________________
૨૬૦ ]
શ્રી આનંદઘન-ચાવીશી બતાવે છે અને તન્મય થયેલ આખરે તપ થઈ જાય છે. અને ભક્તિમાં લીન થયેલા પ્રાણીને બીજું કશું સૂઝતું નથી. એ પિતાના ઈષ્ટ આદર્શને જ સર્વત્ર દેખે છે, એમાં જ એને સંતોષ થાય છે અને એને સર્વ આનંદ એનામાં જ આવી જાય છે, સમાઈ જાય છે. આવી તન્મયતા પ્રાપ્ત કરવાની ખરી જરૂર છે અને તે માટે કરેલા પ્રયાસથી તે સિદ્ધ થઈ શકે તેમ છે, માટે બીજુ કામ મૂકી દઈ આ પ્રભુસેવા-ભક્તિને આદર્શ સ્વીકારે અને તે માટે બનતું કરવું, કારણ કે આ સંસારના ફેરા મટાડવાને એ સીધે અને ઇષ્ટ માર્ગ છે.
સ્તવન
(રાગ મલ્હાર, ઇડર આંબા આંબલી રે ઇડર દાડિમ ટ્રાક્ષ-એ દેશી; તથા અરિ બાઈ ભલો ભરનાર - દેશી.)
દુઃખ-દેહગ દૂરે ટળ્યાં રે, સુખ-સંપદશું ભેટ; ધીંગ ઘણી માથે કિયે રે, કુણ ગાજે નર બેટ. વિમળ જિન, દીઠાં લેયણ આજ, મારાં સીધા વંછિત કાજ. વિમળ જિન. ૧
અર્થ_વિમળનાથ નામના તેરમા પ્રભુને આજે નજરે જોયા તેથી મારા ભૂતકાળનાં સર્વ દુઃખો અને વર્તમાને તેને અનુભવ તથા ભવિષ્યકાળની આપત્તિનું ખરાબ નસીબ—તે સર્વ છેટાં ગયા અને સુખની સંપત્તિ સાથે મેળાપ થયે. મેં મારે માથે મજબૂત ધણીને શેઠને ધારણ કર્યો છે, તે કયે તોફાની શિકારી લુચ્ચે માણસ હઠાવી કે હરાવી શકે ? (૧)
1 પાઠાંતર–પ્રથમ પંક્તિમાં આંકણીરૂપે એક પ્રત લખનાર “વિમળ જિનેસર દીઠી લોયણે રે’ એવો પાઠ લખે છે. “દુઃખ” સ્થાને “દુષ’ એમ એક પ્રતમાં પાઠ છે; અર્થ ફરતો નથી. ‘દૂર ગયાં રે” ને સ્થાને * દરિ ટટ્યા રે” એવો પાઠ એક પ્રતમાં છે. ‘સંપદ’ સ્થાને એક પ્રતમાં “સંપદિ ” પાઠ છે. “ભેટ” સ્થાને તે જ પ્રતમાં “ ભેટિ” પાઠ છે. “ધીંગ’ સ્થાને ‘કિંગ’ એવો પાઠ એ જ પ્રતમાં છે. “કિ રે” સ્થાને તે પ્રકાર ૮ ધર્યો રે' એવો પાઠ લખે છે. ‘ગ જે’ સ્થાને તે જ પ્રતમાં “ગરજે એ પાઠ છે. એક પ્રત Aખનાર દેષ” પાઠ “ દુઃખને બદલે લખે છે. * સુખ સંપત્તિ સ્ય ભેટ ' એ પ્રમાણે પાઠ એક પ્રત લખનાર આપે છે. * ધણી'ને સ્થાને એક પ્રતમાં “ધણિ’ પાઠ છે. “ગરજે 'ને સ્થાને “ઘ'જે' એ પાઠ એક પ્રતમાં છે. ચોથા પદમાં “દીઠા લેણે એવો પાઠ એક પ્રતમાં છે. (૧)
શબ્દાર્થ –દુઃખ = પીડા, અસુખ. દેહગ = દુર્ભાગ્ય, નસીબના ખરાબ લેખ. દૂર = છે. ટળ્યાં = ગયાં તેની નિરા થઈ ગઈ), તે અળગાં થઈ ગયાં. સુખ = માનસિક આનંદ, મનનો આનંદ, સંપદ = સંપત્તિ, મિલકત સાથે. ભેટ = મળવું તે, આવવું તે. ધીંગ = બહાદુર, મેટા, શક્તિશાળી. ધણી = શેઠ, ઉપરી, હકમ
Sા માથે = નિજ ઉપર, હાંએ. કિયો રે = કર્યો, કબૂલ રાખ્યા. કુણ = ૩ણ, શો, કઈ પણ. ગંજે = તેડાવી શકે. ગાંજી શકે, હરાવે. નર = માણસ, મનુષ્ય. ખેટ = હલકી જાતિને માણસ, મનુષ્ય રાક્ષસ, નીચ માણસ. વિમળ = તેરમા ભગવાન. જિન = તીર્થકર. દીઠાં = જોયાં, ભાળ્યાં લેયણ = મારી અંતરની આંખ વ. લેચને, નજરે. આજ = આજે, અધુના, હમણાં. મારાં = પોતાનાં, મારાં પિતાનાં, સીધાં = સિધ્યાં, સફળ થયાં, જ્યાં. વંછિત = ઈચ્છિત, ઈલાં, વહાલાં ગણેલાં. કાજ = કામ, કાય. (૧)