________________
૧૯૮]
શ્રી આનંદઘનચાવીશી પિતાની વહાલી બહેનપણી પાસે મૂકે છે. ચંદ્રપ્રભુના મુખરૂપ ચાંદ એ સુંદર છે કે એને ધરાઈ ધરાઈને જોવાના આ સ્ત્રી (અશુદ્ધ ચેતના)ને કોડ થયા છે. આ પદમાં “દેખણ દે” શબ્દ બે વાર આવે છે, તેમાં પુનરુક્તિ દોષ નથી, પણ તે દેખનારની અગાઉન જોયેલ ચીજને દેખવાની તીવ્ર ઈચ્છા બતાવે છે. એ મુખચંદ્ર કેવું છે તેનું હવે તે સખી પાસે વર્ણન કરે છે અને પિતાની તેને દેખવાની ઈચ્છા શા માટે થઈ તેનું કારણ ગર્ભિતપણે તે વર્ણનમાં સમાવી દે છે.
એ પ્રભુનું મુખચંદ્ર ઉપશમરસના કાંદા સમાન છે. જેમ કાંદામાંથી અનેક અંકુરો જન્મ છે તેમ પ્રભુના મુખચંદ્રમાંથી આખો ઉપશમરસ જમે છે. અને વળી, એ મુખચંદ્રમાંથી કાદવ-કીચડ ગયો છે અને દુઃખનાં દ્વો નાશ પામી ગયેલાં છે. દુઃખનાં કંઠે એટલે સુખ અને દુઃખ તેવી જ રીતે અનેક દ્ર બને છે, જેમ કે સંસાર અને મેક્ષ અથવા ઉપશમ અને અનુપમ. આવાં તેમ જ પુણ્ય-પાપ એ તંદ્ર છે. તે સર્વ છે જેનાં નાશ પામી ગયાં છે, તે ચંદ્રપ્રભુના મુખચંદ્રનાં મને દર્શન કરી લેવા દે. પ્રભુ તે મોક્ષમાં બિરાજમાન થઈ ગયા છે, એને કઈ જાતના સુખ-દુઃખનાં કે બીજા કલ્પી શકાય તેવાં કઈ કંદ્ર રહ્યાં નથી. એવા પ્રભુના મુખચંદ્રને મને જોઈ લેવા દે, એનાં મને દર્શન કરી લેવા દે. હું પછી ધીમે ધીમે તેમની સાથે પરિચય કરીશ. આ સ્તવનમાં દર્શનનો મહિમા બતાવ્યું છે. પ્રભુ કેવા છે તેને પરિચય પછીનાં સ્તવમાં થશે, હાલ તે તેમના મુખચંદ્રને જોઈ લેવાની જ વાત છે. તેમાં બે વાત જણાવી કે એ મુખચંદ્ર ઉપશમરસના કંદ છે અને એમાં કાદવ-કીચડ કઈ પણ જાતને નથી અને એને કોઈ પણ પ્રકારનાં દ્રઢ સંબંધ અગાઉ હશે તે પણ હાલ તે ગમે છે. તેથી મને એમના મુખચંદ્રનાં દર્શન કરી લેવા દે. આ પ્રકારે અશુદ્ધ ચેતના શુદ્ધ ચેતના નામની પિતાની બહેનપણીને વહાલથી ઉદ્દેશી કહે છે. તે જોઈ લઈ તેનાં દર્શન કરવાના કેડ એને કેમ થયા છે તે હવે જણાવે છે. (૧)
સુહમ નિગદ ન દેખીઓ, સખી, બાદર અતિહિ વિસ; સખી
પુઢવી આઉ ન લેખિયો, સખી, તેઉ-વાઉ ન લેસ. સખી. ૨ પાઠાંતર–પહેલી ગાથા પ્રતમાં બીજી ગાથાને છેડે પૂરી કરી તેને ૧ એક નિર્દેશ કર્યો છે. સુહમ” સ્થાને “સુહુમ” શબ્દ બે પ્રતમાં છે. “વિસેસ ” સ્થાને છાપેલ એક પુસ્તકમાં ‘વિશેસ ” શબ્દ મૂક્યો છે. “અતિહિ” સ્થાને એક પ્રતમાં “અતિહી ” પાઠ છે. “લેખીઓ ” સ્થાને બે પ્રતમાં “લેધીઓ” પાઠ આપે છે. “ન લેસને બદલે “ન દેશ” પાઠ એક પ્રતમાં છે. ત્રીજા પાદમાં ‘આઉ ન’ને સ્થાને “આન ન” એવો પાઠ આપે છે. (૨)
શબ્દાર્થ–સુહમ = સૂમ, જે નરી આંખે દેખી ન શકાય તેવી, અત્યંત નાની. નિગોદ = ચૌદ રાજ. લેકમાં ઠાંસી ઠાંસીને ભરેલ અવ્યવહારરાશિના એકે પ્રિય છો. ન દેખીઓ = ન દેખે, એ મુખરૂપ ચંદ્રમા ન દેખ્યો, ન જે, ન પરખ્યા. બાદર = આંખે દેખી શકાય તેવી, બાદરનિગોદમાંનિગોદમાં શબ્દ અધ્યાહાર છે. અતિહિ = ઘણી, ખૂબ, વધારે. વિસેસ = વધારે, એટલે બાદરનિગોદમાં પણ જે મુખચંદ્રને ખાસ વધારે કરીને ન જોયું, ન દેખ્યું, ન જાણ્યું. પુકવી = પૃથ્વીકાય, એકૅકિય પૃથ્વીના છે. આઉ = પાણી, જળ,