________________
૮: શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન
[૧૯૯ અર્થ_એ પ્રભુના મુખચંદ્રને સૂક્ષ્મ નિગોદમાં મેં જોયું નથી અને ખાસ કરીને બાદર નિગોદમાં પણ મેં એને જોયેલ નથી તેમ જ પૃથ્વીકાય અને અપ્લાયમાં એકેદ્રિયમાં મેં તેને જાણ્યું નથી અને તેજસ્કાયમાં અને વાયુકાયમાં એને જરામાત્ર પણ જોયેલ નથી. (૨)
ટો–(અનાદિ સંસારિ એટલી જાય ગાઈ તે પ્રભુને ન દેખે તે વિનતિ રૂપે કહે છે.) સુહમનિગેદે અવ્યવહાર નિગેદે અત્યંત અબેધ તીવ્ર મોં કરી પ્રભુને દીઠે નહી. તથા બાદર નિગદમાંહિ પણ ન દેખે. અહીં તે સહિયાણી, પૃથ્વી પાણીમાંહિ પણિ ન દેખે, મિથ્યાત્વના ઘરમાંહિ હે સખિ, વલી તેઉકાય વાઉકાયમાંહિ પણિ લેસ માત્ર દીઠે નહીં; એ સર્વ સૂક્ષમ અને બાદર બેઉ લેવા. એગે દિ નિયમ અનાણી ઇતિ આગમ–“સમપિ ર તે ઘામૂચા રૂતિ ઘરનાના (૨)
વિવેચન–આ અશુદ્ધ ચેતના પિતાની બહેનપણીને કહે છે કે સૂક્ષ્મ નિગોદ, જે આ દુનિયામાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવી છે અને જેના અને માત્ર એક સ્પર્શેન્દ્રિય જ હોય છે, તે ગતિમાં એકેન્દ્રિય તરીકે આ જીવે અવ્યવહાર અને વ્યવહારરાશિમાં અનંત કાળ પસાર કર્યો છે. ત્યાં તે જીવવાનો સમય ઘણો ટૂંકો અને એક શ્વાસોશ્વાસ લેવાય તેટલા સમયમાં સાડાસત્તર ભવ નિગદ કરે એટલે સત્તર વાર જન્મ અને મરણ પામે, અને અઢારમી વખત જન્મ, ત્યાં પ્રભુનાં દર્શન કરવાને માટે જે મન હોવું જોઈએ, તે હેતું નથી; એવા નિગેદ તરીકે મેં અનંત કાળ પસાર કર્યો, ત્યાં અનંત કાળમાં મેં ભગવાનનું દર્શન કર્યું નથી. મને ભગવાનને જોવાની ત્યાં ઇચ્છા થાય તે પણ તે બની શકે તેમ નહોતું, કારણ કે ભગવાનને ઓળખવા માટે જે મન જોઈએ તે મન જ મારી પાસે નહોતું. અવ્યવહારરાશિમાંથી નીકળી પ્રાણ વ્યવહારરાશિમાં ઘર્ષણથૂર્ણન ન્યાયે આવે છે. જેમ નદીમાં પથરો ઘડાઈને પિતાની મેળે ગોળ મજાને પાંચીક થઈ જાય છે, તેમ હું વ્યવહારરાશિમાં આવ્યું. પણ ત્યાં પણ એક જ ઇંદ્રિય હોય છે અને મન હોતું નથી. મેં એ અનંત કાળમાં એક વાર પણ પ્રભુને દેખ્યા નહિ. અને સૂકમ નિગોદ મટીને બાદર નિગોદમાં આવ્યું ત્યાં પણ મને પ્રભુને દેખવાને વિશેષ કરીને મોકે ન જ મળે; કારણ, બાદર નિગોદમાં આ જીવ વ્યવહારીઓ થાય છે, પણ તેને ઈંદ્રિય એક જ હોય છે અને તેને મન હોતું નથી. અને ત્યાર પછી હું પૃથ્વીકાયમાં આવ્યા, ત્યાં પણ મારા એકેદ્રિયપણાને લીધે મેં પ્રભુનું દર્શન ન કર્યું, તેનું મુખચંદ્ર જોયું નહિ અને તેમને ઓળખ્યા નહિ. તેથી પૃથ્વીકાય પણ વિચારપથમાં લેવા લાયક નથી. ત્યાર પછી, ઘર્ષણધ્રૂણન ન્યાયે, હે અપ્લાયમાં ગયે. ત્યાં પાણી-જળ થયે, પણ મેં તે ગતિમાં પણ પ્રભુને દેખ્યા નહિ. અપ્લાયને પણ એકલી સ્પશેન્દ્રિય જ હોય છે, તેઓને દેખવાને સવાલ જેમાં અકાય એકે પ્રિય છે છે તે ગતિમાં હું ગયો, ત્યાં પ્રભુમુખચંદ્રને મેં ન જોયું, ન ઓળખ્યું. તેઉ = તેજસ્કાય, અગ્નિના એકૅકિય છે, ત્યાં ગયો એટલે તેજસ્કાય એકેન્દ્રિયપણે ઊપજ્યો ત્યારે પણ મેં પ્રમુખચંદ્રને ન જોયું. વાઉ = વાયુકાય, પવન, હવાના એકે યિ જીવોની ગતિમાં ગયો ત્યાં પણ પ્રભુમુખચંદ્ર ન જોયું. એકેયિને મન હેતું નથી, તેથી તે છેવો પ્રભુને જુએ તો તેને પરખી–ઓળખી શકે નહિ. ન લેશ = જરા પણ નહિ. એકેંદ્રિયગતિમાં પ્રભુમુખચંદ્રને જરા પણ જોયું કે ઓળખ્યું નહિ. (૨)