાં જિનવરની સેવના. તરવારની ધાર પર નાચતા-ખેલતા અનેક બાજીગર–ભવાયાદિક દેખે છે. પણ સેવનાની ધાર ઉપર રહેવું–તે આજ્ઞાએ ચાલવું, તે ધાર ઉપર રહેવું, તે દુર્ગમ છે. (૧)
પાઠાંતર–સોલી ” સ્થાને ભીમશી માણેક “સોહેલી ” પડ છાપે છે. “દેહલી’ સ્થાને ભીમશી માણેક હેલી” પાઠ છાપે છે. સેહલી” સ્થાને પ્રતમાં “સોહિલી ” પાઠ લખે છે. “દેહલી” સ્થાને પ્રથમ પાદમાં હિલી” પાઠ છે. “નાચતા ' સ્થાને પ્રતવાળા “નાચતી” પાઠ લખે છે; અર્થ ફરતો નથી. ‘દે’ સ્થાને બને પ્રતમાં “દેષિ” એવો પાઠ લખે છે. “રહે ” ને બદલે પ્રતવાળો રહે” પાઠ લખે છે, તે પ્રાચીન ગુજરાતી છે. દેવા” ને બદલે એક પ્રતમાં “હેવા” પાઠ છે; તેનો અર્થ “ચાલવું ” આપે છે. “ધાર' સ્થાને એક પ્રતમાં “ધારિ” પાઠ છે; અર્થ ફરતો નથી. (1)
શબ્દાર્થ –ધાર = અણી, છેવટનો ભાગ. તરવારની = મારી નાખવાનું લેઢાનું શસ્ત્ર. સોહલી = સહેલી, સુલભ, સારી. દેહલી = મુશ્કેલ, દુર્લભ. ચૌદમા = ૧૪મા. જિનતણી = તીર્થંકર દેવની. ચરણસેવા = પગની સેવા, ચાકરી, ધાર પર = તરવારની અણી પર. નાચતા = રમતા, ગમત કરતા, ખેલતા. દેખ = દેખો, જુઓ. સેવના = સેવારૂપ. ધાર પર = અણી પર રહે ન= ટકે નહિ. દેવા = દેવતાઓ પણ. (૧)