________________
૧૭૮].
શ્રી આનંદઘન–વીશી તેને ભંગ. એ જે આંતરે તેને ભંગ થાય તેને જ ભલે અંગ કહીએ; અથવા એ જ શ્રતઆગમનું અંગ. એ રીતિ પંડિત જને એ કરણને જનવિધિ કહ્યો. અનુક્રમ તેના બંધ વિના ઉદય ગ્ય તેની જ ઉદીરણા અને અનાદિ બંધ અપેક્ષાએ તે સત્તા ઈત્યાદિકે અને ત્રીજો સંસારીકરણ હેતુરૂપ તે પરકરણ જુંજન તે અંતર ભજે. (૫)
વિવેચન-કર્મ સાથેનો સંબંધ તે જુંજનકરણ જ્ઞાનવિમળસૂરિના કહેવા પ્રમાણે, કરણ ત્રણ છે. જ્ઞાનકરણ, જંજનકરણ અને ગુણકરણ. આત્માનું કર્મ સાથે જોડાવું તે જાંજનકરણ. અહીં સ્તવનની શરૂઆતમાં પ્રભુ સાથે આટલે બધે આંતરે કેમ પડી ગયે તેને જવાબ આપે છે. મેં હવે જાણ્યું છે, કે આ કર્મોનું આત્મા સાથે જોડાવું થયું તે કારણે મારે પ્રભુ સાથે આંતરે પડી ગયો છે. આ છેટું, ગુણકરણ કરીને તેને ભંગ થઈ શકે તેમ છે. આત્મા તેના અસલ ગુણોની અંદર વર્તે તે ગુણકરણ કહેવાય. આંતરે પડે છે તે આ ગુણકરણ દ્વારા તૂટી જાય. ત્રીજુ જ્ઞાનકરણ, જે જાણવાની વાત છે. વસ્તુને વસ્તુ તરીકે ઓળખાય તે જ્ઞાનકરણ કહેવાય. આ ગુણકારણે કરી જ્યારે આત્મા પિતાના મૂળગુણમાં રમણ કરે ત્યારે નવીન કર્મ બંધાતાં નથી. તેથી પ્રભુ સાથે પડેલ આંતરું પણ ભાંગવાને ઉપાય એ છે કે જનકરણ થવા ન દેવું. આવી રીતે જ્યારે કર્મો અટકી જશે અને જનકરણ થશે નહિ ત્યારે ભગવાન સાથેનું પડેલું છેટાપણું દૂર થશે. અને એ આંતરું ભાંગવાને આ જ અમોઘ ઉપાય છે.
જ્યારે નવીન કર્મોને બંધ ન થાય અને આ રીતે આત્મા ભારે થતું અટકે, તે આંતર ભાંગવાને રામબાણ ઉપાય. તેમાં પણ જ્યારે આત્મા સંવરમાં વર્તતે હોય, એટલે એ અષ્ટપ્રવચનમાતાને પાળતે હોય, બાર ભાવના પૈકી પિતાને અનુકૂળ ભાવના ભાવ હોય, દશ યતિધર્મમાં ઉદ્યક્ત હોય, ત્યારે જરૂર એ નવાં કર્મ બાંધતે નથી. તે આસવ રહિત થાય છે અને સંવરમાં પ્રવર્તી ગુણકરણ કરે છે. એટલે નવીન બંધ થતો અટકાવ એ આંતર ભાંગવાનો રામબાણ ઉપાય છે એમ મને વિચાર કરતાં માલૂમ પડે છે. આ જાંજનકરણ અટકાવવું એ આંતરે ભાંગવાનો સરસ ઉપાય છે એમ મને જણાય છે. પંડિત માણસોએ એ રામબાણ ઉપાયને અનેક સ્થળે બતાવ્યું છે. આપણે “ગબત્રીશી', “ગબિન્દુ’ કે ‘યેગશાસ્ત્ર” વગેરેમાં કઈ પણ ગ્રંથ વાંચીએ તે તેઓ પણ આ જનકરણને અટકાવી ગુણકરણ કરવાનું કહે છે.
આ જીવનમાં જે સફળ પ્રયેળ થાય તે સંસારયાત્રા સફળ નીવડે છે અને ભવનો ફેરે સકળ થાય છે, નહિ તે પછી જેમ અનાદિકાળથી આ જીવ એક ખાડામાંથી બીજા ખાડામાં પડતે આવ્યો છે, તેનું પુનરાવર્તન જ થાય છે. એ ખાડા અટકાવવા એ આપણો મૂળ ઉદ્દેશ છે અને તેના વ્યવડારપણામાં આ ભવની સફળતા છે. આ સ્તવનની શરૂઆત કરતાં એ આંતર કેમ પડ્યો એ સવાલ થયો અને એ આંતરે કેમ ભાંગે તેનો ઉપાય આખરે આપણને પ્રાપ્ત થાય છે અને તે ઉપાય અજમાવવાની આપણી ફરજ છે. (૫)