________________
૬: શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન
[૧૭૧ ૨. સ્થિતિ : અમુક કમ ક્યારે ફળ આપશે અને આપવા માંડ્યા પછી કેટલા વખત સુધી તે કર્મ ફળ આપશે તે બન્ને બાબતે આ સ્થિતિબંધમાં મુકરર થાય છે. કેટલા વખત સુધી તે કઈ પણ પ્રકારનું ફળ આપ્યા વગર આત્મા સાથે જોડાયેલું જ રહે છે, તે પણ આ સ્થિતિબંધ કરતી વખત મુકરર થાય છે. લાડે કેટલા દિવસ સારો રહેશે, ક્યારે બગડી જશે, તેના વખતને નિર્ણય સ્થિતિબંધમાં થાય છે. મેદકને સારા રહેવાને સમય, બગડવા માંડવાને સમય અને બગડી જવાને સમય આ સ્થિતિબંધમાં મુકરર થાય છે.
૩. રસ : અમુક કર્મની ઘટ્ટતા કેટલી છે, તેનું જેર કેટલું છે, તે રસબંધમાં મુકરર થાય છે. જેમ આપણે દવા લઈએ છીએ તે ગાઢી, પિચી, નરમ, ગરમ હોય છે; મોદક કોઈ એક ગુણ ગળપણવાળ હોય, કઈ દ્વિગુણ અને કોઈ પાંચ ગુણવાળે ગળ્યું હોય, તેમ કર્મની તરતમતા, ગાઢતા વગેરે રસબંધમાં મુકરર થાય છે.
૪. પ્રદેશઃ તે કર્મ કેટલી કર્મ વર્ગણાનું બનેલ છે તે એક-બે હજાર લાખ વગેરે કમની સંખ્યા contents આ પ્રદેશ વિભાગમાં મુકરર થાય છે. કોઈ એક વર્ગણામય હોય, કેઈ હજારે વગણમય હોય. એવી રીતે કર્મની વર્ગણોની સંખ્યા આ પ્રદેશબંધમાં મુકરર થાય છે. જેમ કોઈ લાડ પાશેર, કઈ દોઢ પાશેર અને કઈ તેથી પણ નાનો-મોટો થાય તે તેના વિસ્તાર પર આધાર રાખે છે, તેમ કર્મના પ્રદેશની સંખ્યા આ પ્રદેશબંધ મુકરર કરે છે.
આવી રીતે કર્મ જ્યારે ઉપરોક્ત કારણે લાગે, આત્મા સાથે જોડાઈ જાય, તે વખતે તેની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચારે બાબત નિશ્ચિત થાય છે —-એ પ્રથમ સમજવું. આ ચારે પ્રકારે માટે કર્મગ્રંથની શરૂઆતની બીજી તથા ત્રીજી ગાથામાં ઘણો વિસ્તાર છે, તે જાણી લેવો. સમજવા પ્રયત્ન કર. એ રીતે આ બીજી ગાથામાં પ્રથમ ચરણ થયું. આ વસ્તુ બરાબર યાદ રહે તે સારુ શાસ્ત્રસુપ્રસિદ્ધ એક ગાથા આ પ્રમાણે છે:
प्रकृतिः समुदायः स्यात्, स्थितिः कालावधारणम् ।
अनुभागो रसो ज्ञेयः, प्रदेशो दलसञ्चयः ।। આ ગાથામાં ઉપરની જ વાત કહી છે, પણ તે યાદ રહે તેવી ભાષામાં એ વાત કહી છે. પ્રકૃતિ : સમુદાય છે; સ્થિતિ એટલે કાળનું અવધારણ કરવું તે; અનુભાગ (intensity ) એ રસ સમજો અને વર્ગણાના દળને સંગ્રહ તે પ્રદેશ.” આ રીતે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશની વાત યાદ રહે તે ભાષામાં શાસકારે બતાવી છે. હવે આપણે આ ગાથાના બીજા ચરણો સંબંધી વિવેચન કરીએ.
કર્મની મૂળ પ્રકૃતિ આઠ પ્રકારની છે. આગળ જણાવ્યું તેમ જ્ઞાનનું આવરણ કરે તે પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાન એ તે આત્માને મૂળ ગુણ છે. આ ગુણને આવતા અટકાવે, તેની આડું આવરણ ધરી રાખે તે જ્ઞાનાવરણીય કર્મ. તેવી જ રીતે કર્મો આત્માના દેખવાના-દશન ગુણની આ આચ્છાદન ધરી રાખે તે બીજુ દર્શનાવરણીય કર્મ. પ્રાણીની માન્યતામાં સુખદુઃખ આવે તે