________________
૧૩ : શ્રી વિમળ જિન સ્તવન
[૨૬૧ ટબે—આ સ્તવનને જ્ઞાનવિમળસૂરિને અર્થ નીચે મુજબ છે (ફેરફાર સાથે) : હવે તેરમા તીર્થકર વિગતમલ તે ગમે છે કર્મને મેલ જેથી તે શ્રી વિમલનાથનું સ્તવન કરે છે. ઘણા હર્ષ કરી વિમલ કહેતાં કર્મમલરહિત શ્રી વિમળ જિનેશ્વર જે વારે નયણુએ દીઠા તે વારે દુઃખ, ચતુર્ગ તિભવદેહગ-મિથ્યાત્વ અજ્ઞાન જનિત, તે વેગળાં ગયાં, સુખસંપદ આત્મજનિત, તેને ભેટીને પ્રસન્ન થયે. સમરથ ધીંગ ધણી માથે કીધે, તે વારે ખેટજન મહાદિક કુગ્રહ અથવા ખલજન તેણે ગંજી જીતી ન શકે. (૧)
વિવેચન—આ તેરમા વિમળનાથ કે બીજા કેઈ પણ તીર્થકરને દેખવાથી ચાર ગતિનાં સર્વ દુઃખ દૂર ગયાં, અને દુર્ભાગ્ય પણ ગયું. ચારે ગતિમાં દુઃખ ને દુઃખ જ છે: દેવગતિમાં બીજા દેને ઉત્કર્ષ જોઈ તેમની પ્રત્યે અસૂયા થાય છે અને મરણ નજીક આવે ત્યારે જ્યાં ત્યાં જન્મપીડા થવાની છે, એ વિચારથી દુઃખ જ છે. અને મનુષ્યગતિમાં વેર વિરોધ, નિદાઓ, ભયે, અપવાદ, અવર્ણવાદ અને ખારથી દુઃખ ને દુઃખ જ છે. તિર્યંચ ગતિમાં તે સમજે પણ બેલી શકે નહિ. અને નરકમાં તે પરસ્પર જેવો જ દુઃખ આપે છે, ક્ષેત્રની વેદના પણ સખત ઠંડી અને અસહ્ય ગરમીનું દુઃખ. એમ ચારે ગતિમાં દુઃખ દુઃખ અને દુઃખ જ છે. પણ પ્રભુના દર્શનથી, ભક્તિયેગને કારણે, એ સર્વ દુઃખ દૂર થઈ જાય છે, એ ભક્તને એક મોટો લાભ થશે. અને બીજે મોટો લાભ દુર્ભાગ્યના નાશને છે. ભવિષ્યમાં સર્વ પીડાઓ દુર્ભાગ્યથી થાય છે. દુર્ભાગ્ય એટલે ખરાબ નસીબ, કમનસીબી. પણ પ્રભુપૂજાથી ખરાબ નસીબ હોય તે પણ, સંક્રમણ, પરાવર્તન અને અપવર્તનને યોગે, ફરી જાય છે. આ રીતે પ્રભુભક્તિ કે પ્રભુદર્શનથી દુઃખ અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. પ્રભુના ખરા ભક્તને દુઃખ સહન કરવાનું હોય જ નહિ, ભૂતકાળનું દુઃખ અને ભવિષ્યમાં થનારી પીડારૂપ દુર્ભાગ્ય દૂર ખસી જાય છે, તેથી રીઝીને સેવક બોલે છે કે વિમળનાથ પ્રભુનાં દર્શન થવાથી પિતાનાં દુઃખ અને દુર્ભાગ્ય દૂર થઈ ગયાં. પ્રભુદર્શનનો લાભ લેવાઈ ગયું છે તેનું આ અનાયાસે થતું ફળ સમજવું, કારણ કે ખરે ભક્ત તે પૂજાનું ફળ છે જ નહિ, પણ આ ફળ તે થાય જ છે, કારણ કે તે અનિવાર્ય ફળ છે. આવું સુંદર ફળ આપનારની ભક્તિ કરવાનું મન જરૂર થાય એમાં જરા પણ નવાઈ નથી.
અને આ તે દુઃખ ને દુર્ભાગ્ય ન થવાથી નકારાત્મક વાત થઈ, પણ હવે બે હકારાત્મક વાત કરે છે. સીધી રીતે સુખ અને સંપત્તિ સાથે મેળાપ થાય છે એ પ્રભુદર્શનનું હકારાત્મક ફળ છે. સુખ એટલે ઈષ્ટપ્રાપ્તિથી થતા આનંદ. એમાં વ્યાવહારિક અદ્ધિ મળે, અનુકૂળ સંતતિ થાય, સારી રીતે ખાવાનું અને સારા સોબતીએ; ટૂંકામાં સર્વે અનુકૂળ છે. આવી મળે અને નિશ્ચયદષ્ટિ કે સુંદર જ્ઞાન થાય, સાચા-ખોટાને બરાબર ઓળખાય અને સુદેવ, સગર અને સુધર્મની પ્રાપ્તિ થાય. આવી રીતે પ્રભુદર્શનને પરિણામે સુખ અને સંપત્તિ આવી મળે. આ સર્વ ફળે વગર ઈચ્છાઓ મળે છે. જે માંગે તેને એ ફળ મળે, પણ તે તરફ દરકાર ન હોય તેને પણ એવાં ફળની ભેટ થાય છે, એટલે એને બધી વાતે સુખ સુખ અને સુખ જ મળી આવે છે. એને બધી રીતે આનંદ વતે છે અને તે પણ વગર માંગ્યે મળે છે.