________________
૫: શ્રી સુમતિનાથ જિન સ્તવન
[૧પ૭ નથી તે યોગી પરમેષ્ઠીના સ્વરૂપને પ્રકાશ કરે છે. જે જે દેખવા યોગ્ય રૂપ છે એ તે પારકું છે, પર છે, અને પિતાનું જે જ્ઞાનમય રૂપ છે તે તદ્દન જુદા પ્રકારનું છે. મારું અસલ રૂપ છે તે જ્ઞાનવાનરૂપ છે તે ત અન્ય પ્રકારનું છે. એ ઈન્દ્રિયજ્ઞાનથી અજ્ઞાત છે. ત્યારે મારે બોલવું પણ કોની સાથે લેકે પોતાની સાથે બોલે અને પોતે લોકોની સાથે બેલે, એ બને પણ વિશ્વનું સ્થાન છે. કારણ કે પોતે (આત્મા) તે પાપરહિત છે, આવો વિચાર કરીને એ કોની સાથે વાતચીત કરે અને કેને ઉદ્દેશીને વાત કરે ? જે આત્મા પિતાને જ ગ્રહણ કરે છે અને જે પિતાથી પરને ઓળખે છે, પણ તેને ગ્રહણ કરતું નથી, તે સમજુ માણસ વિકલ્પ રહિત થઈને ભાવને કરે છે કે હું મારી જાતને જ જાણવા યોગ્ય છું. આવી રીતે વિચાર કરીને અરસપરસ લેવાદેવાનો વ્યવહાર છેડી દે છે. જેની સાંકળમાં સર્ષની બુદ્ધિ છે એવા માણસને કિયાનો ભ્રમ થાય છે. એ રીતે શરીર વગેરેમાં આત્મબુદ્ધિના ભ્રમથી ભેદજ્ઞાન હોવા પહેલાં ભ્રમરૂપ એણે અનેક ક્રિયા કરી છે. જ્યારે સાંકળમાં સપનું જ્ઞાન નાશ પામે તેમ શરીર વગેરે પરથી આત્મત્વનો ભ્રમ દૂર થાય, પતે બ્રમથી રહિત થઈ જાય છે. આવી રીતે શરીર વગેરેને પર-દ્રવ્ય માનીને તેને લગતે સર્વ મમત્વ એ છોડી દે, અને આ નપુંસક છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, કે આ એક છે, બે છે, બહુ છે એવી લિંગ અને સંખ્યાની એને માટે પરવા હોતી નથી, કારણ કે એ પિતાને પોતાની અંદર બરાબર જાણે છે. આ રીતે એ લિંગ અને સંખ્યાનો વિકલ્પ પણ છોડી દે. જે જ્ઞાન નહિ હોવાથી હું અત્યાર સુધી ઊંઘતે હતું અને જેનું જ્ઞાન થવાથી હું ઊડ્યો એ સ્વરૂપ મારે બરાબર પ્રત્યક્ષ જાણવું જોઈએ ? આવા આવા એ પ્રાણી વિચાર કરે. એ આત્માને જ્યોતિર્મય જ્ઞાનપ્રકાશરૂપ દેખે. એના રાગદ્વેષ ક્ષય પામી જાય, એટલે એને કેઈ શત્રુ કે કોઈ મિત્ર ન હોય. આવું પિતાનું સ્વરૂપ, જે લેકે દેખ્યું ન હોય, જાણ્યું ન હોય, તે પિતાનો મિત્ર કે શત્રુ નથી અને જેણે આવું પિતાનું સ્વરૂપ જાણ્યું હોય તે પણ તેને મિત્ર તેમ જ શત્રુ નથી આવા પ્રકારનો એ વિચાર કરે. એવી નજરે જોનારને તે વખત સુધી જાણ્યા પહેલાંની, સર્વ પ્રકારની ચેષ્ટા એને સ્વપ્ન જેવી અથવા ઈંદ્રજાળ જેવી લાગે. એ પિતાના આત્માને પરમ પ્રકાશમય અને અખંડ જ્યોતિમય માને. પોતાના આત્માને પરમાત્માસ્વરૂપ જાણે અને દેખે. ત્યાર પછી આ અંતરાત્મપ્રકારનો પ્રાણી બાહ્ય આત્માને છોડી દઈને પ્રસન્ન રૂપ અંતરાત્મા દ્વારા પિતાની સર્વ કલ્પનાજાળને મટાડી દે, અને પરમાત્માને અભ્યાસોચર કરે. બંધ અને મોક્ષ ભ્રમમય અને નિર્જમમય જાણે. આમાં પસંબંધથી બન્ધ થાય છે અને પર-દ્રવ્યના ભેદથી મોક્ષ થાય છે એવું એ ચિંતવન કરે. અને પછી એ જ્ઞાની પુરુષના આચરણને સમજી લે. એ વિચારે કે જે આચરણથી અજ્ઞાની કર્મબંધ કરે છે તે આચરણમાં જ જ્ઞાની કર્મથી છૂટી જાય છે એ વાતનું એને આશ્ચર્ય લાગે છે. એ અંતરાત્મા ત્યાર પછી વધારે વિચાર કરે છે કે આ સંસારમાં અત્યાર સુધી પોતે ખેદ પામી કંટાળી ગયે તે આત્મા અને અનામાનો તફાવત ન જાણવાને પરિણામે થયેલ છે અને પોતાને તે અત્યંત દુઃખનું ખરું કારણ લાગે છે. બીજા લેક આ સંસારમાં કેમ ડૂબે છે, કેમ રખડે છે અને આત્માને કેમ દેખતા નથી?–આવી રીતની તે ચિંતવના કરે છે. આત્મા આત્મામાં