________________
૯: શ્રી સુવિધિનાથ જિન સ્તવન
[૨૨૧ પૂજા કરે. દ્રવ્યપૂજાના અંગપૂજા અને અપૂજ એમ બે પ્રકાર પડી જાય છે. દ્રવ્યપૂજા તે ભાવપૂજાનું નિમિત્ત છે એટલે એ દષ્ટિએ એ કરવા યોગ્ય છે. ભાવપૂજા તે મનની એકાગ્રતા થાય, પ્રભુ ઉપર બરાબર ચિત્ત લાગે એ એને ઉદ્દેશ છે. દ્રવ્યપૂજા ભાવપૂજાનું નિમિત્ત બને તેટલા પૂરતે જ તેને ઉપગ છે. એટલા માટે સાધુઓ દ્રવ્યપૂજા નથી કરતા, પણ માત્ર ભાવપૂજા જ કરે છે. એ હેતુ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. આ ભાવપૂજા દુર્ભાગ્ય અને દુર્ગતિને નાશ કરનારી છે. દુર્ભાગ્ય એટલે ill luck-ખરાબ નસીબ. ભાવપૂજા આ બેટા નસીબને પણ સારા નસીબમાં ફેરવી શકે છે અને ખરાબ વખતને પણ સુધારી શકે છે. એટલા માટે ભાવપૂજા ખાસ કરવા યોગ્ય છે અને તેને માટે જ આ સર્વ ઉપદેશ છે, એટલું જ નહિ પણ નારકાદિ ખરાબ ગતિને પણ કાપી નાખે છે, દૂર કરે છે. નરક ગતિમાં તે આખે વખત ક્ષેત્રવેદના, અ ન્યકૃત વેદના અને પરમાધાર્મિકકૃત વેદના–એમ ત્રણ પ્રકારની વેદનાથી પ્રાણી રહેંસાઈ જાય છે, એટલે એને દુર્ગતિમાં ગણેલ છે. એ દતિને ભવિષ્ય માટે છેદનાર પણ આ ભાવપૂજા છે, તેટલા માટે પૂજાના ત્રણ પ્રકારો અત્રે બતાવ્યા. અંગપૂજા, અગ્રપૂજા એ બે પ્રકાર દ્રવ્યપૂજાના થયા અને ત્રીજો પ્રકાર ભાવપૂજાને છે તે ખૂબ આદરવા યોગ્ય છે; અને તે દુર્ભાગ્ય અને દુર્ગતિને છેદનાર હોવાથી ખાસ આદરણીય છે, એમ શાસ્ત્રાધારે આ ગાળામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હવે પૂજાના બીજા પ્રકારો આપણે જોઈએ. અહીં સુધી પૂજાના ત્રણ પ્રકાર થયાઃ અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા. (૬)
તુરિય ભેદ પડિવત્તીપૂજા, ઉપશમ ખીણ સયોગી રે; ચઉહા પૂજા ઈમ ઉત્તરઝયણે, ભાખી કેવળભેગી રે. સુવિધિ. ૭
અર્થ_ો પ્રકાર તે પ્રતિપત્તિપૂજાને છે. તે પૂજા અગિયારમા ઉપશમ ગુણઠાણે. બારમાં ક્ષીણમેહ સ્થાનકે અને તેરમા સયાગી કેવળી ગુણસ્થાનકે થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં એમ ચાર પ્રકારની પૂજા કેવળી–ભગવાને કહેલી છે. (૭)
- ટબ એટલે અંગ, અગ્ર અને ભાવપૂજા દેખાડી થોથે ભેદ પ્રતિપત્તિપૂજા. તે પ્રતિપત્તિ શબ્દ ચરણ, સમાચરણ, સમાપત્તિ લક્ષણ જાણ. ઉપશમ ક્ષીણમાહ સગી ઈત્યાદિક ફલ" પાઠાંતર–ખીણ સ્થાને–પીણ પાઠ પ્રતમાં છે. “સોગી ” સ્થાને એક પ્રતમાં “સગા” પાઠ છે.
માં વસેગી’ પાક છે. એક પ્રતમાં “સત્યાગી’ પાડે છે. ‘ભાખી’ સ્થાને ‘ભાપી’ પાઠ પ્રતમાં છે. (9) શબ્દાર્થ-તુરિય = ચા Fourth, ચતુર્થ, તુરીય. ભેદ = પ્રકાર, જતિને વ્યક્તભાવ. પડિવી = પ્રતિપત્તિ, પિતાનું અસલ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ, સ્વરૂપનું ભાન થાય તે ચોથા પ્રકારની પૂજને ભેદ, પૂજ = પૂજા, સેવાનો ચોથો પ્રકાર, ઉપશમ = ઉપશાંતમૂહ નામના અગિયારમે ગુણસ્થાનકે (જુઓ કમ ), ખીણ - ક્ષીણમોહ નામના બારમે ગુણસ્થાનકે (જુઓ કર્મગ્રંથ) સયોગી = કેવળીને મળે તે યોગીકેવળી નામનું તેરમાં ગુણસ્થાનક. ચઉહા = ચાર પ્રકારની. પુજા = પૂજનાં ચાર પ્રકાર. ઉત્તરઝયણે = ઉત્તરાધ્યયન નામના સૂત્રમાં (મળ સત્ર છે), ભાખી = કહી બતાવી. કેવળ -- કેવળજ્ઞાનીએ, જ્ઞાની મહારાજે; ભાગી = કેવળી, કેવળના ભોગ કરતાં, અનુભવ કરતાં (૭).