________________
૬ : શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન
[ ૧૭૭ આ આસ્રવ અને સંવર આત્માની દૃષ્ટિએ અનુક્રમે હેય અને ઉપાદેય છે. જેનાથી આત્મા બંધાય અને સંસારમાં ભટકે તે આવે છે, તે હેય છે, એટલે તજવા યોગ્ય છે. અને જેનાથી આત્મા બંધનથી મુકાઈ જાય તે સંવર છે; તે ઉપાદેય છે, એટલે આદરને યોગ્ય છે. આ ત્યાગવા
ગ્ય આસવને ત્યાગ કરી અને સંગ્રહ કરવા ગ્ય સંવરને સ્વીકાર કરી જ્યારે તે પરમાત્મસ્વરૂપ થઈ જાય ત્યારે તેને અને ભગવાનને આંતરે તૂટે. આ પણ કર્મને જ વિષય છે. જ્યારે સોના જેવા આત્મા સાથે લાગેલાં કર્મો આત્મામાં મળતાં બંધ થઈ જાય ત્યારે પ્રભુ સાથે પડેલે આંતર ઘટે, અને પોતે પ્રભુમય થઈ જાય.
જો તારે પ્રભુમય થવું હોય તે આ સર્વ કારણે સમજી તેને સુધારી દે અને સંવરના માર્ગો સ્વીકારી તેને સ્વીકાર કરી દે, જેથી તારે મનુષ્યદેહ સફળ થાય અને તારી મનઃકામના સિદ્ધ થાય. નહિ તે આ સંસારમાં ભમવાનું જ છે. તમે તેને સાચો ત્રાસ થયેલ હોય તે સંસારી મટી જા અને તારાં કારણે સંવરને અનુકૂળ કરી દે. એ મુક્તિ પામવાને સાચા ઉપાય છે, સિદ્ધ માગે છે અને તારે તે આદરવા યોગ્ય છે. કારણો સુધારવા તે તારા હાથની બાજી છે અને આ મનખાદેહ સફળ કરવા એ એક જ માર્ગ છે. આ ભવની યાત્રા સફળ કરવા માટે તું આસવ માર્ગોને છોડી દે અને સંવર માર્ગોને સ્વીકાર કરી તેને અનુસર. (૪)
યુજનકરણે હો અંતર તુજ પડો રે, ગુણકારણે કરી ભંગ; ગ્રંથ ઊક્ત પંડિત જન કહ્યો રે, અંતરભંગ સુસંગ. પદ્મપ્રભ૦ ૫
અથ–કર્મના જોડાવાથી મારે અને તમારે આંતરે પડી ગયું છે. પણ ગુણ કરવાથી એ આવકને અટકાવ થઈ શકે તેમ છે. આપ તે ભંગને કહી શકે તેમ છે. આ પ્રમાણે વાત પંડિત લેકોએ મને જણાવી છે. આંતર દૂર કરવાને એ સારામાં સારો ઈલાજ છે. (૫)
- ટબો–તે માટે યુજનકરણે તમારો અને મારે અંતર પડ્યો છે. કરણ ત્રણ ? એક જ્ઞાનકરણ તે ચેતનારૂપ તેણે કરી જન જડ્યા. આપણું સ્વરૂપે જાણવું તે જાંજનકરણ. તેણે જ અંતર પડયો અને તસ્વરૂપી જાણીને ગુણપણે આચરણ, તેનું નામ ગુણકરણ કહેવાય.
પાઠાંતર–પ્રથમ પંક્તિમાં “રે' શબ્દને એક પ્રતે મૂકી દીધો છે. “ ઉક્ત ને સ્થાને ત્રીજી પંક્તિમાં ઉકતિ” પાઠ છે; એ તે ભાષાફેરને લીધે છે. (૫)
શબ્દાર્થ—–મુંજનકરણ = કર્મોનું જોડાવું તે, કર્મ અને આત્માને યોગ. અંતર = આંતર, છેટાપણું. તુજ = તમારે તમારી સાથે. ગુણકરણ = ગુણોનું કરવું તે કરી = નીપજાવીને. ભંગ = ભાગી નાખવું, તોડી નાંખવું. ગ્રંથ = આધારભૂત પુસ્તકો, શાસ્ત્રની રચના. ઉકત = કહેલું છે, બતાવ્યું છે. કરી = સાતમી વિભક્તિને પ્રત્યય. પંડિત જન = વિદ્વાનોએ, સમજુ ભણેલાઓએ. જ્હો રે = કહ્યું છે, જણાવ્યું છે. અંતર = આંતર, છેટાપણું; તેનો ભંગ = ભાગી નાંખવો, તેને છેડો લાવવો. સુઅંગ = સુંદર અંગમાં એ ઈલાજ બતાવ્યો છે. (પ)