________________
[ ૧૩૩
૬ : શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન અંગે બંધને વિચાર છે તે પણ સમજીને લક્ષ્યમાં લઈ આખરે તે બંધને પણ ત્યાગ કરવો જોઈએ.
આ કર્મો આત્મા સાથે લાગેલાં છે. તેને કાળ પરિપકવ કયારે થાય અને કયે ગુણસ્થાનકે કેટલાં કર્મો ઉદયમાં આવે, એટલે કેવા કેવા કર્મો ભોગવવા પડે, તે સંબંધી વિચારણું પણ બીજા કર્મ ગ્રંથમાં કરવામાં આવી છે. એ કર્મના ઉદયની વિચારણા કરવી તે કર્મને લગતે ઉદયને બીજે વિષય છે. જ્યારે યોગ્ય કાળે કર્મો ફળ આપે ત્યારે તેને ઉદય થયે છે તે સંબંધી વિચારણા તે ઉદય-વિચારણા. એ પણ સદર બીજા કર્મગ્રંથમાં વિગતવાર કરવામાં આવી છે.
જ્યારે કર્મને ઉદયકાળ ન પહોંચી ચૂક્યો હોય તે વખતે તેનું ખેંચવું, તેને કાળ થયા પહેલાં તેને ખેંચી-તાણીને ભેગવવાં, જે શાંત યુદ્ધ કરનાર વીર માણસ યુદ્ધ કરવા માટે બીજાથી પ્રેરાય, તેને છેડીને લડાઈ કરવા તેને પ્રવૃત્ત કરવામાં આવે, તેનું નામ કર્મની ઉદીરણા. આવી ઉદીરણા કર્મને છોડવાને અંગે કોઈ વાર થઈ આવે છે. કયે ગુણસ્થાનકે કેટલાં કર્મોની ઉદીરણું થાય તે વિચારવું તે કર્મોની ઉદીરણા સમજવી. એ પણ બીજા કર્મગ્રંથમાં વિસ્તારથી આપવામાં આવેલ છે. ત્યાંથી વિગત જોઈ જવી.
ઉદયકાળ પહેલાં કર્મો આત્માને લાગેલા રહે, ભગવાય નહિ પણ અંદર પડી રહે તે કર્મને અંગે સત્તા-વિચારણા સમજવી. સત્તા એટલે potentiality. કર્મો અંદર પડ્યાં હોય પણ હજુ ફળ આપવાને અંગે તેમને સમય થયું નથી તે. સદર બીજા ગ્રંથમાં પ્રત્યેક ગુણ સ્થાનકે કેટલાં કર્મો સત્તામાં પડ્યાં રહે તેની વિચારણું વિસ્તારથી કરવામાં આવી છે.
અને આ કર્મોને અને આત્માને સંબંધ સર્વથા દૂર કરી કર્મને વિચ્છેદ કેમ કર, શું કરવાથી તે આવતાં અટકે અને શું કરવાથી તે નવાં ન બંધાય અને હોય તેને ક્ષય થઈ જાય તે સર્વ આ વિચારણને સાર છે, કારણ કે પ્રાણીને મોક્ષ મેળવે છે અને કર્મ સાથે કઈ પણ પ્રકારનું જોડાણ ન કરવું એ માટે એને આ સર્વ અભ્યાસ અને પ્રયત્ન છે. એ ખરેખર વિચારવાની અતિ મહત્વની બાબત છે અને તે જેમ થઈ શકે તેમ બરાબર રીતે અને યોગ્ય આકારમાં યોગ્ય અંકુશ નીચે કેમ થાય તેની વિચારણા કરવી જોઈએ. કમને સર્વથા વિચ્છેદ થાય તે આપણા સર્વ પ્રયત્ન સફળ છે અને જીવન સફળ બને છે.
આ કર્મનાં બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા ક્યારે થાય છે, કેમ થાય છે, તે ખાસ સમજવા જેવો વિષય છે, કારણ કે તેને કમની સાથે ઘનિષ્ઠ સંબંધ છે. અને તે સમજાય ત્યાર પછી કર્મને સર્વથા છેદ કેમ થાય તે પ્રાણી સમજે છે અને તેને છેદ કેમ થાય તે તેના અંતરમાં પછી જાગી ઊઠે છે. તેથી તેની અગત્ય સમજી તેને કર્મગ્રંથ વગેરે ગ્રંથ દ્વારા અભ્યાસ કરવો. (૨)