________________
૧૭૪ ]
શ્રી આનંદઘન–ચવીશી કનક પલવત્ પયડિ પુરુષ તણી રે, જેડી અનાદિ સ્વભાવ; અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. પદ્મપ્રભ૦ ૩
અથ—અનાદિ કાળથી અને પિતાના સ્વભાવથી જેમ સોનું અને માટી મળી રહે છે, તેમ સોના જે આત્મા અન્ય (કર્મ) સાથે જ્યાં સુધી જોડાઈ ગયેલ હોય ત્યાં સુધી એને સંસારી નામ અપાય છે. (૩)
ટો-હવે તે પ્રકૃતિને યોગ કનક-પાષાણની પરે અનાદિ આત્મા એટલે પુરુષને લાગે છે એ જે સ્વભાવ અનાદિ છે, જ્યાં લગે આત્મા અન્ય કર્માદિ ગુગળસંગી છે ત્યાં લગે તે સંસારી કહેવાય છે; ચઉતિભ્રમણ સંસારે કરે છે. (૩)
વિવેચન – આત્માની પ્રકૃતિ સોના જેવી છે. સેનું જેમ માટી સાથે મળેલ હોય ત્યારે પણું તે તે ત્રણ કાળે સુવર્ણ જ છે. આત્મા સુવર્ણ છે અને અનાદિ કાળથી તેને માટીની પેઠે કર્મ સાથે સંગ થઈ ગયેલ છે. તેને અગ્નિમાં તપાવી આત્માનું સુવર્ણ – સાબિત કરવાને આપણે પ્રયત્ન છે. આ પ્રયત્નમાં જે માનતા હોય તેણે ધ્યાનઅગ્નિથી આત્માનું સુવર્ણત્વ સિદ્ધ કરવાનું છે અને આપણું સર્વ પ્રયત્ન આત્માનું સુવર્ણત્વ પ્રગટ કરવા માટે જ થાય છે. આપણા
જીવનને ઉદ્દેશ, અનેક ઉપદેશને હેતુ પણ આ સુવર્ણત્વ સિદ્ધ કરવાનું હોય છે. તેથી સુવર્ણત્વ સ્પષ્ટ કરવા માટે ધ્યાન અને યોગાગ્નિને જરૂર પ્રયોગ કરવો અને તેમ કરી જીવન સફળ કરવું. આત્મા સાથે કર્મો અનાદિ કાળથી લાગેલાં છે. અને એ એક પણ વખત અનાદિ કાળથી આવ્યા નથી, જ્યારે આત્મા કર્મ રહિત થયે હોય. કર્મ રહિત થવું તે પુરુષતન માગે છે. તે ધ્યાનાગ્નિનું જળાવવું માગે છે. તે ઉત્તમ જીવનચર્યા માગે છે. તે સગુણસંપન્નતા માગે છે. અને તે પ્રાપ્ત કરવાને આપણે આદશ છે.
જીવના બે ભેદ છે: સિદ્ધ અને સંસારી. જ્યાં સુધી પ્રાણી સંસારી હોય છે ત્યાં સુધી તે એક ગતિમાંથી બીજી ગતિમાં, એક જાતિમાંથી બીજી જાતિમાં ભમ્યા કરે છે અને એ કર્મના ઉદય ઉપર આધાર રાખે છે. જ્યાં સુધી એને આત્મા એક ભવમાંથી બીજા ભવમાં
પાઠાંતર–વત માં “તું” ખોડો એક પ્રતમાં નથી, અન્ય સંયોગી પછી “હો ” એક પ્રતમાં વધારે છે. લગે ” સ્થાને , લગ” પાઠ એક પ્રતમાં છે. ત્રીજી પંક્તિમાં રે ” પ્રતમાં વધારેલ છે. કહેવાય સ્થાને કહાય - પાઠ એક પ્રતમાં છે. (૩)
શબ્દાર્થ – કનક = સોનું. ઉપલ = પથ્થર. વત = જેમ, પઠે. પડિ = પ્રકૃતિ. જોડી = મળેલી છે, જોડાઈ ગયેલ છે. અનાદિ = જેને કઈ પણ શરૂઆત નથી, અનાદિ સમયથી. સ્વભાવ = સ્વભાવે મળેલી, એને સ્વભાવ જ એવો છે કે સંયોગ સ્વાભાવિક થઈ જાય. અન્ય = આત્મા સિવાયનું બીજુ, પુગળસંગી = સંગવાળો. સંબંધવાળો. આત્મા જ્યાં સુધી પુગળસંયોગી હોય ત્યાં સુધી. જિહાં = જ્યાં. લગે = સુધી; આત્મા જ્યાં સુધી પુગળનો સંબંધ કરે. અથવા એ પુગળ સાથે મળી જાય. સંસારી = જીવના બે ભેદ : સિદ્ધ અને સંસારી, તેમાંથી બીજા પ્રકારને, સંસારમાં રહેનાર, રખડનારો. કહેવાય = ઉદ્દેશાય, જણાય, ઓળખાય. (૩)