________________
आप
૨૨૨]
શ્રી આનંદઘન-ચોવીશી પ્રાપ્તિરૂપ તે પ્રતિપત્તિપૂજા ચોથી જાણવી. એમ ચાર પ્રકારની પૂજા ઉત્તરાધ્યયનમાં ભાખીકહી, કેવળજ્ઞાનીએ. અથવા પ્રતિપત્તિ તે અનાશાતના-વિનયરૂપ. તત્ર દોષાવિનયો યથા–
आभुठ्ठाणं अंजलि आसणदाणं च अतिहिपूया य ।
लोगोवयार विणओ देवयपूया य विहवेणं ॥ ઇતિ ઉત્તરાધ્યયન વૃત્તિમાં. તથા
अहओ वयारिओ पुण दुविहो विणओ समासओ होइ । पडिरूवजोगजुंजण तह य अणासायणाविणओ ॥१॥ पडिरूवो खलु विणओ, काइयजोगो य वाइमाणसिओ।
अट्टचउठिवहदुविहो परुवणा तस्सि इमा होइ ॥२॥ ફુર રજૂ ઇતિ અધ્યાહાર છે. અથવા પ્રતિપત્તિ તે અનાશાતના કહી છે તે પણ અર્થ જાણવો, સહ. ઇતિ (૭)
વિવેચન અને ભાવપૂજાને પ્રકાર એક પ્રતિપત્તિ પૂજા છે. એ દ્રવ્યપૂજાના બે ભેદ અંગપૂજા અને અગ્રપૂજા અને ચાલુ સ્તવનાદિકવાળી ભાવપૂજા એમ ત્રણ ભેદ ઉપરાંત આ થે ભાવપૂજાને ભેદ છે. એ રીતે સામાન્ય ભાવપૂજા અને આ પ્રતિપત્તિપૂજા એમ ભાવપૂજાના બે ભેદ થાય છે. પિતાના મૂળ સ્વભાવમાં આવવું અને વિભાવદશામાંથી પડી જવું એ પ્રતિપત્તિ પૂજાને ભાવ છે. તે ઉપશાંત મેહ, ક્ષીણમેહ અને સગી કેવળી નામના ૧૧ મા, ૧૨ માં અને ૧૩ મા ગુણસ્થાનકે ઉત્પન્ન થાય છે. એ ભાવપૂજામાં પ્રાણી પિતાની મૂળ દશામાં આવી જાય છે અને વિભાવદશામાંથી એને પાત થાય છે. આ ૧૧ મા, ૧૨ મા, ૧૩ માં ગુણસ્થાનકે થતી પ્રતિપત્તિપૂજા ચોથા પ્રકારની ભાવપૂજા છે તેથી પૂજાના ચાર પ્રકાર થયા ઃ (૧) દ્રવ્યપૂજા–અંગપૂજા, (૨) દ્રવ્યપૂજાને અંગે અગ્રપૂજા, (૩) ત્રીજી સામાન્ય ભાવપૂજા અને (૪) પ્રતિપત્તિ ભાવપૂજા. એટલે કુલ ચાર પ્રકારની પૂજાઓ કેવળજ્ઞાનીએ “ઉત્તરાધ્યયન” નામના સૂત્રમાં બતાવેલી છે. કેવળજ્ઞાનનો ઉપગ બતાવતી વખતે આ ચાર પ્રકારની પૂજા શ્રી ઉત્તરાધ્યયન નામના મૂળ સૂત્રમાં કેવળનાનીએ બતાવી છે. આ પ્રતિપત્તિપૂજામાં ચેતન પરભાવ-વિભાવદશા છોડીને એના જ્ઞાન-દર્શનચારિત્રમાં રમતારૂપ મૂળ ધર્મમાં–અસલ રૂપમાં આવે છે. એમાં સર્વ પર વસ્તુને પર તરીકે પ્રાણી જાણે છે અને સર્વ પ્રકારના મમત્વને ત્યાગ કરે છે. ત્યાં એને પ્રથમની બન્ને દ્રવ્યપૂજા કરવાનું રહેતું નથી, કારણ કે તે આત્માના મૂળ ગુણ જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરી આત્મસ્વરૂપમાં એકાગ્ર થઈ જાય છે અને એને દ્રવ્યપૂજા કરવાને કાંઈ પણ હેતુ હતું જ નથી. આ પ્રતિપત્તિપૂજા એ આદર્શ પૂજા છે, તે અંતે અગિયારમે, બારમે અને તેરમે ગુણસ્થાનકે ઉદયમાં આવે છે. આ પ્રકારે ઉત્તરાધ્યયન, નામના સૂત્રમાં કેવળજ્ઞાનીએ બતાવેલ ચારે પ્રકારની પૂજા આ ગાથામાં બતાવી. મનુષ્યજન્મ, આર્ય ક્ષેત્ર, કર્મભૂમિ, શરીરે નીરગતા, ધર્મશ્રવણની અનુકૂળતા, દેવગુરુની જોગવાઈ, ધર્મશ્રદ્ધા વગેરે અનુકૂળતા પામીને તેને જેટલું બને તેટલો લાભ લે. આ જીવ અનંતી વાર તે દર્શન કે પૂજાને લાભ મેળવી શક્યો નથી, પણ અત્યારે તેને લાભ મળે છે. તે સર્વ જોગવાઈને જેટલું બની શકે